ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો લેવલ વાઇઝ ગણતરી

બિઝનેસ / 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો લેવલ વાઇઝ ગણતરી

Published By: Pravin Joshi

Last Updated: 06:09 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) નો ચંડીગઢ પ્રવાસ સંપન્ન થયો છે, જ્યાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા 3.25 ના ફિટમેન્ટ ફેક્ટરની પ્રબળ માંગ કરવામાં આવી છે.

ADVERTISEMENT

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને ચર્ચા ચરમસીમાએ પહોંચી છે. ચંડીગઢ ખાતે 8મા કેન્દ્રીય પગાર પંચનો પ્રવાસ પૂર્ણ થયો છે, જ્યાં વિવિધ સરકારી સંસ્થાઓ અને કર્મચારી યુનિયનોએ પોતાના સુચનો અને માંગણીઓ રજૂ કરી હતી. આ બેઠકમાં સૌથી મોટો ચર્ચાનો વિષય 3.25 નો ફિટમેન્ટ ફેક્ટર રહ્યો છે. ચંડીગઢ બાદ હવે પગાર પંચની ટીમ આગામી 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુના પ્રવાસે જશે, જ્યાં તમામ હિતધારકો સાથે પગાર, ભથ્થાં અને પેન્શન અંગે વિસ્તૃત વાટાઘાટો થશે.

8th Pay Commission (6)

3.25 ફિટમેન્ટ ફેક્ટરની મજબૂત દાવેદારી

ચંડીગઢની બેઠકમાં નર્સીસ વેલ્ફેર એસોસિએશન (NWA) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) દ્વારા પોતાના પક્ષમાં રજૂઆતો કરાઈ હતી. PGIMER ના પ્રતિનિધિઓએ ભારપૂર્વક માંગ કરી છે કે 7મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, તેને 8મા પગાર પંચમાં વધારીને 3.25 કરવામાં આવે. સતત વધતી મોંઘવારી, ઘરખર્ચ, શિક્ષણ અને હેલ્થકેરના ખર્ચને ધ્યાનમાં રાખીને આ વધારો સમયની માંગ છે.

જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય તો કેટલો વધશે પગાર?

YJHJHJH

લેવલ 10 એન્ટ્રી પે અને લશ્કરી ધોરણોની માંગ

નર્સીસ વેલ્ફેર એસોસિએશને નર્સિંગ ઓફિસરો માટે પ્રારંભિક લેવલ 10 પે-સ્કેલની માંગણી કરી છે. તેઓની દલીલ છે કે શૈક્ષણિક લાયકાત GNM થી વધારીને B.Sc નર્સિંગ કરવામાં આવી હોવાથી આ નિર્ણય વ્યાજબી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણો મુજબ નર્સિંગ ઓફિસરોને મિલિટ્રી નર્સિંગ સર્વિસ (MNS) ના સ્તર સમકક્ષ લાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.

આ પણ વાંચોઃ ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

10 મહિનાથી વધુ સમયથી કામગીરી ચાલુ

8મા પગાર પંચની રચનાને 10 મહિનાથી વધુ સમય વિતી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન પંચ પેનલે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે દિલ્હી, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચાઓ કરી છે. હવે બેંગલુરુ બેઠક બાદ પંચ પોતાનો આખરી અહેવાલ તૈયાર કરવાની દિશામાં આગળ વધશે.

(ડિસ્ક્લેમર: આ લેખ 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી માંગણીઓ અને સૂચિત 3.25 ફિટમેન્ટ ફેક્ટરના આધારે તૈયાર કરાયેલા સંભવિત નાણાકીય વિશ્લેષણ પર આધારિત છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GovernmentEmployees FitmentFactor 8thPayCommission

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ