ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ‘હું નકલી પોલીસ છું’ ભાવનગરમાં પોલીસે આરોપીઓના ગળામાં લટકાવ્યાં બોર્ડ, કર્યું હનીટ્રેપ કેસનું રીકન્સ્ટ્રક્શન

ક્રાઈમ / ‘હું નકલી પોલીસ છું’ ભાવનગરમાં પોલીસે આરોપીઓના ગળામાં લટકાવ્યાં બોર્ડ, કર્યું હનીટ્રેપ કેસનું રીકન્સ્ટ્રક્શન

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 04:54 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં હનીટ્રેપ કેસમાં આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસ આરોપીઓને ગળામાં ‘હું નકલી પોલીસ છું’ લખેલા બોર્ડ સાથે ઘટના સ્થળે લઈ ગઈ હતી.

ADVERTISEMENT

ભાવનગરમાં આધેડે હનીટ્રેપ કેસમાં પોલીસે ઝડપી પાડેલા આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે પોલીસ આરોપીઓને ગળામાં ‘હું નકલી પોલીસ છું’ લખેલા બોર્ડ સાથે ઘટના સ્થળે લઈ ગઈ હતી.પોલીસે આરોપીઓને ગળામાં સાયકલ પહેરાવી કાન પકડાવી ઉઠક-બેઠક પણ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીઓને ગળા માટે એટલા માટે પોસ્ટર લગાડાયા હતા કે આરોપીઓએ પોલીસની ઓળખ આપીને આધેડ પાસેથી લાખો પડાવ્યાં હતા.

શું હતો બનાવ ?

ભાવનગરમાં આધેડ વયના વ્યક્તિને હનીટ્રેપની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો હતો. મહિલા સાથે મિત્રતા કરાવી બાદમાં ખોટી પોલીસ ઓળખ આપી આધેડ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરનાર ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ‎ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મહિલા સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મહિલા અને આધેડ સાળંગપુર દર્શન કરવા ગયા

‎પોલીસ તપાસ મુજબ, ટોળકીની એક મહિલા સભ્યએ ફરિયાદી આધેડ સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી.ત્યારબાદ મહિલા અને આધેડ સાળંગપુર દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કાળા રંગની વેરના કારમાં આવેલા ચાર શખ્સોએ આધેડની ગાડી અટકાવી હતી.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

‎3 લાખ પડાવ્યાં, 8 લાખની માંગણી કરી

‎આરોપીઓએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી.‎ આધેડ પર ડ્રગ્સ અને ગાંજાના વેપાર તેમજ યુવતીના અપહરણનો ખોટો આરોપ મૂક્યો હતો.‎મહિલા સાગરીતને પોતાની ગાડીમાં બેસાડી લઈ જઈ આધેડને એન્કાઉન્ટર કરી દેવાની ધમકી આપી હતી.‎આરોપીઓએ રૂ.7થી 8 લાખની માંગણી કરી હતી.‎ ગભરાઈ ગયેલા આધેડે રૂ.3 લાખ 5 હજારની વ્યવસ્થા કરી આપતાં આરોપીઓએ તેને છોડી દીધો હતો.‎સમગ્ર મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ ભાવનગર LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાછળથી કાળા રંગની વેરના કાર નંબર GJ-15-CJ-5999 સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા અને રાજેશ ભીખાભાઈ કાથરોટીયાનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BHAVNAGAR NEWS Bhavnagar Bhavnagar News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ