ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિદેશમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ પાછા આવવા નથી માગતા, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

NRI News / વિદેશમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ પાછા આવવા નથી માગતા, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:13 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IELTS Voices 2026 Report: દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે વિવિધ દેશોમાં જાય છે. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે.

ADVERTISEMENT

IELTS Voices 2026 Report: દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે વિવિધ દેશોમાં જાય છે. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી ભારત પાછા ફરવા માંગતા નથી.

ભારતીય વિદ્યાર્થીઓ જે વિદેશમાં અભ્યાસ કરવા જાય છે તેઓ પાછા આવતા નથી. આ એક એવી સમસ્યા છે જે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય વિદ્યાર્થીઓ જે દેશમાં અભ્યાસ કરવા જાય છે ત્યાં લાંબા સમય સુધી રહેવાનું આયોજન કરી રહ્યા છે. 13% વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ વિદેશમાં કાયમી રહેવા માંગે છે અને ભારત પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી.

આઇઇએલટીએસ વોયસ 2026 રિપોર્ટ મુજબ વિદેશમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ જે દેશમાં અભ્યાસ કરવા જાય છે ત્યાં રહેવાની શક્યતા વધુ છે. ચીની વિદ્યાર્થીઓ કરતાં આ રીતે વિચારનારા વિદ્યાર્થીઓ નોંધપાત્ર રીતે વધુ છે. નોંધનીય છે કે વિશ્વભરમાં વિઝા અને ઇમિગ્રેશન નિયમો કડક કરવામાં આવી રહ્યા હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખે છે અને ત્યાં રહેવાનો ઇરાદો ધરાવે છે.

ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ કરવા વિશે શું કહ્યું?

સ્ટડીમાં સામેલ રહેલ 41% વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ જે દેશમાં અભ્યાસ કરવાના છે ત્યાં 3 થી 5 વર્ષ રહેવાની અપેક્ષા રાખે છે. તેની તુલનામાં ચીની વિદ્યાર્થીઓ માટે આ આંકડો 26% હતો.

23% ભારતીય વિદ્યાર્થીઓ 1 થી 2 વર્ષ માટે વિદેશમાં રહેવાની યોજના ધરાવે છે, ત્યારબાદ તેઓ ભારત પાછા ફરવાનો ઇરાદો ધરાવે છે.

સ્ટડીમાં ભાગ લેનારા 10% ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ત્યાં રહેવા માંગે છે.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 13% વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ ત્યાં કાયમી રહેવાનો ઇરાદો ધરાવે છે.

આ રિપોર્ટ 165 દેશોના આશરે 8,400 લોકોના સર્વે પર આધારિત છે જેમણે તાજેતરમાં IELTS પરીક્ષા આપી છે અથવા આપવાનું વિચારી રહ્યા છે. તે 19 માર્ચ અને 17 એપ્રિલ 2026 વચ્ચે IELTSની સાજેદાર સંસ્થાઓ - બ્રિટિશ કાઉન્સિલ, આઇડીપી, IELTS અને કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ એન્ડ એસેસમેન્ટ દ્વારા મળીને તૈયાર કરાયો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ NRI News / ફેન્ટાનિલ કેમિકલની દાણચોરી કેસમાં સુરતના યુવકને અમેરિકી કોર્ટે 54 મહિનાની જેલ, સજા બાદ ભારત ડિપોર્ટ થશે!

વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કર્યા પછી કેમ પાછા નથી ફરતા?

વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કર્યા પછી પાછા નથી ફરતા કારણ કે તેઓ સારી નોકરીઓ, સારા પગાર, આધુનિક જીવનશૈલી અને કાયમી રહેઠાણ (PR) અથવા નાગરિકતાની અપેક્ષા રાખે છે. વધુમાં ત્યાંની કામ કરવાની પદ્ધતિ અને ગ્લોબલ અનુભવ તેમને વધુ સુરક્ષિત અનુભવ કરાવે છે અને તેમના વતનના દેશો કરતાં વધુ સારું ભવિષ્ય લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Education IELTS Voices 2026 Report Indian Student

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ