ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવેશ ઝીલીયા પરનો હુમલો વર્ચસ્વની લડાઈ હતી કે પછી સોપારી? અત્યાર સુધીમાં 11ની ધરપકડ, કોકડું ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી

ક્રાઈમ / ભાવેશ ઝીલીયા પરનો હુમલો વર્ચસ્વની લડાઈ હતી કે પછી સોપારી? અત્યાર સુધીમાં 11ની ધરપકડ, કોકડું ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી

Published By: Vishal Khamar
Reported By: Sudhir Parekh

Last Updated: 05:42 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં થોડા સમય પહેલા સ્કોર્પિયોને ટક્કર મારી ફાયરીંગ કરવાના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થવા પામ્યો છે.

ADVERTISEMENT

મહેસાણામાંથી, જ્યાં ફિલ્મી ઢબે એક ફોર્ચ્યુનર કારને સ્કોર્પિયોએ ત્રણ વખત ટક્કર મારી... અને પછી ગોળીઓ છૂટી.ટાર્ગેટ હતો પાટણનો કુખ્યાત ભાવેશ ઝીલીયા.અને હુમલાખોરો? ગુનો કરીને ઋષિકેશ થઈને નેપાળ બોર્ડર સુધી ભાગી ગયા.મહેસાણા પોલીસે તેમને કેવી રીતે દબોચ્યા? આ સંપૂર્ણ કાવતરું કોણે ઘડ્યું હતું?

ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ કેસમાં મોટી સફળતા

મુખ્ય આરોપી ભાણુભા સહિત 5 નેપાળ બોર્ડરથી ઝડપાયા

3 ગાડી, 11 શખ્સો અને એક ખતરનાક પ્લાનનો પર્દાફ્રાશ

તારીખ 30 ઓગસ્ટ, 2026. સમય રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે મહેસાણા નાગલપુર ચાર રસ્તા.પોતાની નંબર પ્લેટ વગરની સફેદ ફોર્ચ્યુનરમાં ભાવેશ ઝીલીયા મિત્રો સાથે પાર્લર બહાર ઊભો હતો.ત્યારે જ સામેથી રોંગ સાઇડમાં ધસી આવે છે એક સફેદ સ્કોર્પિયો. એક વાર નહીં, બે વાર નહીં... ત્રણ-ત્રણ વખત ફોર્ચ્યુનરને જોરદાર ટક્કર મારવામાં આવે છે. ગાડી હચમચી જાય છે. અને ત્યારબાદ સંભળાય છે ગોળીનો અવાજ.આ કોઈ અચાનક થયેલી બબાલ નહોતી. આ હતો એક સંપૂર્ણ સુનિયોજિત હુમલોપોલીસ તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું છે. હુમલાખોરો 1-2 નહીં, પણ 10 થી 11 શખ્સો હતા. અને તેમની પાસે હતી 3 અલગ-અલગ ગાડીઓ.

  • બલેનો કાર. હુમલાના દિવસો પહેલા રેકી કરવા માટે વપરાઈ.
  • કાળી સ્કોર્પિયો. મુખ્ય હુમલા માટે. આનાથી જ ટક્કર મારવામાં આવી.
  • સફેદ સ્કોર્પિયો. બેકઅપ પ્લાન. જો કાળી સ્કોર્પિયો ફેઈલ જાય તો આ તૈયાર રખાઈ હતી.

હુમલાખોરોએ મહેસાણામાં પ્રવેશવા માટે એવા અંતરિયાળ રસ્તા પસંદ કર્યા જ્યાં CCTV ન હોય.હુમલા બાદ આરોપીઓ ગુજરાતમાં રોકાયા નહીં. તેઓ સીધા ભાગ્યા... સુરેન્દ્રનગર, પછી ઋષિકેશ અને છેક નેપાળ બોર્ડર સુધી.મહેસાણા પોલીસની B ડિવિઝન અને SOG ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું. બાતમી મળી કે આરોપીઓ મહેસાણા પરત ફરી રહ્યા છે. અને પોલીસે છટકું ગોઠવી

  • જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા સોલંકી - મુખ્ય આરોપી, કટોસણ
  • સૂરજ ઉર્ફે સુરભા ઠાકોર
  • જિજ્ઞેશસિંહ ઉર્ફે જિગુભા ઝાલા
  • હરદીપસિંહ ઉર્ફે ભુવાજી
  • જયરાજસિંહ ઉર્ફે ચંપુભા

કડક બંદોબસ્ત વચ્ચે પાંચેયને કોર્ટમાં રજૂ કરાયા. આ પહેલા 2 સપ્ટેમ્બરે પોલીસે 6 અન્ય સાગરીતોને પણ પકડ્યા હતા. એટલે અત્યાર સુધી કુલ 11 માંથી મોટાભાગના આરોપીઓ જેલના સળિયા પાછળ છે.સવાલ એ છે કે ભાવેશ ઝીલીયા પર હુમલો કેમ? પોલીસ સૂત્રો મુજબ આ મસ્તાની ગેંગ સાથે જોડાયેલી જૂની અદાવત હોઈ શકે છે. ભાવેશ ઝીલીયા પર અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે, અને તેના 'રામાધણી' ફાર્મ પર બુલડોઝર પણ ફરી ચૂક્યું છે.

શું આ વર્ચસ્વની લડાઈ હતી? કે પછી સોપારી? પોલીસ હવે રિમાન્ડ દરમિયાન હથિયારો ક્યાંથી આવ્યા અને મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરી રહી છે.પોલીસે BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સ્કોર્પિયો કાર કબજે કરાઈ છે. હવે તપાસનો ફોકસ છે - ફાયરિંગમાં વપરાયેલું હથિયાર અને પૈસાની લેવડ-દેવડએક તરફ ગુનેગારો ટેકનોલોજીથી બચવા CCTV વગરના રસ્તા શોધે છે, તો બીજી તરફ પોલીસ એ જ ટેકનોલોજીથી તેમને નેપાળ બોર્ડર સુધી ટ્રેસ કરે છે. મહેસાણા પોલીસને સફળતા તો મળી છે

આ પણ વાંચોઃ દ્વારકાધીશના મંદિરમાં કિંજલ દવેના ફોટોશૂટથી વકર્યો વિવાદ, શું સામાન્ય જનતા અને સેલિબ્રિટી માટે અલગ નિયમો છે?

ભાવેશ ઝીલિયા પર હુમલો અને ફાયરિંગના મામલે મહત્વનો ખુલાસો થવા પામ્યો છે. ભાવેશ ઝીલિયા તેમના દુશ્મન નવઘણને સાથ આપતો હોવાથી તેના પર હુમલો કરવાનો પ્લાન બનાવાયો હતો. મહેસાણા પોલીસે રેકી અને હુમલા માટે વપરાયેલી 3 કાર કબજે કરી છે. જોરાવરસિંહ સહિત 5 આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavesh Jhiliya firing case Mahesana firing Bhavesh Jhiliya attack

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ