ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:53 PM, 12 September 2026
ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની ટી20 શ્રેણીનો પ્રારંભ રવિવારથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે. મેચ શરૂ થાય તે પહેલાં ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓની નજર સ્ટેડિયમની સાથે દિલ્હીના હવામાન પર પણ ટકેલી છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર થઈ રહેલા વરસાદને કારણે આ મેચમાં ખલેલ પહોંચવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાનની આગાહી કરતી એજન્સી એક્યુવેધર (AccuWeather) મુજબ, રવિવારે દિલ્હીમાં વરસાદ પડે તેવી સંભાવના 64 ટકા સુધી છે. બપોર સુધી વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ સાંજ પડતાંની સાથે જ વરસાદી વાદળો ઘેરાઈ શકે છે. મેચના સમયે એટલે કે સાંજે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા દરમિયાન વરસાદ પડવાની શક્યતા 37 થી 40 ટકા રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં આખી મેચ રદ ન થાય તો પણ વરસાદને કારણે રમત વારંવાર અટકાવી પડી શકે છે.
ADVERTISEMENT
આ મેચ કેપ્ટન શ્રેયસ અય્યર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તેઓ ભારતીય ધરતી પર પ્રથમ વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. આ અગાઉ તેઓ ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન ભારતની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વે સામેની 3-0 થી શાનદાર સીરીઝ જીત બાદ ટીમ ઈન્ડિયા પોતાની આ જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. જોકે, દિલ્હીમાં પ્રથમ ટી20 જીતવા માટે ભારતીય ટીમે અફઘાનિસ્તાનની સાથે દિલ્હીના મિજાજી હવામાનનો પણ સામનો કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ