ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યાંક 100 રૂપિયા તો ક્યાંક 50 રૂપિયે કિલો શાકભાજી, તફાવત ગૃહિણીઓ માટે બન્યો ચર્ચાનો વિષય

ગુજરાત / ક્યાંક 100 રૂપિયા તો ક્યાંક 50 રૂપિયે કિલો શાકભાજી, તફાવત ગૃહિણીઓ માટે બન્યો ચર્ચાનો વિષય

Published By: Nidhi Panchal

Last Updated: 04:02 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વિસ્તાર પ્રમાણે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક વિસ્તારમાં રૂ.100 કિલો મળતું શાક બીજા વિસ્તારમાં રૂ.50 કિલોમાં વેચાઈ રહ્યું છે. પર્યુષણ પર્વને કારણે કેટલીક જગ્યાએ માગ ઘટતા વેપારીઓ ભાવ ઘટાડીને માલ વેચી રહ્યા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભાવ યથાવત છે.

ADVERTISEMENT

અમદાવાદમાં હાલમાં શાકભાજીના ભાવમાં વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. શહેરના એક વિસ્તારમાં જે શાકભાજી રૂ. ૧૦૦ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે, તે જ શાકબાજી બીજા વિસ્તારમાં રૂ. ૫૦માં કિલો મળી રહ્યાં છે. ખાસ કરીને એક જ શાકના ભાવમાં વિસ્તાર પ્રમાણે થતો આ તફાવત ગૃહિણીઓ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

vegetable-2

વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યું હોવાથી કેટલાક વિસ્તારોમાં શાકભાજીના વેચાણમાં ઘટાડો થયો છે. જૈન પરિવારો સહિત કેટલાક ગ્રાહકો દ્વારા શાકભાજીની ખરીદી ઓછી કરવામાં આવતી હોવાથી આવા વિસ્તારોમાં વેપારીઓને માલ ઝડપથી વેચવો પડે છે. તેના કારણે કેટલીક જગ્યાએ શાકભાજીના ભાવમાં કામચલાઉ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે શાકભાજીની માગ વધુ રહે

બીજી તરફ, જ્યાં સામાન્ય રીતે શાકભાજીની માગ વધુ રહે છે ત્યાં ભાવમાં ખાસ ઘટાડો થયો નથી. પરિણામે શહેરમાં માગ, વિસ્તાર અને વેચાણની સ્થિતિ પ્રમાણે એક જ શાકના ભાવમાં ૫૦ ટકા સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ ઘટાડો કાયમી નથી. પાર્યુષણ પર્વ પૂર્ણ થયા બાદ શાકભાજીની માગમાં વધારો થશે તો કેટલાક વિસ્તારોમાં ભાવ ફરી વધી શકે છે. હાલ જોકે ઓછી માગ ધરાવતા વિસ્તારોમાં ગ્રાહકોને કેટલાંક શાકભાજી અગાઉની સરખામણીએ સસ્તાં મળી રહ્યાં છે.

અલગ અલગ વિસ્તારમાં ભાવની સરખામણી કરી ખરીદી

આ સ્થિતિમાં ગ્રાહકો પણ નજીકના એક જ બજાર પર આધાર રાખવાને બદલે અલગ અલગ વિસ્તારમાં ભાવની સરખામણી કરી ખરીદી કરી રહ્યા છે. શહેરમાં ‘એક વિસ્તારનો ભાવ અલગ, બીજા વિસ્તારનો ભાવ અલગ’ એવી સ્થિતિથી શાકભાજીના બજારમાં ભાવની અસમાનતા સ્પષ્ટ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં AMCએ બનાવ્યા 47 કૃત્રિમ કુંડ, કરાયું અદભુત આયોજન

આ ભાવ તફાવત પાછળ માત્ર પર્યુષણની અસર જ નહીં, પરંતુ માલની આવક અને ગુણવત્તાનો પણ ફાળો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાંથી વહેલી સવારે આવતો જથ્થો જે વિસ્તારમાં વધુ પહોંચે છે ત્યાં તાજા માલના ભાવ અલગ રહે છે, જ્યારે જૂનો અથવા વધુ જથ્થો પડ્યો હોય ત્યાં વેપારીઓ ભાવ ઘટાડીને વેચાણ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Vegetable Market Price Difference Vegetable Prices

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ