ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘Ghamasaan’માં અરશદ વારસી-પ્રતીક ગાંધી વચ્ચે જોરદાર ટક્કર, ડાકુ-પોલીસના ખેલ વચ્ચે ક્લાઇમેક્સ પડ્યો ફિક્કો!

photo-story

12 ફોટો ગેલેરી

મનોરંજન / ‘Ghamasaan’માં અરશદ વારસી-પ્રતીક ગાંધી વચ્ચે જોરદાર ટક્કર, ડાકુ-પોલીસના ખેલ વચ્ચે ક્લાઇમેક્સ પડ્યો ફિક્કો!

Last Updated: 05:04 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અરશદ વારસી અને પ્રતીક ગાંધીની શાનદાર અદાકારી તથા બુંદેલખંડના અસલી વાતાવરણ સાથે ‘ઘમાસાન’ એક મજબૂત ક્રાઈમ થ્રિલર છે. એકંદરે આ એક જોવા લાયક ફિલ્મ છે ખાસ કરીને જેમને રિયલિસ્ટિક ડાકુ-પોલીસની સ્ટોરી ગમે છે.

1/12

photoStories-logo

1. ઘમાસાન

જો તમને બીહડ(કોતર), ડાકુ, પોલીસ અને રાજકારણની સ્ટોરી ગમતી હોય તો ‘ઘમાસાન’ તમારા માટે એક સારું પેકેજ છે. જેમાં તિગ્માંશુ ધૂલિયા ફરી એ જ દુનિયામાં પાછા ફર્યા છે જે તેમણે ‘પાન સિંહ તોમર’ અને બીજી સ્ટોરી દ્વારા અગાઉ પણ નજીકથી બતાવી છે. આ વખતે સ્ટોરી ચંબલને બદલે બુંદેલખંડની છે અને સામે છે અરશદ વારસી તથા પ્રતીક ગાંધી. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં હીરો અને વિલનની લડાઈ માત્ર બંદૂક અને બારૂદની નથી. આ મગજ, નેટવર્ક, પોલીસ, રાજકારણ અને સત્તાની લડાઈ છે. એટલે જ ‘ઘમાસાન’ ઘણી જગ્યાએ તમને સ્ક્રીન સાથે બાંધી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. અરશદ વારસીનું એવું રૂપ કદાચ પહેલાં ક્યારેય ન જોયું હોય

આ ફિલ્મમાં અરશદ વારસીની વાત કરીએ તો જેમને તમે મોટે ભાગે કોમેડી કરતા, હસાવતા અને હલકા-ફુલકા કિરદારોમાં જોયા છે તે અહીં સંપૂર્ણરીતે રંગ બદલીને દેખાય છે. તેઓ ‘મહારાજ’ નામના એક ખૂંખાર ડાકુનો રોલ ભજવે છે. જંગલોમાંથી પોતાનું સામ્રાજ્ય ચલાવનારો આ મહારાજ માત્ર બંદૂકના જોરે નહીં પણ રાજકારણ અને પોલીસ સુધી પોતાના તાર ફેલાવીને જીવે છે. ગામના લોકો તેનાથી ડરે છે, પોલીસ તેના ઈશારે ચાલે છે અને સત્તા પણ ચૂંટણીના ફાયદા માટે તેની સાથે હાથ મિલાવીને બેઠી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. ખતરનાક રોલ

અરશદનો ભારે-ભરકમ અંદાજ, લાંબી દાઢી અને ચહેરા પર સતત છવાયેલો ખતરનાક ભાવ તેમના રોલને વધુ ડરાવનારો બનાવે છે. મહારાજ ક્યારેક સનકી અને સાયકો પ્રકારનો પણ લાગે છે પણ મજાની વાત એ છે કે તે એવો વિલન નથી જેની પાસે દરેક સિચ્યુએશનનો સુપરપાવર સોલ્યુશન હોય. આ જ વાત રોલને થોડો વાસ્તવિક બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. પ્રતીક ગાંધી અને અસલી ‘ઘમાસાન’

મહારાજની સામે પોલીસ તરફથી આવે છે આદિત્ય, એટલે કે પ્રતીક ગાંધી. આદિત્ય કોઈ ફિલ્મી સુપરકોપ નથી. તે પરિવારવાળો માણસ છે, પત્નીથી નાની-મોટી વાતો છુપાવીને પોતાના મિશન પૂરા કરે છે અને જરૂર પડે તો પોતાના ઘરની એનિવર્સરી પાર્ટીમાં પણ અપરાધીને ગાડીની ડેકીમાં લઈને પહોંચી જાય છે. હવે તમે અંદાજ લગાવી શકો કે આ માણસ કેટલો ‘નોર્મલ’ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. મહારાજનું નેટવર્ક

પણ આ સામાન્ય દેખાતો પોલીસ અધિકારી ધીમે-ધીમે મહારાજના આખા નેટવર્કને ખતમ કરવાના મિશનમાં જોડાઈ જાય છે. તે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવે છે, ફોન ટેપ કરાવે છે અને ડકૈતના નેટવર્કની એક-એક કડી પકડવાનો પ્રયાસ કરે છે. જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પ્રતીક ગાંધી અને અરશદ વારસી સ્ક્રીન પર આમને-સામને આવતા જ નથી છતાં બંને વચ્ચેની ટક્કર અનુભવાય છે. આ બંનેના ફોન પર થતી વાતચીત અને એકબીજાને આપવામાં આવતી પડકારો સ્ટોરીમાં સતત તણાવ જાળવી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. ફિલ્મની અસલી તાકાત છે નાની-નાની ડિટેલિંગ

‘ઘમાસાન’ માત્ર ડકૈત અને પોલીસની સ્ટોરી નથી કહેતી પણ પોતાના વાતાવરણને નાની-નાની વસ્તુઓથી જીવંત બનાવે છે. આ ફિલ્મમાં ઘણા સીન્સ એવા છે જે અસલી ઘટનાઓથી પ્રેરિત છે. જેમાં શરૂઆતમાં એક નવવિવાહિત જોડી ઘર પહોંચે છે. દરવાજા પર મૂકેલા ચોખાના કળશને વર પગથી પાડી દે છે અને પત્ની તે વસ્તુઓને પાછી સમેટે છે. પછી વર ફરી તેને પગથી ધકેલી દે છે. સીન નાનો છે પણ ઘણું કહી જાય છે. બુંદેલખંડના તે પિતૃસત્તાત્મક સમાજની તસવીર લાંબા ભાષણ વગર સામે આવી જાય છે, જ્યાં પુરુષો આગળ વધે છે અને સ્ત્રીઓ પાછળ છૂટેલી વસ્તુઓને સમેટતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. બીજી શાનદાર ડિટેલ

આવી જ એક બીજી નાની પણ શાનદાર ડિટેલ ત્યારે જોવા મળે છે જ્યારે એસટીએફ એક માણસને માત્ર એટલા માટે ટ્રેક કરી લે છે કારણ કે તે મચ્છર ભગાડનારી દવાની 30થી વધુ ટ્યૂબ ખરીદે છે. આ જ બારીકીઓ ફિલ્મને માત્ર ‘ડાકુ વિરુદ્ધ પોલીસ’વાળી સામાન્ય સ્ટોરી બનવાથી બચાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. બુંદેલખંડના બીહડ બની ગયા ફિલ્મની જાન

ફિલ્મ જોવામાં પણ ખૂબ સુંદર છે. બુંદેલખંડના સૂકા, ખુલ્લા અને દૂર-દૂર સુધી ફેલાયેલા બીહડ ફિલ્મને એકદમ વેસ્ટર્ન જેવો લુક આપે છે. આજકાલ ઘણા ઓટીટી પ્રોજેક્ટ્સ પોતાને રિયલિસ્ટિક કહીને પ્લાસ્ટિક જેવા સેટ અને બનાવટી લોકેશન પીરસે છે. ‘ઘમાસાન’ આ બાબતમાં ઘણી સારી લાગે છે. અહીં માટી દેખાય છે, ધૂળ દેખાય છે અને બીહડ ખરેખર બીહડ લાગે છે. કોસ્ટ્યુમથી લઈને ભાષા અને પ્રોડક્શન ડિઝાઈન સુધી ઘણું એવું છે જે સ્ટોરીની દુનિયામાં તમને ખેંચી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. રાજપાલ યાદવ પણ છોડે છે પોતાની છાપ

ફિલ્મમાં રાજપાલ યાદવ પણ એક મહત્વના અને રંગીન કિરદારમાં નજરે પડે છે. તેમનો રોલ સ્ટોરીમાં અલગ રંગ ઉમેરે છે અને તેઓ પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહે છે. જ્યારે પ્રતીક ગાંધીએ પોતાના રોલમાં ચાર્મ અને ગંભીરતાનું સારું બેલેન્સ જાળવ્યું છે. તેઓ ન તો જરૂરથી વધુ હીરો બનવાની કોશિશ કરે છે અને ન તો રોલને ભારે બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. ક્લાઈમેક્સે થોડી ગેમ બગાડી

હવે આવીએ તે ભાગ પર જ્યાં ‘ઘમાસાન’ થોડી કમજોર દેખાય છે. ફિલ્મનો મોટો ભાગ તમને બાંધી રાખે છે પણ જેમ-જેમ ક્લાઈમેક્સ આવે છે, સ્ટોરી થોડી ઉતાવળમાં દોડતી અનુભવાય છે. જે તણાવ અને ધીરજ સાથે ફિલ્મ તમને અહીં સુધી લાવે છે, તેની સરખામણીમાં છેલ્લો ભાગ એટલો દમદાર અસર નથી છોડી શકતો. બાળકો પર થતી હિંસાનો ટ્રેક પણ એટલી ઊંડાઈથી અસર નથી કરતો જેટલી તે કરી શકતો હતો. ‘સોનચિરૈયા’એ આવી જ હિંસા અને તેની ભયાનકતાને વધુ બેચેન કરનારી રીતે બતાવી હતી. અને આ જ સૌથી મોટી ખામી છે તે ફિલ્મ ટેક્નીકલ રીતે ઘણી મજબૂત છે, સ્ટોરી રસપ્રદ છે, કલાકારો સારા છે પણ અંતે તે ઈમોશનલ પંચ નથી પડતો જેની રાહ આખી ફિલ્મ દરમિયાન રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. તિગ્માંશુ ધૂલિયાનો જાદુ

તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મોમાંથી માત્ર બીહડ કે બંદૂકની અપેક્ષા નથી રહેતી. તેમની ફિલ્મોમાં એક બગાવત, એક કડવાશ અને સિસ્ટમ વિરુદ્ધની બેચેની અનુભવાય છે. ‘પાન સિંહ તોમર’નો તે પ્રખ્યાત ડાયલોગ યાદ આવે છે – બીહડ મેં બાગી હોતે હું, ડકૈત પાર્લામેન્ટ મેં મિલતે હૈ" . ‘ઘમાસાન’માં બીહડ છે, ડકૈત છે, પોલીસ છે, રાજકારણ છે અને સિસ્ટમ પણ છે. પણ તે એક લાઈન જેવી ચૂભન અને બગાવતવાળી ધાર આખી ફિલ્

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. જોવી જોઈએ કે નહીં?

હા ફિલ્મ ચોક્કસ જોવા લાયક છે. જો તમને ડાકુ ડ્રામા, પોલીસ સામે ગેંગસ્ટરની સ્ટોરી, બુંદેલખંડનું વાતાવરણ અને બિનજરૂરી હીરોઈઝમથી દૂર રહેતી થ્રિલર ગમતી હોય તો ‘ઘમાસાન’ તમને નિરાશ નહીં કરે. અરશદ વારસીનો નવો અવતાર ફિલ્મનો સૌથી મોટો સરપ્રાઈઝ છે અને પ્રતીક ગાંધી તેમની સારી ટક્કર આપે છે. તિગ્માંશુ ધૂલિયાની દુનિયા, લોકેશન અને ડિટેલિંગ ફિલ્મને અલગ ઓળખ આપે છે. ફક્ત અફસોસ એટલો છે કે જે ‘ઘમાસાન’’ સાથે ફિલ્મ શરૂ થાય છે તેનો પૂરો ધમાકો ક્લાઈમેક્સમાં નથી થઈ શક્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ghamasaan Bundelkhand Arshad Warsi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ