ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા, પાલમ એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રીએ કર્યું સ્વાગત
Last Updated: 07:19 AM, 11 September 2026
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા હતા. તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું. એરપોર્ટ પર પહોંચ્યા બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે પુતિનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટથી રવાના થયો હતો. પુતિન દિલ્હીની હોટેલ ITC મૌર્યમાં રોકાવાની અપેક્ષા છે.
ADVERTISEMENT

પુતિનની ભારત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી તેમની હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે. આ સમિટમાં ઘણા દેશોના રાજ્ય અને સરકારના વડાઓ હાજરી આપવાના છે.
ADVERTISEMENT
પુતિન જે હોટેલમાં રોકાવાના છે ત્યાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ અને તેની આસપાસ અલગ અલગ સ્તરે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ દિલ્હી પહોંચી ગઈ છે અને હોટેલ તેમજ આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. પુતિનની હોટેલમાં ચાર સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Russian President Vladimir Putin’s convoy leaves from Delhi Airport.
— ANI (@ANI) September 10, 2026
President Putin arrived in the national capital tonight for the BRICS Summit 2026. During his visit, he will also hold talks with PM Narendra Modi and have a series of bilateral meetings. pic.twitter.com/JwDd7Ebq3q
ADVERTISEMENT
સુરક્ષાના સૌથી અંદરના સ્તરમાં ક્લોઝ પ્રોટેક્શન ટીમ એટલે કે CPT રહેશે. આ ટીમ સીધી રીતે રાષ્ટ્રપતિની નજીકની સુરક્ષા સંભાળશે. ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તૈનાત રહેશે. ત્રીજા સ્તરમાં દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો રહેશે, જ્યારે સૌથી બહારની સુરક્ષા પરિમિતિની જવાબદારી સ્થાનિક પોલીસ સંભાળશે. આ ઉપરાંત હોટેલના સ્ટાફનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ દરેક સ્તરે સતત નજર રાખી રહી છે.
#WATCH | Delhi: Russian President Vladimir Putin arrives in India ahead of the BRICS Summit 2026. During his visit, he will also hold talks with PM Narendra Modi and have a series of bilateral meetings. pic.twitter.com/pax5EW70Yu
— ANI (@ANI) September 10, 2026
ADVERTISEMENT
પુતિનની સાથે રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ રહેશે. તેમાં કમાન્ડો અને સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થશે, જે રાષ્ટ્રપતિની હિલચાલ દરમિયાન તેમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી રાખશે. પુતિનની સંભવિત હોટેલમાં એક વધારાના ડેપ્યુટી પોલીસ કમિશનર એટલે કે DCP અને બે આસિસ્ટન્ટ કમિશનર એટલે કે ACPને અલગ અલગ શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન સુરક્ષા અધિકારીઓ ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 1.50 કરોડ લોકોનો જીવ છે જોખમમાં! ગ્લેશિયલ લેક લાવી શકે નેપાળ જેવી તબાહી
ભારતની મુલાકાત દરમિયાન પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે શુક્રવારે દ્વિપક્ષીય વાતચીત થવાની અપેક્ષા છે. આ બેઠકમાં સંરક્ષણ, વેપાર અને આર્થિક સહયોગ સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં આર્થિક સહયોગ ઉપરાંત વૈશ્વિક સ્તરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સમિટ પહેલાં પુતિનનું ભારત આગમન બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ હાઇ-પ્રોફાઇલ મુલાકાત માનવામાં આવી રહી છે. છેલ્લા નવ મહિનામાં પુતિનની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલાં તેઓ 5 ડિસેમ્બર, 2025ના રોજ ભારત આવ્યા હતા. હવે બ્રિક્સ સમિટમાં તેમની હાજરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંભવિત દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ