ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 1.50 કરોડ લોકોનો જીવ છે જોખમમાં! ગ્લેશિયલ લેક લાવી શકે નેપાળ જેવી તબાહી

વિશ્વ / 1.50 કરોડ લોકોનો જીવ છે જોખમમાં! ગ્લેશિયલ લેક લાવી શકે નેપાળ જેવી તબાહી

Published By: Pravin Joshi

Last Updated: 07:29 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ વોર્મિંગના કારણે 1990 પછી ગ્લેશિયર તળાવોના કદ અને સંખ્યામાં 50% નો વધારો થયો છે, જેનાથી ગ્લેશિયર ફાટવાનું (GLOF) જોખમ 6 ગણું વધી ગયું છે.

ADVERTISEMENT

નેપાળ અને તિબ્બત સરહદી ક્ષેત્રમાં તાજેતરમાં આવેલી વિનાશક પૂરની હોનારતે સમગ્ર વિશ્વનું ધ્યાન પર્વતીય વિસ્તારો પર મંડરાઈ રહેલા એક અતિ ગંભીર અને ભયાનક જોખમ તરફ ખેંચ્યું છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે આ આફત પાછળ 'ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ' (GLOF) એટલે કે હિમનદી પીગળવાથી બનેલા તળાવો ફાટવાની ઘટના જવાબદાર છે. વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલય સહિત વિશ્વના વિવિધ પર્વતો પરથી ગ્લેશિયરો ઝડપથી ઓગળી રહ્યા છે, જેના કારણે રચાયેલા અસ્થિર તળાવો ફાટવાથી દુનિયાના આશરે 1.50 કરોડ લોકો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે.

JJKJKJKJ

1990 પછી ગ્લેશિયર તળાવોમાં 50 ટકાનો વધારો

વિજ્ઞાનીઓના તાજેતરના અહેવાલો મુજબ, માનવસર્જિત વાતાવરણીય ફેરફારોને કારણે ગ્લેશિયરો આકુંચન પામી રહ્યા છે. 1990 ના દાયકાથી ગ્લેશિયર પીગળીને બનતા તળાવોની સંખ્યા અને ક્ષેત્રફળમાં 50 ટકા સુધીનો જંગી વધારો થયો છે. આ તળાવો કોઈ મજબૂત કૃત્રિમ બંધથી નહીં પરંતુ બરફ, પથ્થર અને માટીના કુદરતી કાંપ (મોરેન) થી ઘેરાયેલા હોય છે. તેથી ભૂકંપ, અતિવૃષ્ટિ કે બરફનો મોટો ટુકડો તૂટી પડવાથી આ કચ્ચા બાંધ તૂટી પડે છે અને કરોડો લીટર પાણી ઘસમસતા પૂરના સ્વરૂપે નીચે આવેલી ઘાટીઓને વહાવી જાય છે.

ભારત, નેપાળ અને પાકિસ્તાન પર સૌથી વધુ સંકટ

વર્ષ 2023 માં 'નેચર કમ્યુનિકેશન્સ' જર્નલમાં પ્રકાશિત ગ્લોબલ રિસ્ક મેપ અનુસાર, GLOF નો સૌથી વધુ ભોગ બનનારા વિસ્તારોમાં મધ્ય એશિયા અને હિમાલય ક્ષેત્ર અગ્રણી છે. પેરૂ, ભારત, પાકિસ્તાન અને ચીનના પહાડી વિસ્તારોમાં જ આ સંભવિત ખતરાનો સામનો કરી રહેલી અડધોઅડધ વસ્તી વસે છે. પર્વતીય વિસ્તારોમાં વધતી જતી માનવ વસવાટની ઘનતાને કારણે કુદરતી આફતોમાં જાનમાલનું નુકસાન સતત વધી રહ્યું છે. 2010 ના દાયકાથી આવી ઘટનાઓની વાર્ષિક સરેરાશમાં 6 ગણો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : પાટણના બગવાડા દરવાજા પાસે ભૂવામાં ST બસના પાછળના બંને ટાયર ફસાયા, મુસાફરોને રસ્તામાં ઉતાર્યા

બચાવ માટે અદ્યતન ટેકનોલોજી અને મોનિટરિંગ જરૂરી

સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોએ ગ્લેશિયર ક્ષેત્રોમાં સેન્સર અને અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવીને સમયસર ગ્રામીણ વિસ્તારો ખાલી કરાવી જાનહાનિ અટકાવવામાં સફળતા મેળવી છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશો માટે હિમાલયની ઉચ્ચ શિખરો પર કડક મોનિટરિંગ કરવું પડકારજનક છે. તેમ છતાં, સેટેલાઈટ ઈમેજિંગ, સ્થાનિક ચેતવણી પ્રણાલી, સાર્વજનિક જાગૃતિ અને જોખમી ઘાટીઓમાં અનિયંત્રિત બાંધકામો અટકાવીને જ લાખો લોકોના જીવ બચાવી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GlacialLakes ClimateChange GLOF

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ