ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના બગવાડા દરવાજા પાસે ભૂવામાં ST બસના પાછળના બંને ટાયર ફસાયા, મુસાફરોને રસ્તામાં ઉતાર્યા
Last Updated: 12:24 PM, 9 September 2026
ADVERTISEMENT
પાટણ શહેરમાં પાલિકાના અણઘટ વહીવટના કારણે એક મોટી ઘટના બનતા બનતા ટળી ગઈ હતી. શહેરના બગવાડા દરવાજા પાસે રોડ અચાનક બેસી જતા ચાણસ્માથી પાટણ તરફ આવતી ST બસ ભુવામાં ફસાઈ ગઈ હતી. મુસાફરોથી ભરેલી બસ રોડ પર આગળ વધી રહી હતી ત્યારે રસ્તો બેસી જતા બસના પાછળના બંને ટાયર ભુવામાં ફસાઈ ગયા હતા. જેના કારણે બસ આગળ વધી શકી ન હતી અને મુસાફરોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ચાણસ્માથી પાટણ આવતી ST બસ બગવાડા દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડનો એક ભાગ અચાનક બેસી ગયો હતો. બસના પાછળના બંને ટાયર ભુવામાં ફસાઈ જતા બસ ત્યાં જ અટકી ગઈ હતી. બસમાં પેસેન્જરો પણ સવાર હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
ADVERTISEMENT
રોડ બેસી જતા બસ ભુવામાં ફસાઈ હોવાથી મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસમાંથી તમામ પેસેન્જરોને રસ્તામાં જ ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ ફસાયેલી ST બસને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેનની મદદથી બસને ભુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરના રસ્તા પર આ રીતે રોડ બેસી જતા મુસાફરોથી ભરેલી ST બસ ભુવામાં ફસાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. સદનસીબે બસમાં સવાર કોઈ મુસાફરને ઈજા કે જાનહાની થઈ નથી.
પાટણમાં રોડ બેસી જતાં ST બસ ભુવામાં ખાબકી, પાછળના બંને ટાયર ફસાયા; સદનસીબે જાનહાનિ ટળી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2026
પાટણના બગવાડા દરવાજા પાસે રોડ બેસી જતાં ચાણસ્માથી પાટણ આવતી મુસાફર ભરેલી ST બસ ભુવામાં ફસાઈ હતી. બસના પાછળના બંને ટાયર ભુવામાં ફસાતા મુસાફરોને રસ્તામાં જ ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં… pic.twitter.com/7m8ObJKpdc
ADVERTISEMENT
સ્થાનિક લોકોમાં પણ પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. રોડની સ્થિતિ યોગ્ય રીતે જાળવવામાં ન આવતી હોવાના કારણે ST બસને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પાલિકાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના મુખ્ય રસ્તાઓ પર રોડની સ્થિતિ અને આવા ભુવા અંગે સમયસર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
હાલમાં ફસાયેલી ST બસને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. મુસાફરોને બસમાંથી રસ્તામાં જ ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મુસાફરોથી ભરેલી બસ ભુવામાં ફસાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ