ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કિંજલ રબારીના વિવાદ પર સમાજના આગેવાનની સમાજને મીઠી અપીલ, જુઓ શું કહ્યું?
Last Updated: 03:02 PM, 7 September 2026
ADVERTISEMENT
કિંજલ રબારીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સમાજના આગેવાન દશરથ ખાંભેલે સમાજના યુવાઓ સહિત બંને પક્ષના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. દશરથ ખાંભેલના જણાવ્યા મુજબ, કિંજલ બીજી વખત પોતાની મરજીથી ગઈ છે અને પહેલી વખત તેણે પોતે સમાજ પાસે મદદ માંગી હતી, જેના પગલે સમાજ દ્વારા મદદ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે CCTV ફૂટેજમાં પણ કિંજલ પોતાની મરજીથી જતી જોવા મળી રહી છે. સમગ્ર મામલે કોઈ ઉશ્કેરણી કે અશાંતિ ન સર્જાય તે માટે બંને પક્ષના લોકોને શાંતિ અને સંયમ જાળવવા દશરથ ખાંભેલે અપીલ કરી છે.
ADVERTISEMENT
કથિત અપહરણના મામલે મહત્વનો વળાંક
ADVERTISEMENT
અમદાવાદ: લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના મામલે મહત્વનો વળાંક આવ્યો છે. કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પોતાનું અપહરણ થયું હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. બીજી તરફ, ચાંદખેડા પોલીસની તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજને આધારે પણ અપહરણના દાવા અંગે સવાલો ઉભા થયા છે.
કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
ADVERTISEMENT
કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, તેમના પરિવારે તેમની મરજી વિરુદ્ધ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. કિંજલે પોતે અશોક ચૌધરીની પત્ની હોવાનું જણાવીને કહ્યું કે, હવે તે પોતાના પતિ સાથે આવી ગઈ છે. કિંજલના જણાવ્યા અનુસાર, તેમના પરિવારજનોએ તેમના પતિ અશોક ચૌધરી સાથે મારપીટ પણ કરી હતી. સમગ્ર મામલે કિંજલે પોતાના પતિ સાથે હોવાની વાત સ્પષ્ટ કરતાં અપહરણના આરોપોને ફગાવી દીધા છે.
ADVERTISEMENT
CCTV ફૂટેજથી તપાસમાં નવો વળાંક
ચાંદખેડા પોલીસની તપાસમાં CBD મોલના CCTV કેમેરાના ફૂટેજ મહત્વના પુરાવા તરીકે સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજમાં કિંજલ રબારી જાતે જ એક કારમાં બેસતી હોવાનું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
અપહરણના આક્ષેપ અંગે તપાસને નવો વળાંક મળ્યો
કિંજલ કારમાં બેસતી હતી તે સમયના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસ મુજબ, ઉપલબ્ધ CCTV ફૂટેજમાં કિંજલને પોતાની રીતે કારમાં બેસતી જોઈ શકાય છે, જેના આધારે અપહરણના આક્ષેપ અંગે તપાસને નવો વળાંક મળ્યો છે.
ADVERTISEMENT
પતિ સાથે CBD મોલની બહાર જોવા મળી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ, કિંજલ રબારી પોતાના પતિ અશોક ચૌધરી સાથે CBD મોલની બહાર જોવા મળી હતી. બંને મોલની આસપાસ ચક્કર લગાવતા હોવાની વિગતો પણ સામે આવી છે.
હાલ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કિંજલ રબારીના સોશિયલ મીડિયા વીડિયો અને CCTV ફૂટેજ સામે આવ્યા બાદ કથિત અપહરણના કેસમાં ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ હકીકતો સ્પષ્ટ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો