ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:38 AM, 6 September 2026
1/6
સપ્તાહ દરમિયાન ભાવમાં થયેલા ફેરફારોને જોતાં, MCX પર 5 ઓક્ટોબરની એક્સપાયરી ધરાવતા 10 ગ્રામ સોનાનો ભાવ 28 ઓગસ્ટે 1,56,281 રુપિયા પર બંધ થયો હતો, જ્યારે ગયા શુક્રવારે દિવસના કારોબારના અંતે આ કિંમતી ધાતુનો ભાવ 1,52,815 રુપિયા હતો. આમ, સપ્તાહ દરમિયાન સોનું પ્રતિ 10 ગ્રામ 3,466 રુપિયા સસ્તું થયું હતું.
2/6
ચાંદીના ભાવની વાત કરીએ તો, છેલ્લા એક સપ્તાહમાં તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર ચાંદીનો ભાવ 2,42,444 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે 4 સપ્ટેમ્બર સુધીમાં ઘટીને 2,37,500 રુપિયા થઈ ગયો હતો. આ આંકડાઓ પરથી કહી શકાય કે એક સપ્તાહ દરમિયાન 1 કિલો ચાંદીના ભાવમાં 4,944 રુપિયાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
3/6
ગયા અઠવાડિયે ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા બાદ આ કિંમતી ધાતુ તેના અત્યાર સુધીના લાઇફ ટાઇમ હાઇ લેવલની સરખામણીએ વધુ સસ્તી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં MCX પર ચાંદીના વાયદાના ભાવ પ્રથમ વખત 4 લાખ રુપિયાની ઐતિહાસિક સપાટીને વટાવીને 4,20,048 રુપિયા ની ટોચ પર પહોંચ્યા હતા. વર્તમાન ભાવની સરખામણીએ જોઈએ તો, ચાંદી હવે તે સર્વોચ્ચ સ્તર કરતાં પ્રતિ કિલોગ્રામ 1,82,548 રુપિયા સસ્તી છે.
4/6
ફ્યુચર્સ ટ્રેડિંગને અનુસરીને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઘરેલુ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો, 'ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) ની વેબસાઇટના આંકડા દર્શાવે છે કે 28ઓગસ્ટના રોજ 24-કેરેટ સોનાનો ભાવ 1,59,578 રુપિયા પર બંધ થયો હતો અને ગયા શુક્રવાર સુધીમાં તે ઘટીને 1,54,884 રુપિયા પર આવી ગયો હતો. આ કિંમતી પીળી ધાતુના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 4694 રુપિયા નો ઘટાડો સૂચવે છે. દરમિયાન, આ સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં 8,436 રુપિયાનો ઘટાડો થયો હતો, અને તે 2,43,892 રુપિયા થી ઘટીને 2,35,456 રુપિયા પર આવી ગઈ હતી.
ADVERTISEMENT
5/6
24 -કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,54,884 રુપિયા પર સ્થિર થયો હતો. દરમિયાન, સ્થાનિક બજારમાં સોનાની વિવિધ ગુણવત્તાના ભાવ જોઈએ તો, 22-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1,51,170 રુપિયા, 20-કેરેટ સોનું 1,37,850 રુપિયા, 18-કેરેટ સોનું 1,25,460 રુપિયા અને 14-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 99,900 રુપિયા રહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ