ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:34 PM, 5 September 2026
ADVERTISEMENT
5 સપ્ટેમ્બર 2026ના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ખરીદદારો માટે આજનો દિવસ ખાસ મહત્ત્વનો છે કેમ કે બંને મેટલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સોનું આશરે 1200 રૂપિયા સુધી મોંઘું થયું છે જ્યારે ચાંદીમાં આશરે 2000 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
નેશનલ લેવલે સોનાનો ભાવ આશરે 1,52,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો છે અને ચાંદી 2,37,130 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ જોવા મળી રહી છે. જોકે અલગ-અલગ શહેરોમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,52,770 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ આશરે 1,40,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. અહીં ચાંદીનો ભાવ આશરે 2,36,290 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. મુંબઈમાં 22 કેરેટ સોનું દિલ્હી કરતાં થોડું સસ્તું પડે છે અને આશરે 1,40,287 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. ચેન્નઈ અને કોલકાતામાં પણ 22 કેરેટ સોનાના ભાવ આશરે 1,51,950 થી 1,51,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ અને GST અલગથી ઉમેરાય છે, તેથી અંતિમ કિંમત આ ભાવ કરતાં વધારે હોઈ શકે છે. સોના-ચાંદીના ભાવ માત્ર ઘરેલું માંગ પર નિર્ભર નથી. જેમાં ઇન્ટરનેશનલ બજારના ભાવ, ડોલર સામે રૂપિયાની હિલચાલ, અમેરિકી વ્યાજ દરોની અપેક્ષા, વૈશ્વિક તણાવ અને રોકાણકારોની ખરીદી જેવા પરિબળો તેના પર સીધો અસર કરે છે.
ADVERTISEMENT
જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા શહેરના લેટેસ્ટ ભાવ જરૂર તપાસી લો અને સ્થાનિક જ્વેલર્સ પાસેથી વધુ જરુરથી માહિતી મેળવો.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ