ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાઠીની આ મહિલાએ સોશિયલ મીડિયાથી ઉભો કર્યો ગજબનો વ્યવસાય, 25 મહિલાઓને આપે છે રોજગારી, અમેરિકા-કેનેડા સુધી વેંચે છે પ્રોડક્ટ

અમરેલી / લાઠીની આ મહિલાએ સોશિયલ મીડિયાથી ઉભો કર્યો ગજબનો વ્યવસાય, 25 મહિલાઓને આપે છે રોજગારી, અમેરિકા-કેનેડા સુધી વેંચે છે પ્રોડક્ટ

Published By: Vishal Khamar
Reported By: Dilip Jiruka

Last Updated: 06:03 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજપરના ગોદડાની સાત દેશોમાં ધૂમ.લાઠીના અંતરિયાળ ગામની મહિલાએ સોશિયલ મીડિયાથી ઉભો કર્યો અનોખો વ્યવસાય. હાથબનાવટના ગોદડાથી 25 મહિલાઓને રોજગાર, અમેરિકા-કેનેડા સહિત સાત દેશોમાં પહોંચ્યા તાજપર ના ગોદડા.

ADVERTISEMENT

લાઠી તાલુકાનું અંતરિયાળ તાજપર ગામ.. જ્યાં ઇન્ટરનેટની પુરી સુવિધા પણ નથી, પરંતુ આ ગામમાં તૈયાર થતા હાથબનાવટના ગોદડાની માંગ હવે દેશ-વિદેશમાં વધી રહી છે. 55 વર્ષીય હંસાબેન દાનસંગભાઈ રાઠોડે છ મહિના પહેલા ગોદડા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. ખેતીનું કામ ઓછું હોય ત્યારે કંઈક અલગ કરવાની ભાવનાથી શરૂ કરેલી આ પહેલ આજે વ્યવસાયનું સ્વરૂપ લઈ ચૂકી છે.

હંસાબેનને એક ગોદડું બનાવતી વખતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનો વિચાર આવ્યો. વીડિયો શેર કર્યા બાદ શરૂઆતમાં સુરતથી ઓર્ડર મળ્યો અને ત્યારબાદ ગ્રાહકોના માધ્યમથી ગોદડાની માહિતી વધુ લોકો સુધી પહોંચતી ગઈ. આજે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ ગોદડાની માંગ થઈ રહી છે.

તાજપરના આ હાથબનાવટના ગોદડાની ખાસ વાત એ છે કે તેની પહોંચ હવે ભારતની સીમાઓ વટાવીને વિદેશ સુધી પહોંચી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સહિત સાત દેશોમાં ગોદડા મોકલવામાં આવી રહ્યા છે. હંસાબેનના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 600થી 700 જેટલા ગોદડાનું વેચાણ થયું છે. હાલ દરરોજ આશરે 15થી 20 જેટલા ગોદડા તૈયાર થાય છે.

ગુજરાતમાં એક ગોદડાની કિંમત આશરે 1800 રૂપિયા, જ્યારે અન્ય રાજ્યોમાં 2200 રૂપિયા સુધી રહે છે. વિદેશમાં પણ ગોદડાની મૂળ કિંમત આશરે 1800 રૂપિયા છે અને કુરિયર ખર્ચ અલગથી લેવામાં આવે છે. આમ, નાના ગામની મહિલાના હાથનું હુન્નર સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના ગ્રાહકો સુધી પહોંચી રહ્યું છે.

હંસાબેનની આ પહેલથી માત્ર એક મહિલાનો વ્યવસાય નહીં, પરંતુ તાજપરની અનેક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ ઊભું થયું છે. હાલ આશરે 25 મહિલાઓ ગોદડા બનાવવાના કામ સાથે જોડાયેલી છે. કેટલીક મહિલાઓ હંસાબેનના ઘરે કામ કરે છે, જ્યારે કેટલીક મહિલાઓ ઘરે રહીને પણ ગોદડા તૈયાર કરે છે. એક મહિલા બે ગોદડા તૈયાર કરે તો દિવસના 600 રૂપિયા સુધીની મજૂરી મળે છે.

આ પણ વાંચોઃ ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કોર્ટે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગોદડા બનાવવાનું તેમને પણ આ કામથી આખા દિવસની રોજગારી મળી રહી છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળી રહી છે. હંસાબેનનો આ વ્યવસાય હજુ વધુ આગળ વધે અને ગામની વધુ મહિલાઓને રોજગારી મળે. આમ, તાજપર ગામની મહિલાઓના હુન્નર, મહેનત અને સ્વરોજગારની આ પહેલ હવે સાત દેશો સુધી પોતાની ઓળખ બનાવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hansaben Rathod handmade quilts Gujarat women entrepreneurship Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ