ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘બિગ બોસ 20’ના સેટ પર ભડક્યા સલમાન ખાન, કહ્યું- ‘કેમેરા સામે આવવાની જરૂર નથી’, જુઓ VIDEO

મનોરંજન / ‘બિગ બોસ 20’ના સેટ પર ભડક્યા સલમાન ખાન, કહ્યું- ‘કેમેરા સામે આવવાની જરૂર નથી’, જુઓ VIDEO

Published By: Jinal Chauhan

Last Updated: 01:58 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘બિગ બોસ 20’ના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ અચાનક ગુસ્સામાં જોવા મળ્યા. જોકે થોડી જ વારમાં સલમાન ફરી શાંત અને ચિલ મૂડમાં જોવા મળ્યા.

ADVERTISEMENT

‘બિગ બોસ 20’ના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છેવીડિયોમાં સલમાન ખાન અચાનક એક વ્યક્તિ પર ગુસ્સે થતા જોવા મળે છે.કેમેરાની સામે આવેલા વ્યક્તિને તેમણે ફટકાર લગાવીને ત્યાંથી દૂર રહેવા કહ્યું હતું.આ સિવાય પાપારાઝીના શોરથી પણ સલમાન થોડા નારાજ જોવા મળ્યા હતા.જોકે બાદમાં તેઓ શાંત થઈ ગયા અને પાપારાઝી સાથે ફોટો પણ પડાવ્યો હતો.સલમાન ખાનની સ્ક્રીન પ્રેઝન્સ એવી છે કે તેમને જોતા જ લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાઈ જાય છે. ફિલ્મોની સાથે તેઓ ટીવી પર પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. હવે ‘બિગ બોસ 20’ની શરૂઆત થવા જઈ રહી છે અને શોના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. સલમાનને શોના સેટ પર નવા કાઉબોય લુકમાં જોવા મળ્યા હતા.

‘બિગ બોસ 20’ના સેટ પર સલમાનનો પારો ચઢ્યો

‘બિગ બોસ 20’ના શૂટિંગ દરમિયાન સેટ પર પાપારાઝી પણ પહોંચ્યા હતા. સલમાને તેમની સામે અનેક પોઝ આપ્યા હતા. જોકે આ દરમિયાન એક વ્યક્તિ તેમના કેમેરાની સામે આવી ગયો હતો. તે વ્યક્તિ ઝડપથી બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સલમાનની નજર તેના પર પડી ગઈ હતી. ત્યારબાદ સલમાને તેને કેમેરાની સામે ન આવવા માટે ફટકાર લગાવી હતી.

સલમાને કહ્યું- કેમેરા સામે આવવાની જરૂર નથી

વીડિયોમાં સલમાન તે વ્યક્તિને કહેતા જોવા મળે છે કે કેમેરાની સામે આવવાની કોઈ જરૂર નથી. તેમણે ગુસ્સામાં કહ્યું હતું કે ‘પાપા... આ તારું કામ નથી પાપા. કેમેરા સામે આવવાની કોઈ જરૂર નથી.’ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા તે ઝડપથી વાયરલ થઈ ગયો હતો.

પાપારાઝી પર પણ ગુસ્સે થયા સલમાન

આ સિવાય સામે આવેલા અન્ય એક વીડિયોમાં સલમાન પાપારાઝી પર પણ ગુસ્સે થતા જોવા મળ્યા હતા. સલમાનનું ધ્યાન ખેંચવા માટે કેટલાક લોકો શોર કરી રહ્યા હતા. આ દરમિયાન સલમાને તેમને શાંત રહેવા કહ્યું હતું. જોકે થોડા સમય બાદ તેમનો મૂડ સામાન્ય થઈ ગયો હતો અને તેઓ સેટ પર એકદમ શાંત અને ચિલ જોવા મળ્યા હતા.

અંતે પાપ્સ સાથે ફોટો પણ પડાવ્યો

ગુસ્સાની આ ઘટના બાદ સલમાને પાપારાઝી સાથે આરામથી મુલાકાત કરી હતી. તેમણે અંતે સૌની સાથે મળીને ફોટા પણ પડાવ્યા હતા. આ રીતે શરૂઆતમાં ગુસ્સામાં જોવા મળેલા સલમાને બાદમાં પાપારાઝી સાથે હળવા અંદાજમાં સમય પસાર કર્યો હતો અને તેમને ફોટો માટે પોઝ પણ આપ્યા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ 40 વર્ષની ટીવી એક્ટ્રેસનો માલદીવથી બિકીની લુક વાયરલ, ફેન્સ તેના ગ્લેમરસ અવતારના થયા દીવાના!

સલમાનના વીડિયોને જોઈને લોકોની અલગ અલગ પ્રતિક્રિયા

સલમાનનો ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. તેમના ફેન્સ ઉપરાંત રાખી સાવંતને પણ સલમાનનો આ અંદાજ પસંદ આવ્યો હતો. જોકે કેટલાક યુઝર્સે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સલમાન ઘણીવાર આ પ્રકારના ગુસ્સાવાળા મૂડમાં જોવા મળે છે.

ફેન્સને સલમાનની તબિયતની પણ ચિંતા

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોમાં સલમાન થોડા નબળા અને થાકેલા દેખાતા હોવાની વાત કરી હતી. આ કારણે તેમના ફેન્સે તેમની તબિયતને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે વીડિયોમાં દેખાતા હાવભાવના આધારે તેમની તબિયત અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

‘બિગ બોસ 20’ બાદ આ ફિલ્મમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘બિગ બોસ 20’ બાદ સલમાન ખાન ડિરેક્ટર વામશી પૈદિપલ્લીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ હાલ ‘મોનસ્ટર’ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ આગામી વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની માહિતી સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Bigg Boss 20 Salman Khan Angry Video

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ