ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 4 અલગ-અલગ અકસ્માતમાં PSI સહિત કુલ 11નાં મોત, રસ્તાઓ થયા રક્તરંજીત

દુઃખદ / ગુજરાતમાં 4 અલગ-અલગ અકસ્માતમાં PSI સહિત કુલ 11નાં મોત, રસ્તાઓ થયા રક્તરંજીત

Published By: Vishal Khamar
Reported By: Gaurav Patel

Last Updated: 02:34 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ નજીક મનુબર ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલ સહિત 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં.

ADVERTISEMENT

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ પાસે આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં PSI સહિત ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલનો પણ સમાવેશ થાય છે. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કારને અકસ્માત નડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર

બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મિત્રોના કરુણ મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ, અમીરગઢ GRDમાં ફરજ બજાવતો એક યુવક પોતાના મિત્ર સાથે બાઈક પર કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન ચેકપોસ્ટ નજીક અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારતાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે અમીરગઢ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગાંધીનગરના અડાલજ નજીક વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગરબા રમીને પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર મહારાજા હોટલ પાસે અચાનક બેકાબૂ બની વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, કારમાં બે યુવકો અને બે યુવતીઓ સહિત કુલ ચાર લોકો સવાર હતા. તેઓ ગાંધીનગરથી હાઇવે મારફતે અમદાવાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ નજીક મહારાજા હોટલ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી વૃક્ષ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતને પગલે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ દમ તોડતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ રીક્ષા પર કાળ બનીને ત્રાટક્યું અજાણ્યું વાહન, ચાલક સહિત વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત

ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કારચાલકે કાબૂ કેવી રીતે ગુમાવ્યો તે સહિતની વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ગરબા રમીને ખુશીથી પરત ફરી રહેલા ખેલૈયાઓ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, વૃદ્ધ પતિ પોતાની પત્નીને પાલનપુર ખાતે ડાયાલિસિસ કરાવવા માટે લઈ ગયા હતા. સારવાર બાદ બંને રિક્ષામાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક પાછળથી આવેલા એક અજાણ્યા વાહને તેમની રિક્ષાને ટક્કર મારી હતી.

આ પણ વાંચોઃ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસ આવશે અમદાવાદ, કરશે લોરેન્સની પૂછપરછ

ટક્કર એટલી ગંભીર હતી કે આ અકસ્માતમાં રિક્ષાચાલક અને વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું હતું. એક તરફ પત્નીની સારવાર કરાવીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો રસ્તામાં જ કરુણ અંત આવ્યો, તો બીજી તરફ રિક્ષાચાલકે પણ જીવ ગુમાવતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. અકસ્માતને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSI Yash Patel Delhi-Mumbai Expressway accident Bharuch accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ