ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સિવિલ હોસ્પિ.ના તંત્ર સામે ગંભીર સવાલ, 70 વર્ષના વૃદ્ધા કેમ સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા?
Last Updated: 01:11 PM, 20 October 2026
ADVERTISEMENT
રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના પ્રાંગણમાંથી સામે આવેલા એક વીડિયોમાં આશરે 70 વર્ષનાં વૃદ્ધા પોતાના સ્વજનને સારવાર માટે લઈ જવા જાતે સ્ટ્રેચર ખેંચતાં જોવા મળી રહ્યાં છે. આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓને સમયસર સહાય પૂરી પાડવાની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ, હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામા અંગેની ચર્ચાએ પણ વિવાદને વેગ આપ્યો છે.
ADVERTISEMENT
વૃદ્ધાને જાતે સ્ટ્રેચર ખેંચવાની ફરજ પડી, વ્યવસ્થા સામે સવાલો
સામે આવેલા વીડિયોમાં વૃદ્ધા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોતાના સ્વજનને સ્ટ્રેચર પર લઈ જવા માટે જાતે જ ખેંચતાણ કરતાં જોવા મળે છે. વૃદ્ધાવસ્થામાં આરામ અને પરિવારના સહકારની જરૂરિયાત હોય છે, ત્યારે સારવાર માટે આવેલા સ્વજનને લઈ જવાની જવાબદારી પણ વૃદ્ધાએ પોતે નિભાવવી પડી હોવાનો આક્ષેપ ઊભો થયો છે.
ADVERTISEMENT
રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલ, 70 વર્ષના વૃદ્ધા કેમ સ્ટ્રેચર ખેંચવા મજબૂર? #Rajkot #CivilHospital #HospitalManagement #HealthcareSystem #VTVDigital https://t.co/K6oPSHIydr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2026
હોસ્પિટલમાં દર્દીઓને મદદ કરવા માટે સ્ટાફ, હેલ્પડેસ્ક અને અન્ય વ્યવસ્થાઓ હોવા છતાં આવી સ્થિતિ સર્જાઈ કેવી રીતે, તે તપાસનો વિષય બન્યો છે. દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે જરૂરી સહાય સમયસર કેમ ન મળી અને સંબંધિત કર્મચારીઓ ક્યાં હતા, તેવા સવાલો હવે ઊઠી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયો સામે આવતાં આરએમઓ સ્તરે તપાસ શરૂ
આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. એમ. એસ. રોયે જણાવ્યું હતું કે, વીડિયો તેમના ધ્યાન પર આવ્યા બાદ આરએમઓ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની મદદ માટે ખાસ હેલ્પડેસ્ક સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમ છતાં વૃદ્ધાને જાતે સ્ટ્રેચર ખેંચવાની જરૂર કેમ પડી, તે અંગે તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓને આવી મુશ્કેલી પડે તે ચલાવી લેવામાં નહીં આવે, તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
ADVERTISEMENT
એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાનો વિવાદ પણ ચર્ચામાં
ADVERTISEMENT
સ્ટ્રેચરની ઘટના વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામા અંગેનો મુદ્દો પણ ચર્ચામાં છે. આ મામલે ડો. એમ. એસ. રોયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, તેમના સુધી ડ્રાઇવરોનાં કોઈ લેખિત રાજીનામાં કે રજૂઆત પહોંચી નથી. જોકે, જો ડ્રાઇવરોએ રાજીનામાં આપ્યાં હોય અને તેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તે ચિંતાજનક બાબત છે. દર્દીઓની સારવારમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે એજન્સી મારફતે ત્રણ વધારાના ડ્રાઇવરોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રીક્ષા પર કાળ બનીને ત્રાટક્યું અજાણ્યું વાહન, ચાલક સહિત વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત
તપાસ બાદ જ સામે આવશે હકીકત
એક તરફ વૃદ્ધા દ્વારા જાતે સ્ટ્રેચર ખેંચવાની ઘટનાએ હોસ્પિટલની દર્દી સહાય વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ ડ્રાઇવરોના રાજીનામા અંગેની ચર્ચાએ પણ તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. હોસ્પિટલ તંત્રએ તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને દર્દીઓને સમયસર સહાય મળે તે માટે કેવાં પગલાં લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો