ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / FPIs ભારતીય શેરબજારથી કેમ ભાગી રહ્યા છે? ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોએ 52,100 કરોડ ખેંચી લીધા
Last Updated: 04:32 PM, 18 October 2026
ADVERTISEMENT
FPI Sell Off In October: ભારતીય શેરબજાર પ્રત્યે વિદેશી રોકાણકારોની ઉદાસીનતા ચાલુ છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં તગડી એફપીઆઇ વેચાઈ ગઈ છે, અને નિકાસી આંકડો સપ્ટેમ્બર મહિનામાં કુલ નિકાસ કરતાં વધી ગયો છે.
ADVERTISEMENT
ભારતીય શેરબજાર પ્રત્યેનો વિદેશી રોકાણકારોનો મૂડ સતત બગડી રહ્યો છે. અને તેનો અંદાજો એફપીઆઇની વેચવાલીના વધતા આંકડાને જોઇને લગાવી શકાય છે. સપ્ટેમ્બરમાં તગડા ઉપાડ બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓક્ટોબરમાં ભારતીય ઇક્વિટીમાંથી ₹52,000 કરોડથી વધુ નિકાસ કર્યા છે, જે સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં કરાયેલ વેચવાલીને પાર કરી ગયો છે.
સતત બીજા મહિને વારંવાર વેચાણ
ADVERTISEMENT
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડવાનો આ સતત બીજો મહિનો છે. ડિપોઝિટરી ડેટા ટાંકીને એક ન્યૂઝ અહેવાલમાં જણાવાયું છે કે પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે એફપીઆઇએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ₹52,100 કરોડની વેચવાલી કરી છે. અગાઉ સપ્ટેમ્બરમાં FPIs એ ભારતીય શેરબજારમાંથી ₹35,861 કરોડ નેટ નિકાસ કરી છે.
FPI ખરાબ મૂડમાં કેમ છે?
ADVERTISEMENT
ભારતીય શેરબજાર પ્રત્યે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માં નકારાત્મક ભાવના પાછળના કારણો અંગે અહેવાલ આ માટે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો અને મજબૂત ડોલર ગણવામાં આવે છે, જેણે વિદેશી રોકાણકારોના સેંટીમેંટ પર નેગેટિવ ઇફેક્ટ કરી છે.
જોકે 16 ઓક્ટોબરે વિદેશી રોકાણકારોએ સાધારણ ખરીદી કરી હતી. જાણકારોએ જણાવ્યું હતું કે યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં 5.3% થી 5.08% સુધીનો થોડો ઘટાડો અને ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ એ FPI સેન્ટિમેન્ટમાં કામચલાઉ ફેરફાર પાછળના કારણો હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / જાણીતી સરકારી બેંકે વધારી હોમ લોન, જાણો હવેથી કેટલી EMI તમારે ભરવી પડશે?
ADVERTISEMENT
લાંબા સમયથી શેરબજારના અસ્થિર ઉતાર-ચઢાવ સહન કરનારા રોકાણકારોને ગયા અઠવાડિયે નોંધપાત્ર લાભ મળ્યો. બજારમાં તેજી વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30-શેરનો સેન્સેક્સ 2,256.94 પોઈન્ટ વધ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 625.7 પોઈન્ટ વધ્યો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો