ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ₹2.10 લાખનો લહેંગો, હેવી ઘરેણાં અને ગજબનો લુક! નવરાત્રિ લુકમાં બોલિવૂડ ક્વીનનો રોયલ અંદાજ થયો વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / ₹2.10 લાખનો લહેંગો, હેવી ઘરેણાં અને ગજબનો લુક! નવરાત્રિ લુકમાં બોલિવૂડ ક્વીનનો રોયલ અંદાજ થયો વાયરલ

Last Updated: 05:20 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવરાત્રિના રંગે રંગાયેલી કંગના રાણાવતે પોતાના શાહી ટ્રેડિશનલ લુકથી ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2.10 લાખના ડિઝાઇનર લહેંગા અને ભારે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીમાં એક્ટ્રેસનો અંદાજ એવો છે કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચી રહી છે.

1/6

photoStories-logo

1. કંગનાનો નવરાત્રિ લુક

નવરાત્રિનો માહોલ હોય અને ફેશનની ચર્ચા ન થાય એવું તો ભાગ્યે જ બને. ખાસ કરીને જ્યારે બોલિવૂડની ક્વીન કંગના રાણાવત પોતાના આગવા અંદાજમાં તહેવારની રંગત વધારતી જોવા મળે. આ વખતે કંગનાએ એવો શાહી ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જેમાં મોંઘો ડિઝાઇનર લહેંગો, ચાંદીના ભારે ઘરેણાં અને આંખોને આકર્ષે એવો મેકઅપ, કંગનાના આ લુકમાં પરંપરા અને ફેશનનો સુંદર સંગમ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડિઝાઇનમાં છલકાય છે શાહી ઠાઠ

કંગના રાણાવતે નવરાત્રિના ખાસ અવસર માટે જાણીતા ડિઝાઇનર લેબલ Toraniનો સુંદર લહેંગા-ચોલી સેટ પસંદ કર્યો છે. આ આઉટફિટની કિંમત આશરે 2,10,500 રૂપિયાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલે કે કંગનાના આ ફેસ્ટિવ લુકમાં સ્ટાઇલની સાથે લક્ઝરીનો પણ ભરપૂર ટચ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઘેરદાર લહેંગા

જેમાં ઘેરદાર લહેંગા પર કરવામાં આવેલી બારીક કારીગરી, રંગબેરંગી પ્રિન્ટ અને આકર્ષક એમ્બ્રોઇડરી તેના લુકને ખાસ બનાવે છે. મરૂન જેવા ઘેરા રંગોની સાથે વિવિધ રંગોની ડિઝાઇન આ આઉટફિટને વધુ રોયલ લુક આપે છે. લહેંગાની બોર્ડર પરની ઝીણવટભરી કારીગરી અને લટકણની ડિટેલિંગ તેના સૌંદર્યમાં વધારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જ્વેલરી

ભારે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીએ લુકમાં ઉમેર્યો દેશી તડકો કંગનાના આ લુકની સૌથી ખાસ વાત માત્ર તેનો મોંઘો લહેંગો નથી પરંતુ તેની સાથે પસંદ કરેલા ઘરેણાં પણ છે. કંગનાએ ગોલ્ડ કે ડાયમંડ જ્વેલરીના બદલે હેવી ઓક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી પસંદ કરીને પોતાના લુકને અલગ ઓળખ આપી છે. લેયર્ડ નેકલેસ, મોટા ઇયરરિંગ્સ, હાથમાં પહેરેલી આકર્ષક બંગડીઓ અને સ્ટેટમેન્ટ આર્મ કફ્સ તેના ટ્રેડિશનલ અંદાજને વધુ ભવ્ય બનાવે છે. સાથે માથા પરનું માંગટીકું પણ તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ અને મેકઅપમાં પણ દેખાઈ ખાસ તૈયારી કંગનાએ પોતાના આઉટફિટને વધુ આકર્ષક બનાવવા માટે મેકઅપ અને હેરસ્ટાઇલ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. તેની હેરસ્ટાઇલમાં સુંદર રીતે ગૂંથેલી વેણી અને વાળની એક્સેસરીઝ પરંપરાગત લુકને વધુ નિખારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મેકઅપ

મેકઅપની વાત કરીએ તો આંખો પરનું વિંગ્ડ આઇલાઇનર તેના ચહેરાને શાર્પ અને આકર્ષક લુક આપે છે. ન્યુડ લિપ્સ અને ચહેરા પર કરવામાં આવેલી નાની ડેકોરેટિવ ડિટેલિંગને કારણે તેનો મેકઅપ વધારે પડતો ભડકાઉ લાગતો નથી. ટ્રેડિશનલ આઉટફિટ અને બોલ્ડ આઇ મેકઅપનું આ કોમ્બિનેશન તેના સમગ્ર લુકને ખાસ બનાવે છે. કંગના રાણાવતનો આ લુક ફક્ત મોંઘાં કપડાં પૂરતો મર્યાદિત નથી. તે દર્શાવે છે કે પરંપરાગત ભારતીય ફેશનને યોગ્ય રંગો, ઘરેણાં અને સ્ટાઇલિંગ સાથે વધુ આકર્ષક બનાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

stunning photos heavy jewelry Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ