ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અમરાઈવાડીમાં ગરબા ચોકમાં યુવકની ચાકૂના ઘા મારીને હત્યા કરાઈ, શું હતું કારણ?
Last Updated: 12:30 PM, 18 October 2026
ADVERTISEMENT
અમરાઈવાડીના ગુલાબનગરમાં ગરબાના ચોકમાં જુની અદાવતમાં વિકેશ ગુર્જર નામના યુવક પર ચાર શખ્સોએ ચપ્પાથી હુમલો કર્યો હતો જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
નરોડામાં બે મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝગડો
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગરબામાં ખુરશી પર બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અગાઉના વિવાદમાં સમાધાન કરાવનાર સોસાયટીના ચેરમેન અને શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર લાકડી અને દંડા વડે હુમલો કરાયો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
ADVERTISEMENT
સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર
ADVERTISEMENT
સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક પુત્રે માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવાતાં ચકચાર મ ચી હતી. પરિવારમાં મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વહેલી સવારે આ જ બાબતને લઈને ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને મોટા પુત્રએ પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર અચાનક ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ હુમલામાં માતા અને નાના ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતક માતા મલેશ્વરી અને નાના દીકરા રાજુની હત્યાથી તેલુગુ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મલેશ્વરીના નામે ત્રણ દુકાનો, માસિક આશરે ₹60 હજાર ભાડું આવતું હતું. મિલકત ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાની બાબતે લાંબા સમયથી ઝગડો ચાલતો હતો. માતા મિલકતની વહેંચણી કરવા તૈયાર ન થતાં મોટા દીકરા શ્રીનિવાસે બંનેની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.