ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / ગૃહમંત્રીની હાજરીમાં જ પૂર્વ ધારાસભ્યએ પોલીસને ટોણો માર્યો, તો બીજી બાજુ અધિકારીઓ અચાનક દોડતા થયા!

Inside Story / ગૃહમંત્રીની હાજરીમાં જ પૂર્વ ધારાસભ્યએ પોલીસને ટોણો માર્યો, તો બીજી બાજુ અધિકારીઓ અચાનક દોડતા થયા!

Published By: Kalpesh Kandoria

Last Updated: 09:00 AM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિ પૂરી થવા આવી, અને અધિકારીઓ અચાનક દોડતા થઈ ગયા છે, કારણ કે પરેડ આવે છે. તો ગાંધીનગર મનપામાં જીતવા છતાંય, અમિત શાહે પોતાની રીતે મહેનત શરૂ કરી દીધી છે. ગાંધીનગરની ગલીઓમાં આવું તો કંઈક ચાલી રહ્યું છે, એ હું તમને કહું પણ તમે જોજો પાછા કોઈને કહેતા નહીં!

ADVERTISEMENT

ગુજરાતમાં બધું ઓલરાઈટ છે!

દિલ્હીમાં જંતરમંતર પર ફરી એકવાર મોટું વિરોધ પ્રદર્શન થયું. એવી પણ ચર્ચા શરૂ થઈ કે હવા બદલાઈ રહી છે. પણ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું અને ભાજપની સત્તા હજીય અડીખમ હોવાનો પુરાવો આપ્યો. સામાન્ય રીતે આંદોલનોની અસર ચૂંટણી પર વર્તાતી હોય છે, પરંતુ ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને માત્ર 5 બેઠક મળી. જે દર્શાવે છે કે ગુજરાતમાં આંદોલન કે વિરોધની કોઈ સ્થિતિ નથી બધું ઓલરાઈટ છે. સત્તા પર રહેલા ભાજપ માટે પવન સાનુકૂળ છે. પણ જો કે, ભાજપ કોઈ રિસ્ક લેવા ન માગતુ હોય એમ યુવાઓની વચ્ચે જઈ તેમની સાથે જોડવાના કાર્યક્રમો તો યથાવત્ જ છે.

અમિત શાહે હાથમાં લીધો દોર

એકબાજુ દિલ્હીમાં સીજેપી અને કોંગ્રેસનો વિરોધ છે, બીજી બાજુ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ચૂંટણી આવવાની છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ એક પણ છેડો ઢીલો છોડવા ન માગતા હોય એવું લાગી રહ્યું છે. એક તરફ તેમના પર કેન્દ્રીય મંત્રી તરીકે દેશની આંતરિક સુરક્ષા અને સહકાર વિભાગની જવાબદારી છે, બીજી તરફ ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠક પર પણ તેમની નજર છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં એક આખા વોર્ડની બેઠક કોંગ્રેસને મળી છે, એને જોતા તેમણે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું શરૂ કરી દીધું ચે. ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ કોલવડામાં નવરાત્રિ કાર્યક્રમમાં હાજર રહ્યા. ખાસ વાત એ છે કે આ વોર્ડમાં ભાજપે જીત માટે ખાસ્સી એવી મહેનત કરવી પડી હતી. આટલી નાની ચૂંટણીના પરિણામોને બાદ પણ અમિત શાહ તરત જ એક્શનમાં આવ્યા છે, જે દર્શાવે છે કે કેમ તેઓ ચાણક્ય કહેવાય છે!

અધિકારીઓ ધંધે લાગ્યા!

ગુજરાત કેડરના અધિકારીઓ બરાબરના કામે લાગ્યા છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે એક્તા પરેડ યોજાશે. આ પરેડની તૈયારીના ભાગરૂપે સચિવાલયમાં રોજેરોજ આયોજનની બેઠકો ચાલે છે. જેને કારણે તમામ વિભાગના અધિકારીઓ બરાબરના કામે લાગ્યા છે. વળી, કેન્દ્રમાંથી આવતી સૂચનાઓનું પાલન કરવા અને આ સૂચનાઓ મુજબ જ આખો કાર્યક્રમ ગોઠવાય તે નક્કી કરવા માટે અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક્તા પરેડ પહેલા જ જાણે અધિકારીઓની પરેડ નીકળી રહી હોય એવું લાગી રહ્યું છે.

પોલીસ પવિત્ર નથી!?

ના ના, આ વાંચીને ચોંક્તા નહીં. આ અમે નહીં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડ કહી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા એક કાર્યકમમાં ભવાન ભરવાડે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ અને ખુલ્લા દિલથી સંબોધન કર્યું. પણ આ ભાષણમાં એક એવી વતા કરી કે લોકોના કાન ઉંચા થઈ ગયા. ભવાન ભરવાડે વાત વાતમાં એક કહેવતનો ઉલ્લેખ કર્યો કે માસ્તર મિત્ર નહીં અને પોલીસ પવિત્ર નહીં! ભવાન ભરવાડના આ શબ્દોને લઈને લોકો પોતપોતાની રીતે અર્થ કાઢી રહ્યા છે, કારણ કે આ પૂર્વ ધારાસભ્ય પોતે પણ પોલીસ કર્મચારી હતા. તો શું એમણે પોતાના અનુભવના આધારે કહી રહ્યા છે કે શું? કે પછી એમણે નાયબ મુખ્યમંત્રીને વાતવાતમાં ઈશારો કર્યો?

આ પણ વાંચો- યુથ આઈકન બન્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બીજી બાજુ CM નહીં બદલાવાનો આડકતરો ઈશારો! રાજકારણમાં નવી સરપ્રાઈઝ!

દાદાનું સરપ્રાઈઝ ચેકિંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક વખત જુદા જુદા વિભાગોની સરપ્રાઈઝ મુલાકાત લીધી છે. એક તબક્કે બજેટ સત્ર સમયે જૂના સચિવાલયમાં તેમણે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. પણ, આ વખતે તો દાદા બીજા કોઈ નહીં પરંતુ તેમના જ કાર્યાલયમાં અચાનક પહોંચી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ એકના ચોથા માળે આવેલા કાર્યાલય માં અચાનક મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે ચાલી રહેલા કામો, કાર્યપદ્ધતિ તથા બાકી રહેલા કામો વિશે ચર્ચા કરી હોવાનું સૂત્રો કહે છે.. જો કે દાદાની આ સર્પ્રાઈઝ થી અધિકારીઓ અને સચિવાલય માં પણ લોકો આશ્ચર્ય પામી રહ્યા છે.

ગુજરાતમાં વીજ કાપ આવશે?

દાયકાઓ બાદ ગુજરાતમાં વીજ સંકટ સર્જાયું છે. જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી આજ સુધી ક્યારેય ગુજરાતમાં વીજળીનો પ્રશ્ન ઉભો નથી થયો. એટલે સુધી કે ગુજરાત મોડેલમાં એક અગત્યનો મુદ્દો રાજ્યમાં મળતી 24 કલાક વીજળીનો પણ હતો, પરંતુ હવે આ જ ગુજરાતમાં વીજ સંકટ તોળાઈ રહ્યું છે. એક સમયે ગુજરાતમાં ઈલેક્ટ્રિસિટી સરપ્લસની રહેતી હોવાના દાવા થતા હતાં, જો કે લાંબા સમય પછી ઉદ્યોગોને વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના રહેણાંક વિસ્તારમાં અને ખેડૂતો માટે તો વીજકાપ હંમેશા રહેતો હોય છે, પણ હવે જો કે ઉદ્યોગ ગૃહો પરના વીજ કાપની મોટી ઈમ્પેક્ટ આવી શકે તેમ લાગી રહ્યું છે. એક ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં વીજળીનો પુરવઠો યોગ્ય રીતે મેનેજ નથી થતો. જો કે, એનું સત્ય તો ભગવાન જાણે, પણ હાલ એકાદ અઠવાડિયા સુધી વીજ કાપ વેઠવાની તૈયારી ઉદ્યોગોએ રાખવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Sanghavi Amit Shah Gandhinagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ