ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / યુથ આઈકન બન્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બીજી બાજુ CM નહીં બદલાવાનો આડકતરો ઈશારો! રાજકારણમાં નવી સરપ્રાઈઝ!
Last Updated: 09:00 AM, 11 October 2026
ADVERTISEMENT
2030 સુધી CM નહીં બદલાય?
ADVERTISEMENT
વારંવાર ગુજરાતમાં એવી વાતો ચાલતી હોય છે કે 2027ની ચૂંટણી પછી ગુજરાતના મુખ્યપ્રધાન બદલાઈ જશે. કોણ બનશે, એનીય ચર્ચા ચાલતી હોય છે. પણ આ બધાની વચ્ચે ગયા અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું કે બધા જ વિચારતા થઈ ગયા છે. વડોદરામાં ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. રાજકીય પંડિતોના કહેવા પ્રમાણે હાલ ગુજરાતના રાજકારણમાં નેતૃત્ત્વ પરિવર્તનની ચાલતી ચર્ચા વચ્ચે આ નિવેદન એક મહત્વનો સંકેત છે. ખુદ નાયબ મુખ્યમંત્રીએ આડકતરી રીતે સીએમ બદલાવાના હોવાની વાત ફગાવી દીધી છે. પરિણામે 2027ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં શું બદલાશે અને શું નહીં એ પણ હવે ઉકેલવું મુશ્કેલ બન્યું છે. જો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2027 માં ચૂંટણી ન પણ લડે તો 2022થી 2027નો પાંચ વર્ષ કાર્યકાળ પૂરો કરનારા પહેલા પાટીદાર મુખ્યમંત્રી બનશે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીએમ બન્યા એ પહેલા પણ એવું નિવેદન હતું કે તેઓ મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી. અને ભાજપ ક્યારે શું કરે, કેવી સરપ્રાઈઝ આપે એ કોઈ કળી શક્તું નથી. બાકી તો મારો રામ જાણે!
જેન ઝીના ફેવરિટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ADVERTISEMENT
નાના હતા ત્યારે વાર્તા આવતી કે રાજાની કુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની બાબતમાં પણ આવું જ છે. હમણાં જ એમના ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. આ પુરાવો છે કે જેન ઝી અને મિલેનિયલ્સ સહિતના યુવાનોમાં નાયબ મુખ્યમંત્રી ખૂબ જ લોકપ્રિય છે. કદાચ એટલે જ ભાજપે તેમને વિશેષ જવાબદારી સોંપી છે. હાલ ગુજરાતમાં ભાજપના અન્ય કોઈ પણ નેતા કે પ્રદેશ પદાધિકારી એટલે સુધી કે સીએમ કરતા પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ફોલોઅર્સ વધારે છે. તેમની આ લોકપ્રિયતા આગામી સમયમાં ભાજપને ઉપયોગી સાબિત ન થાય તો જ નવાઈ!
નવા જૂનીના મૂડમાં જયેશ રાદડિયા?
ADVERTISEMENT
હિન્દીમાં એ કહેવત છે કે ऊँट किस करवट बैठता है? ગુજરાતના રાજકારણમાં હાલ એવું જ ચાલી રહ્યું છે. ભાજપના નેતા જયેશ રાદડિયા અંગે કંઈક આવું જ લાગી રહ્યું છે. રાદડિયાએ સૌરાષ્ટ્રમાં એક જાહેર કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું કે તેને લીધે રાજકીય સમીકરણો નવેસરથી ગોઠવાઈ રહ્યા છે. પહેલા સહકારી સંઘની ચૂંટણીઓના પરિણામ અને પછી તેમનું નિવેદન આ બધું જોડીને જોતા લાગે છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના નેતાઓમાં આંતરિક વિખવાદ આ સમીકરણ બદલવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. 2027 પહેલા ભાજપ માટે આ પરિસ્થિતિ અઘરી બની શકે છે.
આ પણ વાંચોઃ સીએમના માર્મિક વાક્યોની રીલ વાઈરલ, તો જામનગરમાં વીડિયો વાઈરલ થવાનો ટ્રેન્ડ, ગુજરાતમાં રાજકારણ ગરમાયું!
ADVERTISEMENT
અચાનક બદલાયા IBના SP
તાજેતરમાં અધિકારીઓની બદલી ચરનું કેન્દ્ર બની રહી છે. ગાંધીનગરમાં આઈબીના એસપીની એકાએક બદલી થઈ ગઈ છે. SP પ્રફુલ વાણીયાને ખલાલ ખાતે કમાંડો ટ્રેનિંગ જેવા સાઈડ પોસ્ટિંગમાં મૂકી દેવાયા છે. આઈબીના એસપીની એકાએક બદલીથી પોલીસની સાથે સાથે તથા ઈન્ટેલિજન્સ વિભાગમાં પણ ચર્ચા શરૂ થઈ છે. મહત્વનું છે કે આઈબી કોઈ પણ સરકાર માટે અત્યંત અગત્યનો ડિપાર્ટમેન્ટ હોય છે, કારણ કે ત્યાંથી પ્રજાનો મિજાજ અને વિરોધીઓનો મૂડ ખબર પડે છે. એટલે આવા સિનિયર અધિકારીની બદલી અનેક સવલાો ઉભા કરી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે સિનિયર અધિકારીઓ સાથે કામ સંદર્ભે યોગ્ય સંકલન ન થતાં તેમની અચાનક બદલી કરાઈ છે. જો કે હવે જ્યારે રાજ્યમાં ચૂંટણીનું વર્ષ છે, ત્યારે નવા એસપી કોણ બનશે, તેના પર બધાની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT