ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ 40 ફૂટ ઊંડી ડ્રેનેજમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

VIDEO / અમદાવાદ 40 ફૂટ ઊંડી ડ્રેનેજમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 11:29 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ઉંડી ડ્રેનેજ લાઈનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી જવા પામી હતી. આ બાબતની જાણ બાળકીની માતાને થતા માતાએ બુમાબુમ કરી મુકતા આજુબાજથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા મેયર પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરના નારોલ-પીરાણા રોડ પર પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે શનિવારે, 10 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 4 વાગ્યે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સલાટ ખુલ્લી ગટરમાં પડી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ, કલાકોની કામગીરી બાદ પણ બાળકીની ભાળ મળી નહોતી.

માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી ત્યારે બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ, મનીષા સલાટ તેના પરિવાર સાથે કેનાલ પાસે ન્હાવા ગયા બાદ રિક્ષામાં ઘરે પરત ફરી રહી હતી. પરિવાર પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે રિક્ષામાંથી નીચે ઊતર્યો હતો. આ દરમિયાન બાળકીની માતા પારુંબેન રિક્ષાનું ભાડું ચૂકવી રહ્યાં હતાં. ત્યારે મનીષા બે ડગલાં પાછળ ચાલી ગઈ અને ખુલ્લી ગટરમાં ખાબકી હતી. મનીષાના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ગટરમાં કેમિકલયુક્ત પાણીના કારણે બચાવ કામગીરી મુશ્કેલ

ફાયર ઓફિસર પ્રિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે સ્થળ પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. ગટરમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બાળકી પાણી સાથે તણાઈને આગળ નીકળી ગઈ હોવાની આશંકા છે.

રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા ફાયરકર્મી પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર, ગટરની અંદર આશરે 15 ફૂટ જેટલું ડ્રેનેજ અને કેમિકલયુક્ત પાણી ભરાયેલું હોવાથી આગળ વધવું મુશ્કેલ બની રહ્યું હતું. બાળકીની શોધખોળ માટે ફાયરબ્રિગેડની બીજી ટીમને પણ ગટરની આગળની લાઇનમાં તહેનાત કરવામાં આવી હતી.

એક કિલોમીટર સુધી ગટરની લાઇનમાં શોધખોળ

ફાયરબ્રિગેડની ટીમે ગટરની લાઇનમાં આશરે એક કિલોમીટર સુધી તપાસ હાથ ધરી હતી. જોકે, બાળકી પાણીના પ્રવાહમાં કેટલી દૂર સુધી તણાઈ ગઈ હોઈ શકે તે અંગે સ્પષ્ટતા થઈ શકી નહોતી. ગટરની અંદર પાણીનો પ્રવાહ, કેમિકલયુક્ત પાણી અને સ્થળ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ રેસ્ક્યૂ ટીમ માટે પડકારરૂપ બન્યાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી.

કેનાલ પાસે ન્હાવા ગયા બાદ ઘરે પરત ફરતી વખતે દુર્ઘટના

બાળકીની માતા પારુંબેને જણાવ્યું હતું કે, તેઓ ગણેશનગરના છાપરામાંથી પોતાનાં ત્રણ બાળકોને લઈને કેનાલ પાસે ન્હાવા ગયાં હતાં. ત્યારબાદ પરિવાર રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યો હતો. પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે રિક્ષામાંથી ઊતર્યા બાદ તેઓ ભાડું ચૂકવી રહ્યાં હતાં, એ જ સમયે મનીષા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.

ગટરનું ઢાંકણું ખુલ્લું કોણે રાખ્યું? જવાબદારી અંગે સવાલો

આ ઘટનાએ શહેરમાં ખુલ્લી ગટરો અને બાંધકામ સ્થળોએ સુરક્ષાનાં પગલાં અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સ્થળની નીચે આશરે 35 ફૂટની ઊંડાઈએ બે લાઇનો પસાર થાય છે. બાળકીની શોધખોળ ગટરની લાઇન ઉપરાંત આગળના નદી અને કેનાલના વિસ્તારોમાં પણ કરવામાં આવી રહી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થળ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ગટરનું ઢાંકણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખોલવામાં આવ્યું ન હોવાનું જણાવાયું છે. જોકે, ગટરનું ઢાંકણું કોણે ખુલ્લું રાખ્યું હતું, સ્થળ પર બેરિકેડિંગ કે અન્ય સુરક્ષાનાં પગલાં હતાં કે નહીં અને આ બેદરકારી માટે જવાબદાર કોણ છે, તે અંગે તપાસ જરૂરી બની છે.

આ પણ વાંચોઃ CJPના આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા, અમદાવાદમાં વિરોધ કરનાર યુવાનોની પોલીસે અટકાયત કરી

નવ વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં પડી જવાની આ ઘટનાએ બાંધકામ સ્થળોની સલામતી અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. બાળકીની શોધખોળ અને ઘટનાની જવાબદારી નક્કી કરવી હવે તંત્ર માટે મહત્ત્વપૂર્ણ બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Breaking News Gujarat News Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ