ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગીરમાં હડકંપ: હડકવાના ભરડામાં સિંહોનું જીવન જોખમમાં
Last Updated: 02:19 PM, 10 October 2026
ADVERTISEMENT
એશિયાઈ સિંહોના છેલ્લા ગઢ ગણાતા ગીરના વિશાળ વન્ય વિસ્તાર માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની છે. ચાર મહિનામાં હડકવા સાથે સંકળાયેલા બે સિંહોનાં મોત નોંધાયાં છે. જૂનમાં એક સિંહનું મોત હડકવાને કારણે થયાનું પુષ્ટિ થયું હતું, જ્યારે ઑક્ટોબરમાં વધુ એક સિંહણના મોતના અહેવાલે વન્યજીવોમાં રોગની દેખરેખ અને સારવારની વ્યવસ્થાઓ અંગે સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
તાજેતરનો કિસ્સો અમરેલીનો છે, જ્યાં પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણનું બચાવ કર્યા બાદ ૨૦ કલાકમાં મોત થયું હતું. શરૂઆતમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હડકવા વિરોધી રસી ઉપલબ્ધ નહોતી. આથી પાંચેય લોકોને નિયમિત સારવાર પ્રક્રિયાના ભાગરૂપે ખાનગી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહણને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી.
રોગચાળાની દેખરેખ સામે સવાલો
ADVERTISEMENT
ગુજરાત સરકારે ‘ગુજરાત રેબીઝ કંટ્રોલ રેગ્યુલેશન્સ, ૨૦૨૩’નો કડક અમલ કરવા નવેસરથી સૂચનાઓ આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે કૂતરાંના કરડવાના બનાવોના આંકડા નોંધવા અને હડકવાની દેખરેખ રાખવાની વ્યવસ્થામાં ખામીઓ સામે આવી રહી છે.
જિલ્લા અને મ્યુનિસિપલ સત્તાવાળાઓને કૂતરાંના કરડવાના બનાવોનો રેકોર્ડ રાખવા, હડકવા વિરોધી રસીની અછત અંગે તાત્કાલિક જાણ કરવા અને સારવારની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં માનવીઓમાં હડકવાથી એક પણ મોત ન થાય તેવા લક્ષ્યને હાંસલ કરવા આ પગલાં મહત્ત્વનાં છે.
ADVERTISEMENT
તાજેતરના કિસ્સા અંગે વન વિભાગના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ સિંહણનું મોત હડકવાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. જોકે, વન વિભાગના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ્સ જયપાલ સિંહે જણાવ્યું હતું કે, “લેબોરેટરીની પુષ્ટિ હજુ બાકી છે.
ગીરની બહારનો વિસ્તાર પણ જોખમમાં
ADVERTISEMENT
કૂતરાં ઉપરાંત શિયાળ અને નોળિયા જેવા પ્રાણીઓ પણ હડકવાના વાઇરસના વાહક બની શકે છે. મનુષ્યો અને પશુધન સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિસ્તારોમાં આ પ્રાણીઓ રોગના ફેલાવાનાં અનેક સંભવિત માધ્યમો બની શકે છે. નામ જાહેર ન કરવાની શરતે એક સિંહ નિષ્ણાતે જણાવ્યું હતું કે, “ગુજરાત ટિક-ટિક કરતા ટાઇમ બોમ્બ પર બેઠું છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. અભયારણ્યની અંદર બહુ ઓછાં કૂતરાં છે, પરંતુ બહારની સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે.” નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના ભૂતપૂર્વ સભ્ય એચ. એસ. સિંહે જણાવ્યું હતું કે હડકવા ગીરના સિંહો માટે નવો ખતરો નથી. વર્ષ ૨૦૨૦ની આસપાસ પણ આ રોગ સાથે સંકળાયેલાં બે સિંહોનાં મોત નોંધાયાં હતાં. જોકે, લગભગ છ વર્ષ બાદ તાજેતરના બનાવોએ આ જોખમને ફરી કેન્દ્રસ્થાને લાવી દીધું છે.
ADVERTISEMENT
એક લાખથી વધુ રખડતાં કૂતરાંનો પડકાર
ગીરના સિંહો માટે જોખમ કેટલું મોટું છે તેનો અંદાજ આ વિસ્તારમાં રખડતાં કૂતરાંની મોટી સંખ્યા પરથી આવે છે. કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલા આંકડા અનુસાર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર — આ ચાર જિલ્લાઓમાં મળીને ઓછામાં ઓછાં એક લાખ રખડતાં કૂતરાં છે. આ સંખ્યા વિસ્તારમાં અંદાજિત ૮૦ હજાર રખડતાં પશુઓ કરતાં પણ વધારે છે.આ ઉપરાંત, સંરક્ષિત જંગલોની બહારના વિશાળ વિસ્તારમાં આશરે ૮૪,૪૬૦ જંગલી ખરીવાળાં પ્રાણીઓ પણ વસવાટ કરે છે. રખડતાં કૂતરાં હડકવા ઉપરાંત કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (CDV) પણ ફેલાવી શકે છે. બીજી તરફ, પશુઓ સાથે સંકળાયેલી ઇતરડીઓ એવા પરોપજીવીઓનું સંક્રમણ ફેલાવી શકે છે, જેનાથી બેબેસિયોસિસ નામનો રોગ થાય છે. આ રોગ પણ સિંહો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT