ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાના પાટેકરને શ્રદ્ધાંજલિ, એપિસોડના ટાઇમિંગથી ચોંક્યા ફેન્સ

મનોરંજન / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાના પાટેકરને શ્રદ્ધાંજલિ, એપિસોડના ટાઇમિંગથી ચોંક્યા ફેન્સ

Published By: Bijal Vyas

Last Updated: 10:49 AM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તાજેતરના એપિસોડમાં દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે, આ એપિસોડ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ADVERTISEMENT

ભારતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અચાનક અવસાનના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. 8 ઓક્ટોબર, 2026ના રોજ 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. દરમિયાન, અત્યંત લોકપ્રિય ટીવી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ અને કલાકારોએ પણ આ મહાન કલાકારને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

શોમાં 'બઘા'નું પાત્ર ભજવતા તન્મય વેકરિયાએ નાના પાટેકરની આગવી શૈલીને યાદ કરતા તેમને અત્યંત ભાવુક શ્રદ્ધાંજલિ આપી, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.

સોશિયલ મીડિયા પર ફેન્સનું રિએક્શન

જેવો આ એપિસોડ પ્રસારિત થયો અને સોશિયલ મીડિયા પર તેને લગતી પોસ્ટ્સ સામે આવી, કે તરત જ ચાહકો પોતાનું આશ્ચર્ય છુપાવી શક્યા નહીં. આ શોનું શૂટિંગ ઘણું વહેલું કરવામાં આવતું હોવાથી, તે જ દિવસે નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપતું દ્રશ્ય જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા યુઝર્સે શોના 'ટાઈમિંગ'ના વખાણ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

શું તારક મહેતા.. હકીકતમાં સમયથી આગળ છે?

સોશિયલ મીડિયા પર ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તેમને કેવી રીતે ખબર પડી કે નાના પાટેકરનું અવસાન થયું છે?" અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "TMKOCએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ સમય કરતાં આગળ છે, કારણ કે તેમણે આટલી ઝડપથી શ્રદ્ધાંજલિ આપી." નિર્માતાઓનો આભાર માનતા અન્ય એક ચાહકે લખ્યું, "આને જ કહેવાય વાસ્તવિક જીવન પર આધારિત સિરિયલ; બાઘા સાથે સીન અલગ હતો, પરંતુ પરિસ્થિતિને અનુરૂપ તેને તરત જ બદલી નાખવામાં આવ્યું. આભાર, અસિત મોદી ભાઈ."

આ પણ વાંચોઃ નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ

પુણેમાં થયો અંતિમ સંસ્કાર

દરમિયાન, પુણેના ડોન્જે સ્થિત નાના પાટેકરના નિવાસસ્થાને મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં પરંપરા મુજબ અંતિમ વિધિ સંપન્ન થઈ. તેમને અંતિમ વિદાય આપવા માટે પરિવારના સભ્યો, નજીકના સંબંધીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ અને ચાહકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC nana patekar tribute fans surprised with timing

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ