ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાહુલ ગાંધીના વિરોધ વચ્ચે કનોટ પ્લેસમાં કિલ્લેબંધી, અર્ધલશ્કરી દળોની 300 કંપની તૈનાત; રસ્તાઓ બંધ

નવી દિલ્હી / રાહુલ ગાંધીના વિરોધ વચ્ચે કનોટ પ્લેસમાં કિલ્લેબંધી, અર્ધલશ્કરી દળોની 300 કંપની તૈનાત; રસ્તાઓ બંધ

Published By: Kalpesh Kandoria

Last Updated: 04:53 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે

ADVERTISEMENT

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસના કાર્યકરો તથા સાંસદો કનોટ પ્લેસ વિસ્તારમાં એકઠા થયા છે ત્યારે દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને લગભગ કિલ્લેબંધીમાં ફેરવી દીધો છે.

કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પોલીસ દળ બોલાવવામાં આવ્યું છે.

સુરક્ષા વ્યવસ્થામાં અર્ધલશ્કરી દળોની 300 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સાથે જ ડ્રોનથી પણ સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે.

કનોટ પ્લેસના રસ્તાઓ પર બેરિકેડિંગ

વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટોલ્સટોય માર્ગ, જનપથ, સંસદ માર્ગ સહિતના મહત્વના રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

અનેક સ્થળોએ વજ્ર વાહનો પણ તૈનાત કરાયા છે. જંતર-મંતર તરફ જતા રસ્તાઓ પર વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે.

બપોર સુધીમાં કનોટ પ્લેસના સમગ્ર આઉટર સર્કલને બેરિકેડથી બંધ કરી દેવામાં આવ્યો હતો.

સ્થિતિ એવી છે કે લોકોને કેટલાક સ્થળોએ પગપાળા પણ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેના કારણે કનોટ પ્લેસને જોડતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

દિલ્હીના બહારના જિલ્લાઓમાં પણ ડિટેન્શન સેન્ટ

દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓની સંભવિત અટકાયતને ધ્યાનમાં રાખીને બહારના તમામ જિલ્લાઓમાં ચાર-ચાર અસ્થાયી ડિટેન્શન સેન્ટર તૈયાર કર્યા છે.

દિલ્હીની સરહદો પર પણ પોલીસની ચાંપતી નજર છે અને બહારથી આવતા લોકોની અવરજવર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો- ધરણા પ્રદર્શન માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો, રાહુલ ગાંધી બોલ્યા- 'અમને પ્રદર્શન કરતાં રોકી રહ્યા છે'

અગાઉના પ્રદર્શન કરતાં વધુ સુરક્ષા

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવારની સરખામણીએ ગુરુવારે સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં માટે થયેલા પ્રદર્શન દરમિયાન 200 કંપની અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવી હતી, જ્યારે આ વખતે તેની સંખ્યા વધારીને 300 કંપની કરવામાં આવી છે.

નવી દિલ્હી જિલ્લામાં કોઈપણ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય અથવા નારાબાજી કરે તો તેમને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવી શકે છે તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

રાહુલ ગાંધીના વિરોધથી રાજકીય ગરમાવો

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલા આ વિરોધને કારણે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વિપક્ષ ચૂંટણી પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકા અંગે સવાલો ઉઠાવી રહ્યો છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ દ્વારા મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મંડી હાઉસથી આગળ પણ લોકોને રોકવામાં આવી રહ્યા છે. કનોટ પ્લેસમાં અગાઉથી પહોંચેલા લોકોને બહાર જવા દેવામાં આવી રહ્યા છે, પરંતુ નવા લોકોને પ્રવેશ આપવામાં પોલીસ સખ્તાઈ દાખવી રહી છે.

કોકરોચ જનતા પાર્ટીના પાછલાં આંદોલન પરથી પાઠ ભણી દિલ્હી પોલીસે આ વખતે દિલ્હીની બોર્ડર પર પહેરો વધારી દીધો છે. અન્ય રાજ્યોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Connaught Place Protest Delhi Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ