ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ધરણા પ્રદર્શન માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો, રાહુલ ગાંધી બોલ્યા- 'અમને પ્રદર્શન કરતાં રોકી રહ્યા છે'
Last Updated: 04:25 PM, 8 October 2026
ADVERTISEMENT
દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના મુદ્દે વિપક્ષી ગઠબંધન (INDIA) દ્વારા સતત ત્રીજી દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો જ્યારે જંતર-મંતર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. લગભગ 2 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તમામ સાંસદોને મુક્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi | After the second lunch meeting of the Opposition MPs, INDIA bloc MPs LoP Lok Sabha Rahul Gandhi, LoP Rajya Sabha Mallikarjun Kharge board a bus as they head towards Gandhi Smriti to stage a protest https://t.co/stbR4RDaY3
— ANI (@ANI) October 8, 2026
મુક્ત થયા બાદ કનોટ પ્લેસ ખાતે ભોજન પતાવીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો રાજઘાટ (ગાંધી સ્મારક) ખાતે ધરણા કરવા માટે નીકળી ગયા છે. રાજઘાટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
Rahul Gandhi LIVE: Day 3 of INDIA Bloc MPs Protest against CEC Gyanesh kumar | PM Modi https://t.co/Di9qhfEHqw
— ANI (@ANI) October 8, 2026
ADVERTISEMENT
રાજઘાટ તરફ જતી વખતે રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમે માત્ર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માંગીએ છીએ, પરંતુ અમને સતત રોકવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે અમને ચૂંટણી પંચની ઓફિસ પાસે અટકાવવામાં આવ્યા, બીજા દિવસે જંતર-મંતર જતાં રોકીને અમારા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમારે મળીને દેશના બંધારણને નુકસાન પહોંચાડ્યું છે અને દેશને હાઇજેક કરી લીધો છે.
#WATCH | Delhi: LoP Lok Sabha Rahul Gandhi says, "Around 300 MPs—from the Rajya Sabha and Lok Sabha—wish to stage a peaceful protest. We have been prevented from protesting for two days now. On the first day, we were stopped outside the Election Commission. Subsequently, we expressed our desire to protest at Jantar Mantar, yet yesterday, as you witnessed, we were stopped there as well; our people were assaulted. The reality is that Narendra Modi, Amit Shah, Gyanesh Kumar, and Mohan Bhagwat have hijacked India through a criminal conspiracy, destroyed the Constitution, and stolen votes. We, the Opposition, assure you that action will be taken. They will be brought to justice. This is our guarantee. You will see these four individuals brought to justice"
— ANI (@ANI) October 8, 2026
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું વિમાન અને અચાનક પડી વીજળી, ઇન્ડિગોની ફ્લાઈટમાં પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા
ADVERTISEMENT
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, INDIA ગઠબંધનના તમામ સાંસદો મહાત્મા ગાંધીના સ્મારકે જઈને શાંતિપૂર્ણ ધરણા કરશે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે ભાજપ સરકાર, પીએમ મોદી અને અમિત શાહને સદ્બુદ્ધિ આપે. દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને મતાધિકાર પર થઈ રહેલા દબાણ જેવા મુદ્દાઓ દેશના હિતમાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT