ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું વિમાન અને અચાનક પડી વીજળી, ઇન્ડિગોની ફ્લાઈટમાં પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા

નેશનલ / 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું વિમાન અને અચાનક પડી વીજળી, ઇન્ડિગોની ફ્લાઈટમાં પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:29 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટનાથી લખનઉ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટના પેસેન્જર્સનો જીવ તાળવે ચોંટી ગયો જ્યારે વિમાન પર અચાનક વીજળી પડી.

ADVERTISEMENT

ખરાબ હવામાનને કારણે વીજળીના લપેટામાં વિમાન આવી ગયું હતું. એ સમયે વિમાન 17 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. વીજળી પડતાં જ વિમાનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું છે. જો કે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે લખનઉ એરપોર્ટ પર ઉતારી દીધું છે.

ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ નંબર 6E 925 પટનાથી લખનઉ આવી રહી હતી. વિમાનમાં કુલ 104 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ઘટના બાદ તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે વિમાનથી બહાર ઉતારી લેવામાં આવ્યા છે. કોઈપણ યાત્રીના ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી.

17 હજાર ફૂટની ઉંચાઈ પર વીજળી પડી

આ ઘટના એવા સમયે બની જ્યારે વિમાન ખરાબ હવામાન વચ્ચે 17000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. વિમાન અચાનક આકાશીય વીજળીના લપેટામાં આવી ગયું હતું. જેને કારણે વિમાનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

આ પણ વાંચો- "અમે સુધારિત ફોર્મ-6ને મંજૂર કર્યું નથી, ગેરકાનૂની કામ થયું હોય તો"... SIR વિવાદની વચ્ચે સુપ્રીમની મોટી ટીપ્પણી

આ ફ્લાઈટ પટનાથી લખનઉ આવ્યા પછી અમદાવાદ જવાની હતી. એટલે કે વિમાનનો રૂટ પટનાથી લઈ લખનઉ થતાં અમદાવાદ સુધીનો હતો. હાલ ઘટનાને લઈ વિમાનની સ્થિતિ ચકાશવામાં આવી રહી છે. યાત્રીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. તમામ યાત્રીઓ સુરક્ષિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lightning Patna Lucknow Flight IndiGo Flight Lightning

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ