ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2 કારની જગ્યાએ 12 કાર પાર્ક થઈ જશે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નવી સુવિધા

રાહતરુપ / 2 કારની જગ્યાએ 12 કાર પાર્ક થઈ જશે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નવી સુવિધા

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 06:29 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રથમ વાર રોટરી પાર્કિંગની સુવિધા શરુ કરવામાં આવી છે જેમાં બે કારની જગ્યામાં 12 જેટલી કાર પાર્ક થઈ શકશે

ADVERTISEMENT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં પહેલી વાર ટ્રાફિકની સમસ્યા નિવારવા એક નવી સુવિધા શરુ કરી છે. એએમસીએ રોટરી પાર્કિંગની સુવિધા શરુ કરી છે. રિલીફ રોડ અને રતનપોળ ખાતે AMC દ્વારા રોટરી પાર્કિંગ સુવિધા શરુ કરવામાં આવશે જેમાં માત્ર બે કારની જગ્યામાં 12 જેટલી કાર પાર્ક થઈ શકશે .પરંપરાગત પાર્કિંગની સરખામણીમાં આ સુવિધાથી પાર્કિંગની ક્ષમતામાં છ ગણો વધારો થશે

2 કારની જગ્યામાં 12 કાર પાર્ક થઈ શકશે

મધ્ય ઝોનના ઇજનેર વિભાગે શરુ કરેલી રોટરી પાર્કિંગ વ્યવસ્થાની વિશેષતા એ છે કે જ્યાં સામાન્ય રીતે માત્ર બે કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યામાં એક સાથે અંદાજે 12 કાર પાર્ક કરી શકાશે. આ રીતે પાર્કિંગ ક્ષમતામાં આશરે છ ગણો વધારો થશે. મર્યાદિત જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને પાર્કિંગની ઉપલબ્ધતા વધારવાના હેતુથી આ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદના રિલિફ રોડ પર ખરીદી કરવા જનારા કે વાહન ચાલકોને આનાથી મોટી રાહત મળશે.

વધુ વાંચો : રાહુલ ગાંધીના વિરોધ વચ્ચે કનોટ પ્લેસમાં કિલ્લેબંધી, અર્ધલશ્કરી દળોની 300 કંપની તૈનાત; રસ્તાઓ બંધ

વ્યસ્ત કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે

રિલિફ રોડ અને રતનપોળ જેવા અતિ વ્યસ્ત કોટ વિસ્તારમાં આ સુવિધા આવવાથી રસ્તા પર થતા આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ