ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઓક્ટોબરમાં 4 દિવસ 12 કલાક પંચક રહેશે, આ શુભ અને મહત્વના કામો કરવાનું ટાળવું જોઈએ

photo-story

6 ફોટો ગેલેરી

October Panchak 2026 / ઓક્ટોબરમાં 4 દિવસ 12 કલાક પંચક રહેશે, આ શુભ અને મહત્વના કામો કરવાનું ટાળવું જોઈએ

Last Updated: 03:33 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

21 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલું ઓક્ટોબર માસનું પંચક બુધવારથી શરૂ થતું હોવાથી શાસ્ત્રો અનુસાર દોષમુક્ત અને સામાન્ય ગણવામાં આવે છે. જો તમે આ દિવસોમાં કોઈ શુભ કે બીજા કાર્ય કરવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો આ પંચકનો સાચો સમય, તેનું મહત્વ અને તેમાં ધ્યાન રાખવાના ખાસ નિયમો વિષે.

1/6

photoStories-logo

1. પંચક

હિંદુ ધર્મમાં પંચકને અશુભ સમયગાળો માનવામાં આવે છે જે સામાન્ય રીતે દર મહિને 5 દિવસ રહે છે. પંચકમાં શુભ-માંગલિક કાર્યોથી લઈને અનેક કામો કરવા વર્જિત માનવામાં આવે છે. જોકે આ દરમિયાન પૂજા-પાઠ કે મંત્ર જાપ કરવા પર કોઈ રોક નથી. પંચક જે વારથી શરૂ થાય છે તેની અસર પણ અલગ શુભ કે અશુભ હોય છે. જેમાં અમુક પંચક ખૂબ અશુભ હોય છે જ્યારે અમુકને દોષરહિત કહેવામાં આવે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવાના હોવ તો ઓક્ટોબરમાં પંચક ક્યારથી ક્યાર સુધી રહેશે તે જાણવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓક્ટોબર પંચક 2026ની તારીખ અને સમય

ઓક્ટોબર 2026માં પંચક 21 ઓક્ટોબર 2026 બુધવારથી શરૂ થઈને 25 ઓક્ટોબર 2026 રવિવાર સુધી રહેશે. આ એક સામાન્ય દોષરહિત પંચક છે. જેની શરૂઆત 21 ઓક્ટોબર 2026 બુધવારે સવારે 06:59 વાગ્યે થશે અને સમાપ્તિ 25 ઓક્ટોબર 2026 રવિવારે સાંજે 07:21 વાગ્યે થશે. જેની કુલ અવધિ 4 દિવસ 12 કલાક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બુધવારથી શરૂ

આ પંચક બુધવારથી શરૂ થઈ રહ્યું છે. શાસ્ત્રો મુજબ બુધવાર અને ગુરુવારથી શરૂ થતા પંચકને દોષમુક્ત કે સામાન્ય પંચક કહેવામાં આવે છે. જ્યોતિષ મુજબ આવા પંચકમાં બીજા પંચકો જેવી વિશેષ પાબંદીઓ કે અશુભ અસર નથી માનવામાં આવતી. આ દરમિયાન સામાન્ય રીતે શુભ કાર્યો કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પંચકમાં વર્જિત કાર્યો

જ્યોતિષ મુજબ પંચકના દિવસો દરમિયાન અમુક વિશેષ કાર્યોને સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. જેમાં ભૂલથી પણ ન કરવા જોઈએ દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. પંચકમાં આ દિશામાં મુસાફરી કરવાથી અકસ્માત કે કષ્ટનું જોખમ વધી જાય છે. પંચક દરમિયાન લાકડું, ઘાસ કે કોઈપણ પ્રકારનું જ્વલનશીલ ઇંધણ ઘરમાં એકત્ર ન કરવું જોઈએ કેમ કે તેનાથી અગ્નિનો ભય રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ બાબત પણ નથી કરવામાં આવતી

આ સમયે નવી ખાટલો વણાવવો, બનાવવી કે નવો પલંગ કે લાકડાનું ફર્નિચર ખરીદવું કે બનાવવું અશુભ માનવામાં આવે છે. નવું મકાન બની રહ્યું હોય કે જૂનું, પંચક કાળમાં ઘરની છત ન ડાળવવી જોઈએ. માન્યતા છે કે તેનાથી આર્થિક તંગી અને ઘરમાં કલહ થાય છે. વિવાહ, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન અથવા નવા વસ્ત્રો અને આભૂષણ ખરીદવા જેવા બધા શુભ અને માંગલિક કાર્યો આ દરમિયાન ટાળી દેવામાં આવે છે. જો પંચક દરમિયાન કોઈનું અવસાન થાય તો માત્ર શવનું સામાન્ય અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતું. પણ અનિષ્ટથી બચવા માટે પંડિત પાસેથી પૂછીને લોટના પાંચ પ્રતીકાત્મક પૂતળા બનાવીને વિશેષ શાંતિ-વિધાન અને દાહ સંસ્કારની વિધિ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Panchak scriptures rituals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ