ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / RAC ટિકિટ હોય તો ટ્રેનમાં કન્ફર્મ સીટ મળે કે સંપૂર્ણ બર્થ? મુસાફરી પહેલાં જાણો રેલવેનો નિયમ અને RACમાં મળતી સુવિધા
6 ફોટો ગેલેરી
Last Updated: 03:14 PM, 8 October 2026
1/6
ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવતી વખતે જો તમારું સ્ટેટસ RAC બતાવે છે તો મુસાફરી અંગે ઘણીવાર લોકોમાં અસમંજસ જોવા મળે છે. ઘણા મુસાફરોને પ્રશ્ન થતો હોય છે કે શું RAC ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરી શકાય? અને શું રાત્રે સુવા માટે આખી સીટ મળશે કે નહીં? ચાલો રેલવેના નીતિ-નિયમો મુજબ RAC અંગેના મુખ્ય પાસાઓ સમજીએ:
2/6
RAC એટલે કે 'રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન'. આ સ્ટેટસ દર્શાવે છે કે કન્ફર્મ ટિકિટ ધરાવતા કોઈ મુસાફર પોતાની ટિકિટ રદ કરાવશે ત્યારે તમને સંપૂર્ણ બર્થ ફાળવવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો RAC એ વેટિંગ લિસ્ટ કરતાં ઘણી બેસ્ટ સ્થિતિ છે કેમ કે આમાં ટ્રેનમાં સફર કરવાની મંજૂરી ચોક્કસરીતે મળી જાય છે.
ADVERTISEMENT
3/6
હા જો ટ્રેનનું ફાઇનલ ચાર્ટ તૈયાર થયા પછી પણ તમારું સ્ટેટસ RAC રહે છે તો પણ તમે કાયદેસર રીતે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. ઓનલાઈન લીધેલી વેટિંગ લિસ્ટ ટિકિટ જો ચાર્ટ બન્યા બાદ પણ કન્ફર્મ ન થાય તો તે ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે અને તેના પર મુસાફરી કરી શકાતી નથી. પરંતુ RAC ટિકિટ ક્યારેય ઓટોમેટિક કેન્સલ થતી નથી.
4/6
ADVERTISEMENT
5/6
જ્યારે ટ્રેન ઉપડતા પહેલાં કે મુસાફરી દરમિયાન કોઈ કન્ફર્મ પેસેન્જર ટિકિટ કેન્સલ કરાવે અથવા પોતાના સ્ટેશન પરથી બોર્ડ ન કરે ત્યારે TTE નિયમ મુજબ સૌથી પહેલી ખાલી થયેલી બર્થ RAC ટિકિટધારકને ફાળવે છે. આ રીતે મુસાફરી દરમિયાન તમારી RAC સીટ કન્ફર્મ બર્થમાં બદલાઈ શકે છે.
6/6
RAC ટિકિટમાં ટ્રેનમાં મુસાફરી કરવાની ખાતરી સાથે બેસવા માટે બેઠક મળે છે. ખાલી બર્થ ઉપલબ્ધ થતાં જ આખી સીટ મળી શકે છે. તો વેટિંગ લિસ્ટ ટિકિટમાં ચાર્ટ બન્યા પછી જો સ્ટેટસ વેટિંગ જ રહે, તો ઓનલાઈન ટિકિટ રદ થઈ જાય છે અને તમે ટ્રેનમાં સવાર થઈ શકતા નથી. આમ રેલવેની RAC સિસ્ટમ મુસાફરોને વેટિંગમાં અટવાઈ રહેવાને બદલે સફર કરવાની અમુક સુવિધા આપે છે અને રેલવેને પણ ખાલી પડેલી સીટોનો ઉપયોગ કરવાનો મોકો પૂરો પાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
October Panchak 2026 / ઓક્ટોબરમાં 4 દિવસ 12 કલાક પંચક રહેશે, આ શુભ અને મહત્વના કામો કરવાનું ટાળવું જોઈએ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?