ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કારનું રજિસ્ટ્રેશન 19.6% વધ્યું, પેટ્રોલ-ડીઝલ સાથે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર તરફ પણ ગ્રાહકોનો ઝુકાવ વધ્યો
Last Updated: 02:56 PM, 8 October 2026
ADVERTISEMENT
ગુજરાતના કાર બજારમાં સપ્ટેમ્બરમાં લગભગ ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જોકે વેચાણ વધવા કરતાં વધુ મહત્ત્વનો ફેરફાર એ છે કે કાર ખરીદનારાઓની પસંદગીમાં બદલાવ આવી રહ્યો છે. સીએનજી કારનો હિસ્સો ઘટ્યો છે, જ્યારે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કારનો હિસ્સો વધ્યો છે. આ સ્થિતિ વાહનોના પાવરટ્રેન અંગે ગ્રાહકોની પસંદગી ધીમે ધીમે બદલાઈ રહી હોવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા), ગુજરાતના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોનું રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે ૧૯.૬ ટકા વધીને ૩૭,૩૪૦ થયું હતું, જે સપ્ટેમ્બર-૨૦૨૫માં ૩૧,૨૧૭ હતું. CNG કારનો હિસ્સો હજુ પણ સૌથી વધુ ૩૫ ટકા રહ્યો હતો, પરંતુ સપ્ટેમ્બર-૨૦૨૫માં રહેલા ૪૧.૬ ટકાની સરખામણીએ તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર તરફ ગ્રાહકોનો ઝુકાવ વધ્યો છે.
ADVERTISEMENT
હાઈબ્રિડ કારનો હિસ્સો સપ્ટેમ્બરમાં ૭.૧ ટકા રહ્યો હતો, જે એક વર્ષ અગાઉ ૪.૬ ટકા હતો, જ્યારે ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો પણ લગભગ બમણો થઈને ચાર ટકાથી વધીને ૬.૯ ટકા થયો છે એટલે કે સપ્ટેમ્બરમાં હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર મળીને કુલ કાર રજિસ્ટ્રેશનમાં આશરે ૧૪ ટકા હિસ્સો ધરાવતી હતી. કારના રજિસ્ટ્રેશનમાં સતત વૃદ્ધિ અને હાઈબ્રિડ તથા ઈલેક્ટ્રિક વાહનોની વધતી સ્વીકૃતિ એ દર્શાવે છે કે ગ્રાહકો હવે પાવરટ્રેનના નવા વિકલ્પો અંગે સક્રિયપણે વિચાર કરી રહ્યા છે. નવરાત્રી-દિવાળીના તહેવારોનો સમયગાળો નજીક આવી રહ્યો હોવાથી બજારમાં આ વૃદ્ધિ વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
પેટ્રોલ અને ઈથેનોલથી ચાલતી કારનો હિસ્સો એક વર્ષ અગાઉના ૨૭.૯ ટકાથી વધીને ૨૯ ટકા થયો છે, જ્યારે ડીઝલ કારનો હિસ્સો પણ ૨૦.૯ ટકાથી વધીને ૨૩.૧ ટકા થયો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતના કાર ગ્રાહકો પરંપરાગત ઈંધણવાળી કારને સંપૂર્ણપણે છોડી રહ્યા નથી, પરંતુ તેની સાથે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક જેવા વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદના એક કાર ડીલરના સીઈઓએ જણાવ્યું કે તહેવારોના સમયગાળામાં સામાન્ય રીતે કાર અંગેની પૂછપરછ અને ખરીદીના નિર્ણયોમાં વધારો થાય છે. તહેવારોની ઓફરો અને ગ્રાહકોના સુધરેલા સેન્ટિમેન્ટથી આગામી સપ્તાહોમાં વેચાણને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જોકે કેટલાંક મોડલની ઉપલબ્ધતાની સમસ્યા યથાવત્ છે અને કેટલાંક મોડલ માટે વેઈટિંગ પિરિયડ ૬૦ દિવસ સુધી પહોંચી ગયો છે. નવરાત્રી દરમિયાન બુકિંગ શરૂ થશે..
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં ટુ વ્હીલરના રજિસ્ટ્રેશનમાં પણ સારો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ટુ વ્હીલરનું રજિસ્ટ્રેશન ૧૩.૬ ટકા વધીને ૧.૩૨ લાખ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ ૧.૧૬ લાખ યુનિટ હતું. આ સેગ્મેન્ટમાં પેટ્રોલ અને ઈથેનોલથી ચાલતા ટુ વ્હીલરનો દબદબો યથાવત્ રહ્યો છે અને તેમનો સંયુક્ત હિસ્સો ૯૨.૭ ટકા રહ્યો છે, જોકે ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના હિસ્સામાં પણ વધારો થયો છે, જે ૫.૩ ટકાથી વધીને ૭.૨ ટકા થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT