ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય મહિલા ક્રિકેટમાં નવા યુગનો પ્રારંભ: હરમનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાના બની ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન

સ્પોર્ટ્સ / ભારતીય મહિલા ક્રિકેટમાં નવા યુગનો પ્રારંભ: હરમનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાના બની ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન

Published By: Pravin Joshi

Last Updated: 10:13 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરમનપ્રીત કૌર બાદ BCCI દ્વારા સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી ફૂલટાઇમ કેપ્ટન બનાવવામાં આવી છે. સ્મૃતિ હવે વન-ડે અને T20 બંને ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

ADVERTISEMENT

ભારતીય મહિલા ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તન સાથે નવા યુગનો પ્રારંભ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી ફૂલટાઇમ કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. હરપ્રીત કૌરના લાંબા અને સફળ સુકાનીપદ બાદ હવે મંધાના વન-ડે અને T20I બંને ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

અનુભવી સ્મૃતિ પર BCCI નો પૂર્ણ ભરોસો

સ્મૃતિ મંધાના 2013 થી ભારત માટે રમી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ અનુભવ ધરાવે છે. તેણે આ અગાઉ પણ 18 T20I અને 4 ODI મેચોમાં ભારતનું સુકાન સંભાળ્યું છે. ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ તેનો કેપ્ટનશિપ રેકોર્ડ શાનદાર રહ્યો છે. સ્મૃતિની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 2024 અને 2026 માં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) નો ખિતાબ જીત્યો હતો. BCCI પ્રમુખ મિથુન મન્હાસ અને માનદ સચિવ દેવજીત સૈકિયાએ મંધાનાની નેતૃત્વ ક્ષમતા અને રમત પ્રત્યેની સમજણ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કેપ્ટન બનતા જ હરપ્રીત કૌરને કરી યાદ

નવી જવાબદારી મળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ દેશનું નેતૃત્વ કરવાનો અવસર આપવા બદલ BCCI, સિલેક્ટર્સ અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેણે પૂર્વ કેપ્ટન હરપ્રીત કૌરના યોગદાનને બિરદાવતા કહ્યું કે, હરપ્રીતે વર્ષો સુધી પૂર્ણ સમર્પણ સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે અને તે આપણી ક્રિકેટ સફરનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો રહી છે. ભારતનું નેતૃત્વ કરવું એ મારા માટે અત્યંત વિશેષ સન્માનની વાત છે અને હું આ જવાબદારીને ખૂબ મહત્વ આપીશ.

વધુ વાંચો : BCCI સાથે રિવ્યૂ મીટિંગ બાદ હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

કેપ્ટનની જાહેરાતની સાથે જ મહિલા પસંદગી સમિતિએ ઝિમ્બાબ્વે સામે રમાનારી T20I અને ODI શ્રેણી માટે ભારતીય સ્ક્વોડની પણ ઘોષણા કરી દીધી છે. T20I શ્રેણી રાયપુરમાં યોજાશે, જ્યારે ODI શ્રેણીનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવશે. આ નવી ટીમમાં કપ્તાન સ્મૃતિ મંધાના રહેશે જ્યારે હરપ્રીત કૌર એક ખેલાડી તરીકે ટીમમાં સામેલ છે. પસંદગીકારોએ લીડરશિપ ગ્રુપ સ્પષ્ટ કરતા T20I માં શેફાલી વર્માને વાઇસ કેપ્ટન બનાવી છે, જ્યારે ODI ફોર્મેટમાં આ જવાબદારી દીપ્તિ શર્માને સોંપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia SmritiMandhana HarmanpreetKaur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ