ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડના કપરાડામાં ગળાફાંસો ખાઇ આચાર્યએ જીવન ટૂંકાવ્યું, શિક્ષકોમાં રોષની લાગણી
Last Updated: 04:48 PM, 6 October 2026
ADVERTISEMENT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યએ આપઘાત કરી લેતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. શંકરભાઈ જાધવ નામના આચાર્યએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી મુજબ, આપઘાત કરતાં પહેલાં આચાર્યએ સ્યૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે શાળાની કામગીરી તેમજ ઓનલાઈન કામગીરીના ભારણનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે જિલ્લાના શિક્ષકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્યૂસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સ્યૂસાઇડ નોટમાં કરાયેલા ઉલ્લેખ તેમજ અન્ય સંજોગોને આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતના 3 જિલ્લાઓમાં મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો આગાહી
શિક્ષણ ક્ષેત્રે ઓનલાઈન કામગીરી અને વહીવટી જવાબદારીઓના વધતા ભારણ અંગે શિક્ષકો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવતી રહી છે. જોકે, આ ઘટનામાં આપઘાતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ શિક્ષકો પર રહેલા કામના ભારણ અને તેમની કાર્યસ્થળની પરિસ્થિતિ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.