ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ભારતમાં શાંતિ નથી' નિવેદન પર સંજય દત્તે આપી સ્પષ્ટતા, બબાલ થતાં બોલ્યા- 'સ્ક્રિપ્ટેડ હતું'

મનોરંજન / 'ભારતમાં શાંતિ નથી' નિવેદન પર સંજય દત્તે આપી સ્પષ્ટતા, બબાલ થતાં બોલ્યા- 'સ્ક્રિપ્ટેડ હતું'

Published By: Bijal Vyas

Last Updated: 12:00 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય દત્તના તાજેતરના એક નિવેદને ભારે ચર્ચા જગાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને 'ભારતમાં શાંતિનો અભાવ' જણાય છે. તેમણે શેખર સુમનના શોમાં આ ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની ટીકા થઈ હતી. હવે સંજય દત્તે આ નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે.

ADVERTISEMENT

બોલિવૂડ અભિનેતા સંજય દત્તના તાજેતરના એક નિવેદને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને ભારે ટીકા વહોરી છે. દત્ત તાજેતરમાં શેખર સુમનના શો 'શેખર્સ ટુનાઈટ' માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ એપિસોડ ગાંધી જયંતિના અવસરે પ્રસારિત થયો હતો, તે દરમિયાન દત્તે ટિપ્પણી કરી હતી કે તેમને "ભારતમાં પહેલાં જેવી શાંતિનો અનુભવ થતો નથી." આ નિવેદન વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ અને અભિનેતા ટીકાઓનો ભોગ બન્યા. તેના જવાબમાં, તેમણે પોતાની વાત સ્પષ્ટ કરતી એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેમની ટિપ્પણીઓ 'ગાંધીગીરી'ની ભાવનાથી કરવામાં આવી હતી અને તે સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ હતુ. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનો કોઈની પણ લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નહોતો.

સંજય દત્તની પોસ્ટ

સંજય દત્તે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદન શેર કરીને સ્પષ્ટતા કરી છે કે શો દરમિયાન તેમણે જે કહ્યું હતું તે સ્ક્રિપ્ટનો એક ભાગ હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "હું માત્ર એટલું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો, તેમને અપમાનિત કરવાનો કે તેમનો અનાદર કરવાનો મારો ક્યારેય કોઈ ઈરાદો નહોતો. મેં જે કંઈ પણ કહ્યું તે સ્ક્રિપ્ટ મુજબ હતું. તે વાતચીતનો ઉદ્દેશ્ય માત્ર હળવુ વાતાવરણ ઊભું કરવાનો હતો."

મારી વાતોને ખોટી રીતે લેવામાં આવી- સંજય દત્ત

સંજય દત્ત તેમની પોસ્ટમાં આગળ લખે છે: "મેં જે કહ્યું તેની પાછળની ભાવના બરાબર 'મુન્ના ભાઈ' જેવી ફિલ્મોમાં જોવા મળતા હાસ્ય અને કટાક્ષ જેવી જ હતી ખાસ કરીને 'ગાંધીગીરી'ના ખ્યાલ જેવી જેનો ઉદ્દેશ્ય પ્રેમ, સાથ-સહકાર, એકતા અને સદ્ભાવનાનો સંદેશ પહોંચાડવાનો હતો. જોકે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો; જે સંદર્ભમાં તે કહેવામાં આવ્યા હતા, તેમાંથી તેને અલગ તારવીને રજૂ કરવામાં આવ્યા."

સંજય દત્તને શોમાં શું કહ્યું હતું?

હકીકતમાં, શો દરમિયાન સંજય દત્તને એક એવી પરિસ્થિતિ આપવામાં આવી હતી જેમાં તેમને પાંચ મિનિટ માટે દેશના વડાપ્રધાન હોવાની કલ્પના કરીને લોકોને સંબોધવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે 'મુન્ના ભાઈ'ની શૈલીમાં એક વ્યંગાત્મક ભાષણ આપ્યું અને કહ્યું કે, "આ દેશમાં ખૂબ જ સારા લોકો છે."

અહીં શાંતિ હોવી જોઈએ. મારા દેશમાં હવે મને પહેલાં જેવી શાંતિનો અનુભવ થતો નથી. આપણે ભારતીયો આપણા વિશાળ હૃદય અને મહેમાન નવાઝી માટે જાણીતા છીએ. આપણે ઘણું બધું આપ્યું છે અને આપણે હંમેશાં એવા જ રહેવું જોઈએ. હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે તે દિવસો પાછા આવે.

આ પણ વાંચોઃ બિકિનીમાં છવાઈ 49 વર્ષીય હોટ એક્ટ્રેસ, ફેન્સે કહ્યું ''વધતી ઉંમર જાણે...''

'મરાઠી નથી શીખી' વાળા નિવેદન પર પણ બબાલ

તાજેતરમાં સંજય દત્તના એક નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો. એક કાર્યક્રમ દરમિયાન તેમને મરાઠીમાં કંઈક બોલવા માટે કહેવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પણ તેમને તે ભાષામાં થોડા શબ્દો બોલવાનો આગ્રહ કર્યો હતો, જેના જવાબમાં સંજય દત્તે કહ્યું કે યરવડા જેલમાં છ વર્ષ વિતાવ્યા હોવા છતાં તેઓ મરાઠી શીખ્યા નથી. આ વીડિયો સામે આવતા જ તેમના નિવેદન અંગે લોકોના મંતવ્યો વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકોએ અભિનેતાના જવાબની પ્રશંસા કરી, તો અન્ય લોકોએ તેની ટીકા કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lack of peace in india sanjay dutt clarifies statement it was all scripted

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ