ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / રજનીકાંતના ધમાકેદાર સ્વેગ સાથે મોહનલાલ અને ઋતિક રોશનના કેમિયોએ મચાવી ધૂમ, જુઓ એક્શનથી ભરપૂર ‘જેલર 2’નું ટ્રેલર
Last Updated: 10:15 PM, 5 October 2026
ADVERTISEMENT
તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નો લુક ત્રણ વર્ષ પહેલાં ખૂબ જ હિટ થયો હતો. અનિરુદ્ધના મ્યુઝિક અને નેલ્સન દિલીપકુમારની ડાયરેક્શન સાથે તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેની સફળતા બાદ સિક્વલ ‘જેલર 2’ની જાહેરાત થઈ અને હવે તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે જે ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધારી રહ્યુ છે.
ADVERTISEMENT
ટ્રેલરમાં શું છે ખાસ?
ટ્રેલરની શરૂઆત સસ્પેન્સથી થાય છે. જેમાં અમુક લોકો એવા વ્યક્તિની શોધમાં છે જે તેમના માણસોને મારી રહ્યો છે પરંતુ કોઈ તેનું નામ કે ચહેરો ઓળખતું નથી. ત્યારે રિટાયર્ડ આઈપીએસ જેલર ‘ટાઇગર’ મુથુવેલ પાંડિયનની એન્ટ્રી થાય છે.
ADVERTISEMENT
મુથુવેલ એક અંડરકવર પોલીસવાળો છે જે દુશ્મનોથી છુપાઈને કામ કરી રહ્યો છે. તેને વર્મનને માર્યો હતો પરંતુ તેને ખબર નથી કે વર્મન સાથે બીજા ઘણા ખતરનાક લોકો જોડાયેલા હતા. આ વખતે તેને એક નહીં પણ ત્રણ-ચાર ખૂંખાર વિલનનો સામનો કરવો પડશે તેથી તેને મજબૂત ટીમની જરૂર છે.
ADVERTISEMENT
સ્ટાર કેસ્ટની જોરદાર એન્ટ્રી
ટ્રેલરમાં રજનીકાંત સાથે વિદ્યા બાલન, મિથુન ચક્રવર્તી અને એસ.જે. સૂર્યા વિલનની સાઇડે દેખાય છે. જ્યારે હીરોની સાઇડે જેકી શ્રોફ, શિવરાજકુમાર, મોહનલાલ અને હૃતિક રોશનની ઝલક મળે છે. જેમાં હૃતિકનો લુક ડાયરેક્ટરે હજુ સુધી છુપાવી રાખ્યો છે જે સીધો થિયેટરમાં જોવા મળશે.
ADVERTISEMENT
આખુ ટ્રેલર માસ મોમેન્ટ્સથી ભરેલો છે. જેલર 1ની સફળતા બાદ આ સિક્વલને પણ જોરદાર રિસ્પોન્સ મળવાની સંભાવના છે. હિન્દીમાં તો હૃતિક રોશનના કેમિયોથી હાઇપ વધુ વધી ગઈ છે. આ ફિલ્મ 15 ઑક્ટોબરે વિશ્વભરમાં રિલીઝ થવાની છે. રજનીકાંતનો સ્વેગ અને આટલા મોટા સ્ટાર કેસ્ટ સાથે ‘જેલર 2’ એક મોટી પેન-ઇન્ડિયા ફિલ્મ બની રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ