ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / વિદ્યુત જામવાલે લગભગ 15 મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન કર્યું, પગ ધ્રૂજતા અને આંખોમાં પાણી આવતા ફેન્સ ચોંક્યા, જુઓ Video
Last Updated: 10:14 AM, 6 October 2026
ADVERTISEMENT
વિદ્યુત જામવાલની ફિટનેસ વિશે સૌ કોઈ સારી રીતે જાણે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર અદભૂત અને અનોખા યોગાસનો તેમજ શારીરિક કસરતોનું પ્રદર્શન કરતો રહે છે. જોકે, સોમવારે મુંબઈમાં યોજાયેલા એક ખાસ 'સ્ટ્રીટ ફાઇટર' કાર્યક્રમ દરમિયાન વિદ્યુતે સ્ટેજ પર કંઈક એવું કર્યું જેનાથી ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત અને ચિંતિત થઈ ગયા.
ADVERTISEMENT
વિદ્યુતે 15 મિનિટ સુધી શ્વાસ રોક્યો
વાસ્તવમાં, વિદ્યુતે 'સ્ટ્રીટ ફાઇટર'માં એક એવા ગેમિંગ પાત્રની ભૂમિકા ભજવી છે જેણે યોગમાં નિપુણતા મેળવી છે. મંચ પર, તેણે 15 મિનિટ સુધી સ્થિર ઊભા રહીને અને શ્વાસ રોકી રાખીને તેના યોગાભ્યાસમાં રહેલી પ્રેક્ટિસનું પ્રદર્શન કર્યું. આ પ્રક્રિયા દરમિયાન તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેનું શરીર ધ્રૂજવા લાગ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદ્યુતે યોગાને આપ્યો તેનુ ક્રેડિટ
આ ધ્યાન પૂર્ણ કર્યા પછી, વિદ્યુત જણાવે છે કે, તેણે પતંજલિ યોગસૂત્રની એક વિશેષ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. વિદ્યુતના મતે, આ અભ્યાસે તેને જીવનમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ કરી છે. તેણે યુવાનોને પણ આ પદ્ધતિ શીખવી છે.
ADVERTISEMENT
વિદ્યુતનો યંગસ્ટર્સનો ખાસ મેસેજ
વિદ્યુતે સમજાવ્યું કે આ અભ્યાસ પાછળનો મુખ્ય વિચાર ધીરજ છે. પરિણામો પાછળ દોડવાને બદલે, લોકોએ રોકવાનું શીખવાની જરૂર છે, તેમણે સ્થિરતા કેળવવાની અને કંઈક મીનિંગફુલ હાંસલ કરવાની જરૂર છે.
ADVERTISEMENT
યંગસ્ટર્સને મેસેજ આપતા વિદ્યુત કહે છે, "હું યુવા પેઢીને એક વાત કહેવા માંગુ છું: બસ, એક ક્ષણ માટે થોભી જાઓ. મેં જે કંઈ પણ હાંસલ કર્યું છે તે કેવી રીતે કર્યું તે હું જાણતો નથી, પરંતુ તે એટલા માટે શક્ય બન્યું કારણ કે હું સ્થિર રહ્યો. આપણે લોકોને દોડધામ કરતા જોઈએ છીએ, એવું વિચારીને કે તેમણે આ કે તે કરવું જ પડશે. તમારે કંઈ કરવાની જરૂર નથી.બસ, એક ક્ષણ માટે રોકાઇ જાઓ અને સ્થિર ઊભા રહો."
વિદ્યુતે વધુમાં કહ્યું, "આ સ્કિલ તમને ઘણી આગળ લઈ જશે. આ બધું જોયા પછી હું તમને આટલું જ કહી શકું છું."
ADVERTISEMENT
વિદ્યુતનું હોલિવુડ ડેબ્યૂ
ઉલ્લેખનીય છે કે વિદ્યુત 'સ્ટ્રીટ ફાઇટર' દ્વારા હોલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે 'ધલસિમ'નું પાત્ર ભજવી રહ્યો છે. યોગ અને શારીરિક તાલીમના વર્ષોના અનુભવને કારણે તેને આ ભૂમિકા મળી છે.
આ ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. અંગ્રેજી ઉપરાંત, તે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ