ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ યુવાનોને નશામાંથી બહાર લાવશે, જાણો શું કરી રહી છે કામગીરી?
Last Updated: 01:27 PM, 6 October 2026
ADVERTISEMENT
નશો માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે. યુવાનીમાં મોજ-મસ્તી, મિત્રોનું દબાણ કે ઝડપથી એનર્જી મેળવવાની ઇચ્છાથી શરૂ થયેલો નશો ક્યારે ગંભીર લત બની જાય છે તેની ખબર પડતી નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને શહેર પોલીસ ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવા સાથે નશો કરતા લોકોને નવું જીવન આપવાની દિશામાં પણ કામગીરી કરી રહી છે. નશો કરતા લોકોને ઓળખી તેમને નશામુક્તિ કેન્દ્રમાં મોકલી સારવાર અને પુનર્વસન દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાસ ચેકિંગ
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુવાનોમાં પાર્ટી અને ઉજવણી દરમિયાન વિવિધ પ્રકારના નશીલા પદાર્થોના ઉપયોગની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ડ્રગ્સનું સેવન કરતા યુવાનો સુધી પહોંચીને તેમને ગુનેગાર તરીકે જોવાના બદલે યોગ્ય સારવાર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું છે કે ડ્રગ્સ સામે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને ડ્રગ્સના કેસ કરવામાં આવી રહ્યા છે, સાથે નશો કરતા લોકોને સુધારવા માટે નશામુક્તિ કેન્દ્રમાં મોકલવાની પણ કામગીરી ચાલી રહી છે. નશાની શરૂઆત ઘણી વખત સામાન્ય લાગતી વસ્તુઓથી થાય છે, પરંતુ ધીમે ધીમે વ્યક્તિ તેના ઉપર નિર્ભર બનતી જાય છે. દારૂ, અફીણ અને હેરોઈન જેવા પદાર્થો શરીર અને મગજની ગતિ ધીમી કરે છે, બીજી તરફ કોકેન અને મેથામ્ફેટામાઈન જેવાં સ્ટીમ્યુલન્ટ્સ ઉત્તેજના વધારે છે અને ગંભીર શારીરિક તથા માનસિક નુકસાન પહોંચાડી શકે છે. નિકોટિન પણ લત લગાડનારો પદાર્થ છે.
ADVERTISEMENT
નશો છોડવાની શરૂઆત ક્યાંથી કરવી?
- નશો કરનાર વ્યક્તિને અપમાનિત કે એકલી ન પાડવી.
ADVERTISEMENT
- નશાની લત જણાય તો પરિવારજનો સાથે ખુલ્લી વાત કરવી.
- જાતે દવા શરૂ કરવાના બદલે નિષ્ણાત તબીબ અથવા નશામુક્તિ કેન્દ્રની મદદ લેવી.
ADVERTISEMENT
- નશાના કારણે વર્તનમાં ફેરફાર, અભ્યાસમાં ઘટાડો અથવા પરિવારથી દૂર રહેવા જેવા સંકેતોને અવગણવા નહીં.
- મિત્રો અને પરિવારજનો યુવાનને સતત સપોર્ટ આપે તે જરૂરી છે.
ADVERTISEMENT
- ડ્રગ્સની હેરાફેરીની માહિતી મળે તો પોલીસને જાણ કરવી.
નશો માત્ર ડ્રગ્સ પૂરતો સીમિત નથી
ADVERTISEMENT
દારૂ અને અફીણ જેવાં ડિપ્રેસન્ટ્સ, કોકેન અને મેથામ્ફેટામાઈન જેવા સ્ટીમ્યુલન્ટ્સ, ગાંજો-ચરસ જેવા કેનાબિસ પદાર્થો તેમજ કેમિકલ્સ અને કેટલીક દવાઓનો ખોટો ઉપયોગ પણ નશાની સમસ્યા ઊભી કરી શકે છે. તેથી યુવાનોમાં કોઈ પણ પ્રકારની નશાની આદતને શરૂઆતથી જ ગંભીરતાથી લેવી જરૂરી છે.
નશાના મુખ્ય પ્રકાર
- શરીર અને મગજને ધીમું કરતો નશો: દારૂ, અફીણ, હેરોઈન, ઊંઘની ગોળીઓ અને ચિંતા ઘટાડતી કેટલીક દવાઓ. આવા નશાથી વ્યક્તિમાં સુસ્તી અને નિષ્ક્રિયતા વધી શકે છે.
- ઉત્તેજના વધારતો નશો: કોકેન, મેથામ્ફેટામાઈન અને નિકોટિન જેવા પદાર્થો. આવા નશાથી શરીર અને મગજની પ્રવૃત્તિ વધી શકે છે અને વ્યક્તિ વધુ ઉત્તેજિત થઈ શકે છે.
- ભ્રમ પેદા કરતો નશો: ગાંજો, ચરસ, ભાંગ, એલએસડી અને અન્ય કેટલાક પદાર્થો. આવા નશાથી વ્યક્તિની વિચારવાની, સમજવાની અને આસપાસની પરિસ્થિતિ અનુભવવાની ક્ષમતા પર અસર થઈ શકે છે.
- સૂંઘીને કરવામાં આવતો નશો: ગુંદર, પેટ્રોલ, વ્હાઇટનર, નેઇલ પોલિશ િરમૂવર જેવાં રસાયણો સૂંઘવાનો નશો. આ પ્રકારનો નશો શરીર અને મગજ માટે ખૂબ નુકસાનકારક બની શકે છે.
- કૃત્રિમ નશીલા પદાર્થો: કારખાનામાં વિવિધ રસાયણોથી તૈયાર કરવામાં આવતા નશીલા પદાર્થો. તેની અસર મગજ અને શરીર પર ગંભીર થઈ શકે છે.
- દવાઓનો દુરુપયોગ: તબીબની સલાહ વિના ઊંઘની ગોળીઓ, દુખાવાની દવાઓ અથવા અન્ય દવાઓનો નશા માટે ઉપયોગ કરવો પણ લતનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.