ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થાનગઢના મેળામાં બંદોબસ્તમાંથી 103 જવાનોને ફરજ મોકૂફ કરાયા, કેમ કરાઈ કાર્યવાહી?
Last Updated: 12:47 PM, 7 October 2026
ADVERTISEMENT
થાનગઢના મેળામાં બંદોબસ્તમાંથી ગેરહાજર 103 જવાનોને ફરજ મોકૂફ કરી દેવાયા છે. ગેરહાજરી અંગે સંબંધિત જવાનો પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. યોગ્ય અને વાજબી કારણ જણાશે તો ફરજ પર પરત લેવાશે અને જો કારણ સંતોષકારક નહીં જણાય તો આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.
ADVERTISEMENT
મેળામાં 665 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત
વિશ્વપ્રસિદ્ધ તરણતરના મેળામાં 665 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને 103 જવાનો ગેરહાજર રહ્યાંનું માલૂમ પડતાં તેમને ફરજ મોકૂફ કરી દેવાયા છે.
ADVERTISEMENT
15 સપ્ટેમ્બરમાં મેળામાં દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે 15 સપ્ટેમ્બરમાં તરણતરના મેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોતના કૂવામાં સ્ટેજ પાસેની લોખંડની મોટી એંગલ તૂટી પડી હતી જેને અડફેટ આવતાં 5 લોકોને ઈજા પહોંચી હતી. કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે મેળામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બનાવથી મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા.
ADVERTISEMENT
રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની સગીરાનું મોત
ગત 7 સપ્ટેમ્બરના રોજ વઢવાણના મેળામાં રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની નિહારિકા પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘાતક ઘટના બન્યા છતાં તરણેતરના મેળામાં સરકારી નિયમો નેવે મૂકીને રાઇડો શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT