ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે રૂમમાં પુરીને પતિએ પત્નીનો કરાવ્યો ગેંગરેપ, ઝાડ સાથે બાંધીને પણ દુષ્કર્મ

ક્રાઈમ / સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે રૂમમાં પુરીને પતિએ પત્નીનો કરાવ્યો ગેંગરેપ, ઝાડ સાથે બાંધીને પણ દુષ્કર્મ

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 10:52 AM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક બીભત્સ વીડિયો બાદ સુરેન્દ્રનગર પોલીસ હરકતમાં આવી છે અને તપાસના અંતે મહિલા સાથે ગેંગરેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા છે.

શુદ્ધિકરણના નામે રૂમમાં પુરીને પતિએ પત્નીનો કરાવ્યો ગેંગરેપ

સુરેન્દ્રનગર વેદિકા બિહાનીની દેખરેખ હેઠળ એ-ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ થયેલા વીડિયોને તપાસનો આધાર બનાવી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલી હકીકતોના આધારે કુલ 9 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, ભોગ બનનાર મહિલાને ‘ચોખ્ખી કરવાની વિધિ’ના બહાને રૂમમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ રૂમમાં પૂરી મહિલાની મજબૂરીનો ગેરલાભ લઈ તમામ શખ્સોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

દુષ્કર્મનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે લીધું એક્શન

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે માત્ર વીડિયો વાયરલ થવા સુધી મામલો સીમિત ન રાખી, તેની પાછળના શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો. અંતે બે મહિલાઓ સહિત કુલ 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

જેની સાથે ભાગી એણે કરાવ્યું દુષ્કર્મ

મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને જેની સાથે ભાગી હતી તેની પાસે જ પતિ સહિતના સંબંધીઓએ દુષ્કર્મ કરાવ્યું હતું. માત્ર એટલું જ નહીં, તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો.

કોણ છે આરોપીઓ?

પોલીસે ઝડપેલા આરોપીઓમાં (૧)પોપટભાઈ લાખાભાઈ સરવૈયા, (૨)રમેશભાઈ મનુભાઈ સરવૈયા, (૩)જયંતીભાઈ પેથાભાઈ સરવૈયા, (૪)ભરતભાઈ ખાટાભાઈ સરવૈયા, (૫)જીતુભાઈ ધીરૂભાઈ સરવૈયા, (૬)પપ્પુભાઈ બકાભાઈ પરમાર, (૭)કલાભાઈ કેશુભાઈ સરવૈયા, (૮)ગીતાબેન જયંતીભાઈ સરવૈયા અને (૯)લીલાબેન ખાટાભાઈ સરવૈયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર

પોલીસે શરુ કરી તપાસ

તમામ આરોપીઓ સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં આવેલા વહાણવટીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે... એક મહિલા સાથે વિધિના નામે રૂમમાં લઈ જઈ સામૂહિક રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે, ત્યારે આવા કૃત્ય પાછળની સમગ્ર હકીકત શું છે? ઘટનાનો વીડિયો કોણે બનાવ્યો? વીડિયો સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયો? અને આ સમગ્ર કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ?હાલ સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે તમામ 9 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આ કેસમાં વીડિયો, ઘટનાસ્થળ તથા આરોપીઓની ભૂમિકા સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.સુરેન્દ્રનગરમાં મહિલાની આબરુ સાથે થયેલા આ ગંભીર કૃત્યે ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ આખા મામલાનો પર્દાફાશ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surendranagar surendranagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ