ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગરબા આયોજકો માટે ખાસ સૂચના, પાર્ટી પ્લોટ, ક્લબ અને સોસાયટીના ગરબા માટે પોલીસના 44 નિયમો
Last Updated: 08:49 AM, 7 October 2026
ADVERTISEMENT
નવરાત્રીની રાતે ગરબાના તાલ સાથે અમદાવાદના વિવિધ વિસ્તારો ગુંજી ઉઠવાના છે, પરંતુ આ વખતે રાતના 12 વાગ્યા બાદ માઈકનો અવાજ અચાનક બંધ થઈ જશે. શહેરમાં નવરાત્રીના આયોજનને લઈને પોલીસ તંત્રએ 44 નિયમોની યાદી જાહેર કરી છે. જેના કારણે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી, પોળ અને શેરી ગરબાના આયોજકો માટે ઉજવણીની સાથે નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે.
ADVERTISEMENT

અમદાવાદમાં તા. 11થી 20 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીના નવ દિવસ અને દશેરા દરમિયાન રાસ, ગરબા, દાંડિયા કે અન્ય નવરાત્રી ઉજવણીના કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ સત્તાવાર રીતે રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં અને નોઈઝ પોલ્યુશનના નિયમોનું પાલન કરવું પડશે.
ADVERTISEMENT
પોલીસ કમિશનરે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે પોલીસ તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલે ગરબા આયોજકોએ સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસના સાયલન્ટ ઝોનમાં માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયમ પાર્ટી પ્લોટ હોય કે શેરી ગરબા, તમામ આયોજનો માટે લાગુ પડશે.
ADVERTISEMENT
પોલીસે નવરાત્રીના આયોજકો માટે કુલ 44 નિયમોની યાદી જાહેર કરી છે. તેમાં 12 નિયમો પરવાનગી માટે અને 32 નિયમો વ્યવસ્થા માટે રાખવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજનો ઉપરાંત સોસાયટી, પોળ અને શેરી ગરબાના જાહેર આયોજનો માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બિનવ્યાવસાયિક સોસાયટી અને શેરી ગરબાના આયોજનોમાં લાઉડ સ્પીકરની મંજૂરી જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવશે. બીજી તરફ, ટિકિટ અથવા પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબના રાસ-ગરબા આયોજનો માટે માઈકની પરવાનગી એસીપી (ટ્રાફિક) દ્વારા આપવામાં આવશે. વ્યાવસાયિક આયોજનોની અરજીઓ પોલીસ સ્ટેશન દ્વારા અભિપ્રાય સાથે વહેલી તકે એસીપી સુધી મોકલવાની રહેશે. શેરી અને સોસાયટી ગરબાના આયોજકો માટે પણ ખાસ જવાબદારી નક્કી કરવામાં આવી છે. આવા આયોજકોએ ફરજિયાતપણે બે મેન્ટર નીમવાના રહેશે. સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ એક અધિકારી અથવા કર્મચારીને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ મેન્ટરોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે. પોલીસ અને પબ્લિક મેન્ટર ગરબાના સ્થળે લોકોની સુરક્ષા, ખાસ કરીને મહિલા સુરક્ષા, ટ્રાફિકની વ્યવસ્થા અને કોઈ વ્યક્તિ કેફી દ્રવ્યોનું સેવન કરીને ગરબા સ્થળે પ્રવેશ ન કરે તે સહિતના મુદ્દે સંકલન કરશે. આયોજક મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મેન્ટરે પોલીસ સાથે સતત સંકલન રાખવાનું રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર
અમદાવાદમાં નવરાત્રીની ઉજવણીને લઈને એક તરફ ગરબા રસિયાઓમાં ઉત્સાહ છે, તો બીજી તરફ આયોજકો માટે પોલીસના 44 નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે. ખાસ કરીને રાત્રે 12 વાગ્યા સુધી જ માઈકની મંજૂરી અને સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધને લઈને આયોજકોએ અગાઉથી જરૂરી પરવાનગી અને વ્યવસ્થા કરી લેવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT