ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોણ છે જીનલ પરમાર? જેણે અમદાવાદમાંથી બાળકોનું અપહરણ કર્યું અને લાખોમાં સોદો કર્યો
Last Updated: 05:50 PM, 6 October 2026
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતીમાં બાળકના અપહરણના કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો.. એક મહિલા સહિત 4 આરોપીની ઝડપી લીધા... આ ટોળકી બાળકનું અપહરણ કરીને તેને નિસંતાન પરિવારને લાખો રૂપિયામાં વેચી દેતા હતા.. ક્રાઈમ બ્રાન્ચે 1300 CCTV ફૂટેજ ચેક કરીને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.. આ હ્યુમન ટ્રાફિકિંગ નું નેટવર્ક નોઈડા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હોવાનો થયો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
શું બન્યો હતો આખો બનાવ?
પોલીસ કસ્ટડી માં જોવા મળતી મહિલા આરોપી જીનલ પરમારની બાળક અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે..1 ઓક્ટોબરની રાત્રે રાણીપ તળાવ નજીકથી શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ થયું હતું...માતા-પિતા ઊંઘમાંથી જાગ્યા ત્યારે બાળક ગાયબ હોવાનું સામે આવ્યું હતું...ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને ક્રાઈમ બ્રાન્ચ તથા ઝોન-2 LCBની ટીમો તપાસમાં જોડાઈ હતી..તપાસ દરમિયાન ઘટનાના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યા...એક-બે નહીં પરંતુ 1300થી વધુ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા... જેમાં એક યુવતી બાળકનું અપહરણ કરીને કેદ થઈ હતી..આ CCTV ચેક કરતા આ ટોળકીએ સોલા સિવિલ હોસ્પિટલ ની બહાર શ્રમજીવી પરિવાર ના બાળકના અપહરણ પ્રયાસ કર્યો હતો..પરંતુ છોકરાની ડિમાન્ડ હોવાથી તેમણે રાણીપ તળાવ નજીક અપહરણને અંજામ આપ્યો હતો.. આ અપહરણ માં જિનલ સાથે બે સગીર કિશોર પણ સામેલ હતા.. અપહરણ બાદ આ ટોળકી નોઈડા ફરાર થવાના હતા.. પરંતુ પોલીસની નાકાબંધી અને ચેકીંગથી ડરીને બાળકને રાણીપ તળાવ નજીક મૂકીને જતા રહ્યા હતા.. પરંતુ પોલીસના CCTV સર્વેલન્સ માં બાળકને મુકવા આવેલી યુવતી કેદ થતા ક્રાઇમ બ્રાન્ચે જિનલની ધરપકડ કરી.. અને ત્યાર બાદ કાયદાના સંઘર્ષ માં આવેલા બે કિશોર સાબરમતી રેલવે સ્ટેશનથી ભાગવાના પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસે ત્યાંથી પકડી લીધા..જ્યારે UP થી ભવનેશ ઉર્ફે ભાનુ નામના આરોપીની ધરપકડ કરીને હ્યુમન ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ADVERTISEMENT
કોણ છે આરોપી જીનલ પરમાર?
હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પકડાયેલ આરોપી જીનલ પરમાર 21 વર્ષની છે.. અને મૂળ અમદાવાદની રહેવાસી છે.. નર્સનો અભ્યાસ કરે છે..તેમજ નોઈડામાં જેપીટોમાં નોકરી કરે છે.. તેની સાથે કામ કરતા અન્ય આરોપી ભવનેશ ઉર્ફે ભાનુ આ કેસનો માસ્ટર માઈન્ડ છે.. ભાનુએ જિનલ અને કાયદાના સંઘર્ષ માં આવેલા બે કિશોર ને બાળકના અપહરણ માટે બે બે લાખ તમામને આપવાનું કહ્યું હતું.. આરોપીઓ મોંઘી લાઈફસ્ટાઈલના શોખના કારણે અપહરણના કાવતરામાં સામેલ થયા.. જિનલ અમદાવાદ ની હોવાથી અહીંયા આવીને બાળકનું અપહરણ નું કાવતરું ઘડ્યું.. આ ટોળકી એક્ટિવા પર શ્રમજીવી પરિવાર ની રેકી કરવા નીકળતા હતા..અને ત્યાર બાદ સાબરમતી માં રાણીપ તળાવ નજીક બાળકનું અપહરણ કર્યું હતું.. ભાનુ આ બાળકને રૂ 10 લાખમાં અન્ય લોકોને વેચવાનો હતો..જ્યારે આ ટોળકી નિસંતાન પરિવારને ઉંચી કિંમત માં વેચાણનું નેટવર્ક ચલાવતા હતા.. ક્રાઇમ બ્રાન્ચે આ નેટવર્કનો પર્દાફાશ કરીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો" વિવાદ વચ્ચે બોલ્યાં શંકરસિંહ વાઘેલા
ક્રાઇમ બ્રાન્ચે પરિવારને સોંપ્યું બાળક
ADVERTISEMENT
બાળકના અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પરિવારને સલામત બાળક સોંપ્યું છે. પોલીસે માત્ર અમદાવાદ પૂરતી તપાસ સીમિત ન રાખતા રાજ્ય બહાર પણ તપાસ હાથ ધરી છે..નોઈડા અને ઉત્તર પ્રદેશ સુધી તપાસનો દોર પહોંચ્યો છે.. અને સ્થાનિક પોલીસની પણ મદદ લીધી છે.. હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્ક માં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવા પોલીસ કમિશ્નર એ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે.. ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો