ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સુનિધિ ચૌહાણનો મ્યુઝિક શો વિવાદમાં, ડાન્સરોના વસ્ત્રો સામે બજરંગ દળ લાલઘૂમ

ગુજરાત / સુરતમાં સુનિધિ ચૌહાણનો મ્યુઝિક શો વિવાદમાં, ડાન્સરોના વસ્ત્રો સામે બજરંગ દળ લાલઘૂમ

Published By: Pravin Joshi

Last Updated: 11:18 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાલ વિસ્તારમાં બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર્ફોર્મન્સ અને ડાન્સરોના પહેરવેશ મુદ્દે મોટો બબાલ ઊભો થયો છે.

ADVERTISEMENT

સુરત શહેરના પાલ વિસ્તાર સ્થિત 'ગ્રાન્ડ ફેરોહાર' ખાતે યોજાયેલા બોલિવૂડની સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ મ્યુઝિક કોન્સર્ટ બાદ ભારે વિવાદ સર્જાયો છે. સુનિધિ ચૌહાણે પોતાની બહુચર્ચિત 'આઈ એમ હોમ કમિંગ' ઈન્ડિયા ટૂરની શરૂઆત સુરતથી કરી હતી. જોકે, કોન્સર્ટના વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સ્ટેજ પરફોર્મન્સ અને ડાન્સરોના વસ્ત્રોને લઈને બજરંગ દળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યારે આયોજકોએ આ વિરોધને પાસ ન મળવાનું પરિણામ ગણાવીને પાયાવિહોણો ગણાવ્યો છે.

30 ફૂટની ઊંચાઈએથી એન્ટ્રી અને ગ્લેમરસ પર્ફોર્મન્સ

3 ઓક્ટોબરની રાત્રે યોજાયેલા આ શોની શરૂઆત અત્યંત રોમાંચક રહી હતી. સુનિધિ ચૌહાણે જમીનથી આશરે 30 ફૂટની ઊંચાઈએ કેબલ્સ પર લટકતી ખુરશી પર બેસીને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તેમની સાથે 15 સભ્યોની ડાન્સ ક્રૂ, બીટબોક્સર અને મ્યુઝિક બેન્ડે ઉપસ્થિત હજારો ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 'ડાન્સ પે ચાન્સ' જેવા સુપરહિટ ગીતો પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપતા સુનિધિએ આખી ઈવેન્ટ દરમિયાન બે વખત પોતાના આઉટફિટ બદલ્યા હતા.

બજરંગ દળનો આરોપ: 'પરિવાર સામે સંસ્કૃતિનું હનન સહ્ય નથી'

કોન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઊઠ્યા હતા. બજરંગ દળ સુરત પૂર્વ વિભાગના સંયોજક અભિષેક રાજપૂતે જણાવ્યું હતું કે, કલાકારો અને ડાન્સરોના પહેરવેશમાં મર્યાદાનો અભાવ જોવા મળ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જાહેર કાર્યક્રમોમાં પારિવારિક માહોલ જળવાવો જોઈએ. વેસ્ટર્ન કલ્ચરના આંધળા અનુકરણથી ભારતીય સમાજ પર નકારાત્મક અસર પડે છે. અમે આયોજકો સાથે મુલાકાત કરીને અપીલ કરીશું કે ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં કલાકારોના વસ્ત્રો અંગે યોગ્ય સીમારેખા નક્કી કરવામાં આવે."

વધુ વાંચો : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ, કયા ગુનામાં કાર્યવાહી?

આયોજકનો પલટવાર: 'પાસ ના મળતાં ઊભો કરાયો ડ્રામા'

બજરંગ દળના આક્ષેપો સામે કોન્સર્ટના આયોજક 'સચી ઈવેન્ટ્સ'ના અજેશ કુમારે આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, "ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાની પસંદગીના કપડાં પહેરવાની સ્વતંત્રતા આપે છે અને કાયદામાં કોઈ ચોક્કસ ડ્રેસ કોડ નક્કી નથી. સુનિધિ ચૌહાણ અગાઉ પણ આવા જ આઉટફિટમાં અમદાવાદ અને દેશભરમાં પર્ફોર્મ કરી ચૂક્યા છે. અજેશ કુમારે વધુમાં દાવો કર્યો હતો કે, જે લોકોને કાર્યક્રમના ફ્રી પાસ નહોતા મળ્યા, તેઓ જ જાણીજોઈને સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વિવાદ ઊભો કરીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SachiEvents SunidhiChauhan BajrangDal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ