ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 600 મિલિયનના સોદા સાથે વિશ્વના ડિફેન્સ માર્કેટમાં ભારતનો મજબૂત દબદબો, નિકાસ ₹38,424 કરોડને પાર
Last Updated: 08:45 AM, 2 October 2026
ADVERTISEMENT
ભારત હવે માત્ર પોતાની સુરક્ષા માટે જ નહીં પરંતુ વિશ્વના ડિફેન્સ માર્કેટમાં પણ મજબૂત પગપેસારો કરી રહ્યું છે. જેમાં બ્રહ્મોસ મિસાઈલ આ ક્ષેત્રમાં સૌથી મોટું નામ બની ગઈ છે. રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ફિલિપાઈન્સ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથે મળીને 60 કરોડ ડોલરથી વધુ એટલે કે લગભગ 58 અબજ રૂપિયાના સોદા પૂરા થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ફિલિપાઈન્સ સાથે લગભગ 33 કરોડ ડોલરનો કરાર થયો છે અને મિસાઈલોની સપ્લાય પણ શરૂ થઈ ગઈ છે. વિયેતનામ સાથે 10 કરોડ ડોલર અને ઇન્ડોનેશિયા સાથે 20 કરોડ ડોલરના કરાર થયા છે. આ મિસાઈલ હવે વિમાનમાંથી છોડવાના વર્ઝનમાં પણ તૈયાર થઈ ચૂકી છે. સુખોઈ ફાઈટર જેટમાંથી તેને છોડવાની કસોટી સફળ રહી છે.
જેમાં રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસે પોતાની ચોકસાઈ અને ક્ષમતા સાબિત કરી છે. તે ધ્વનિ કરતાં વધુ ઝડપથી ટાર્ગેટને નિશાન બનાવે છે અને પ્રોગ્રેસની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આથી આગળ પણ ભારતના હથિયારોના નિકાસમાં તે મોટી ભૂમિકા ભજવતી રહેશે.
ADVERTISEMENT
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અગાઉ કહ્યું હતું કે, બ્રહ્મોસ માત્ર એક મિસાઈલ નથી, પરંતુ ભારતની વધતી રક્ષા ક્ષમતાનું પ્રતીક છે. ભારતનો રક્ષા નિકાસ હવે વિશ્વના 80 દેશો સુધી પહોંચી ગયો છે. વર્ષ 2025-26માં તે વધીને 38,424 કરોડ રૂપિયા થયો છે જે એક વર્ષમાં જ 62 ટકાથી વધુની ગ્રોથ દર્શાવે છે.
ADVERTISEMENT
આ સાથે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા નૌસેનિક સહયોગને ધ્યાનમાં રાખીને ભારત પણ પોતાની સમુદ્રી શક્તિ વધારી રહ્યું છે. જર્મની સાથે 80 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 6 સબમરીન બનાવવાનો કોન્ટ્રાકટ અંતિમ તબક્કામાં છે. આ સબમરીન ભારતમાં જ બનશે. જેમાં ત્રણ સ્કાર્પીન સિરીઝના યુદ્ધજહાજો બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે, જે મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં બનશે.
સંકળાયેલા મુદ્દાઓ