ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ટી.રાજા સિંહનો હૂંકાર, કહ્યું "લવ જિહાદ કેન્સર સમાન, ગરબા મહોત્સવમાં ગેર-હિંદુઓનો પ્રવેશ બંધ કરો"
Last Updated: 12:08 AM, 30 September 2026
ADVERTISEMENT
રંગિલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત 'સનાતન યુવા કથા'માં તેજાબી વક્તા અને પ્રખ્યાત નેતા ટી. રાજા સિંહે વિશેષ હાજરી આપી હતી. રાજકોટના મહેમાન બનેલા ટી. રાજા સિંહે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લવ જિહાદ અને આગામી ગરબા મહોત્સવની સુરક્ષાને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચકચારી નિવેદનો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજકોટના યુવાનો, મહિલાઓ અને વડીલોમાં ધર્મ પ્રત્યેનો ઉત્સાહ જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
રાજકોટ હિન્દૂ હૃદય સમ્રાટ ટી. રાજા સિંહ રાજકોટ ના બન્યા મહેમાન.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 29, 2026
હિંદુવાદી નેતા ટી.રાજા સિંહે ફરી એકવાર લવ જેહાદને સમાજ માટે કેન્સર ગણાવ્યું. રાજકોટની મુલાકાતે આવેલાં ટી.રાજા સિંહે લોકોને પોતાના ઘરથી જ લવ જેહાદ સામે જાગૃતિ શરૂ કરવાની અપીલ કરી. આ સિવાય નવરાત્રિમાં બિન હિંદુઓ માટે… pic.twitter.com/LuxAA6afot
ADVERTISEMENT
પોતાના સંબોધનમાં ટી. રાજા સિંહે લવ જિહાદના મુદ્દે આકરા પ્રહારો કરતા તેને સમાજ માટે ઘાતક 'કેન્સર' ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લવ જિહાદ જેવા ષડયંત્રો સામે લડવા માટે દરેક પરિવારે પોતાના ઘરથી જ જાગૃતિની શરૂઆત કરવી પડશે. વાલીઓએ પોતાની બહેન-દીકરીઓને યોગ્ય સંસ્કાર આપવાની સાથે તેમને દોસ્ત અને દુશ્મન વચ્ચેનો સાચો તફાવત સમજાવવો અત્યંત જરૂરી બન્યો છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના છળકપટનો ભોગ ન બને.

ADVERTISEMENT
નવરાત્રિ ગરબા આયોજનો સંદર્ભે ટી. રાજા સિંહે આયોજકો અને શાસન સામે મોટો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે અપીલ કરી હતી કે, દરેક ગરબા સ્થળના મુખ્ય પ્રવેશદ્વાર પર ‘ગેર-હિંદુઓ માટે પ્રવેશ વર્જિત’ લખાણ ધરાવતા બેનરો કે બોર્ડ સત્તાવાર રીતે લગાવવામાં આવે. ગરબા પંડાલમાં કામ કરતા બાઉન્સર, સિક્યુરિટી ગાર્ડ, સાઉન્ડ ઓપરેટરથી લઈને રસોઈયા અને કેટરિંગ સ્ટાફ સુધીના તમામ કર્મચારીઓનું આધાર કાર્ડ અને પોલીસ વેરીફિકેશન ફરજિયાતપણે કરવામાં આવે. સાંસ્કૃતિક અને ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે તે માટે ગરબા આયોજકો અને સ્થાનિક સરકારે સાથે મળીને ચોક્કસ નીતિ-નિયમો નક્કી કરવા જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટની જનતાના ધાર્મિક ઉત્સાહની પ્રશંસા કરતા તેમણે દેશના યુવાધનને જાગૃત થવા હાકલ કરી હતી. ટી. રાજા સિંહે ઉમેર્યું હતું કે, આપણી સંસ્કૃતિ, દેશ, ધર્મ અને સમાજની સુરક્ષાની જવાબદારી આજના યુવાનોના ખભા પર છે. તેથી યુવાનોએ સંગઠિત થઈને અને જાગૃત બનીને દેશ તથા સંસ્કૃતિ વિરોધી તત્વો સામે અવાજ ઉઠાવવા માટે હંમેશાં તત્પર રહેવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ