ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં મહિલા ગાયનેક બન્યાં ડિજિટલ અરેસ્ટનો ભોગ, ગઠિયાઓએ રૂ. 58.50 લાખ પડાવ્યાં, પોલીસે 21.50 લાખ બચાવ્યાં

ક્રાઈમ / રાજકોટમાં મહિલા ગાયનેક બન્યાં ડિજિટલ અરેસ્ટનો ભોગ, ગઠિયાઓએ રૂ. 58.50 લાખ પડાવ્યાં, પોલીસે 21.50 લાખ બચાવ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 11:17 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં ડિજિટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો છે જેમાં સાયબર ગઠિયાઓએ એકલા રહેતા નિવૃત મહિલા ગાયનેક તબીબને લગભગ 60 લાખ રુપિયા પડાવી લીધા હતા.

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. જેમાં આ વખતે સાયબર ગઠિયાઓએ એકલા રહેતા નિવૃત મહિલા ગાયનેક તબીબને ટાર્ગેટ બનાવી ઇન્કમટેક્સ તેમજ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર પરથી એકાઉન્ટ ખુલ્યા બાદ ફ્રોડની રકમ જમા થઇ હોવાનું કહી ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી વૃધ્ધા પાસેથી રૂ.58.50 લાખ પડાવી લીધા હતા જો કે સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળતા તાત્કાલિક મહિલા તબીબના ઘરે પહોંચી તેમનું કાઉન્સેલિંગ કરી સાયબર માફિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવી વૃદ્ધાના વધુ 21.50 લાખ ગુમાવતા બચાવ્યા હતા.

ગઠિયાઓએ રાજકોટ પોલીસને પણ ફોન કર્યો

રાજકોટમાં અસલી પોલીસ જયારે વૃધ્ધાના ઘરે પહોંચી ત્યારે વૃધ્ધા પોલીસને જોઈ ગભરાઈ ગયા હતા અને તેઓ અસલી પોલીસ હોવાની ઓળખ આપી હતી પરંતુ આમ છતાં નકલી પોલીસની ધમકીથી ડરેલા વૃધ્ધાને વિશ્વાસ અપાવવા અસલી પોલીસે પોતાનું ઓળખ કાર્ડ બતાવી સાંત્વના પાઠવી વૃધ્ધાના વધુ 21.50 લાખ ટ્રાન્સફર થતા બચાવ્યા હતા અને સાયબર ફ્રોડ થયા અંગે તેઓને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હદ તો ત્યારે થઇ કે સાયબર માફિયાઓ દ્વારા રાજકોટ પોલીસને પણ ફોન પર વાત કરી ફરિયાદ થઇ હોવાની તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી જો કે પોલીસ સ્ટેશન રૂબરૂ આવવાનું કહેતા સામેથી ગઠિયાઓએ ફોન કાપી નાખ્યો હતો.

સીપી ક્રાઇમ ભરત બસિયાએ શું કહ્યું?

રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃધ્ધા કે જેઓ ગાયનેક ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત છે તેમને છેલ્લા ચાર દિવસથી સાયબર ગઠિયાઓએ પોતાની ઓળખ બહારના રાજ્યની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જેમાં ઇન્કમટેક્સ તેમજ ફ્રોડની રકમ સહિતના કેસમાં સંડોવણી હોવાનું કહી ધમકી આપી માનસિક તણાવમાં મૂકી દીધા હતા અને ઘરમાં જ 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા. ડિજિટલ એરેસ્ટ દરમિયાન સાયબર ગઠિયાઓએ મહિલા તબીબને સતત ડરના ઓથાર હેઠળ રાખી કાનૂની કાર્યવાહીથી બચાવવાના અલગ-અલગ બહાના હેઠળ તેમની પાસેથી કુલ રૂ.58.50 લાખ જેટલી રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

વધુ વાંચો : '174 ઈઝરાયેલીના જીવ બચાવ્યાં તે ખરેખર પ્રશંસનીય', સ્મિત મચ્છરના સાવરકુંડલામાં રહેતા સાળાએ શું કહ્યું?

પોલીસે પહોંચીને 21.50 લાખ બચાવી લીધા

આ સતત ધમકીઓ અને નાણાકીય નુકસાનના કારણે ભોગ બનનાર મહિલા ડોક્ટર માનસિક રીતે અત્યંત ભાંગી પડ્યા હતા. આ ગંભીર ગુના અંગે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ ટિમને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારેપોલીસ તાત્કાલિક ભોગ બનનાર મહિલા ડોક્ટરના રાજ દર્શન એપાર્ટમેન્ટ સ્થિત ઘરે પહોંચી ગઈ હતી. પોલીસ જ્યારે મહિલા ડોક્ટરના ઘરે પહોંચી ત્યારે તેઓ ભારે ડર અને માનસિક તણાવમાં મોબાઈલ પર સાયબર ઠગો સાથે વાત કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તેમને હિમ્મત આપી હતી અને ડિજિટલ એરેસ્ટના ખોટા ભયમાંથી બહાર લાવવા યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. સમયસર પહોંચેલી ટીમે મહિલા ડોક્ટર દ્વારા ઠગોને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા વધુ રૂ.21.50 લાખ અટકાવી લીધા હતા. ત્યારે પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ડિજિટલ એરેસ્ટની કાયદામાં કોઈ જોગવાઈ નથી એવો કોઈ કોલ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો. હાલ પોલીએ ગુનો નોંધી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તે અંગે માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot digital arrest Rajkot news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ