ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે!
Last Updated: 11:33 AM, 29 September 2026
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં એક મોટા રાજકીય વળાંકના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આગામી બે દિવસમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે, હાલ આ માહિતી સૂત્રો દ્વારા મળેલી છે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી મહત્વનું નામ રહ્યા છે. એક સમયે કોંગ્રેસ સાથે રહેલા વાઘેલા બાદમાં અલગ રાજકીય માર્ગે ગયા હતા. હવે જો તેઓ ફરી કોંગ્રેસમાં પરત ફરે છે તો ગુજરાતના રાજકીય માહોલમાં તેની ચર્ચા થવી સ્વાભાવિક છે. ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે છેલ્લા એક મહિનાથી મથામણ ચાલી રહી હતી. કોંગ્રેસના નેતાઓ અને વાઘેલા વચ્ચે વાતચીતના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. હવે આ મથામણ કોઈ પરિણામ સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓની વાઘેલા સાથેની મુલાકાતો અને સંપર્કોને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસમાં તેમની ઘરવાપસી થાય તો પાર્ટીના આગામી રાજકીય આયોજનમાં તેમની ભૂમિકા શું રહેશે તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવાની મથામણ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રભારી વસંત વગડે આંટાફેરા મારતા હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. આ મુલાકાતો અને રાજકીય હલચલને વાઘેલાની કોંગ્રેસમાં સંભવિત વાપસી સાથે જોડીને જોવામાં આવી રહી હતી. જોકે, વાઘેલાની કોંગ્રેસમાં વાપસી અંગે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત સામે આવી નથી. તેથી હાલમાં સામે આવેલી માહિતી સૂત્રો આધારિત છે. કોંગ્રેસ અથવા શંકરસિંહ વાઘેલા તરફથી સત્તાવાર રીતે જાહેરાત થયા બાદ જ આ ઘટનાક્રમને અંતિમ સ્વરૂપ મળશે.
ADVERTISEMENT
આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા હાલમાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. 12 સપ્ટેમ્બરે સુરજેવાલાએ ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્ય કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના એજન્ડા અને સંગઠનને મજબૂત કરવાની ચર્ચા થઈ હતી. સુરજેવાલાએ ગુજરાત માટે રોજગાર, ખેડૂતો, યુવાનો અને કામદારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર પાર્ટીનું નવું એજન્ડા તૈયાર કરવાની વાત પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. આ તરફ, સપ્ટેમ્બરની શરૂઆતમાં શંકરસિંહ વાઘેલા પ્રજા શક્તિ પાર્ટીના કાર્યક્રમો અને આગામી 2027ની ચૂંટણીને લઈને સક્રિય રાજકારણમાં જોવા મળ્યા હતા. તે સમયે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા અંગે તેમણે અલગ નિવેદનો આપ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને ઉત્સાહ ન દેખાતો હોવાનું પણ કહ્યું હતું.
ADVERTISEMENT
હવે ફરી એકવાર વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ઉત્સુકતા વધારી છે. આગામી બે દિવસમાં તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. જો સૂત્રોના દાવા મુજબ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરે છે, તો તેમની ભૂમિકા શું હશે અને પાર્ટીના આગામી રાજકીય આયોજનમાં તેમને કેવી જવાબદારી મળશે તે પણ મહત્વનો મુદ્દો બનશે. હાલ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો સવાલ એ જ છે કે શું 'બાપુ' ફરી કોંગ્રેસના કેમ્પમાં જોવા મળશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.