ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રિ પહેલાં ગ્લો માટે ₹2 હજારથી ₹1 લાખ સુધીનો ખર્ચ, IV થેરપીનો ક્રેઝ ક્યાંક ભારે ન પડે! શું કહી રહ્યા છે ડોક્ટર?

ગુજરાત / નવરાત્રિ પહેલાં ગ્લો માટે ₹2 હજારથી ₹1 લાખ સુધીનો ખર્ચ, IV થેરપીનો ક્રેઝ ક્યાંક ભારે ન પડે! શું કહી રહ્યા છે ડોક્ટર?

Published By: Nidhi Panchal
Reported By: Parth Jani

Last Updated: 10:06 AM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિની રાતે ગરબાના ગ્રાઉન્ડ પર સૌથી અલગ અને આકર્ષક દેખાવા માટે યુવાનો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ ચહેરા પર ગ્લો લાવવાની દોડ અને આખી રાત ગરબા રમવા માટે શરીરને ‘રીચાર્જ’ કરવાની કોશિશ હવે ચિંતાજનક વળાંક લઈ રહી છે.

ADVERTISEMENT

નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરવા માટે યુવાનોની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી ગરબામાં સુંદર દેખાવા માટે મેકઅપ આર્ટિસ્ટ પાસે જવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ચહેરા પર ગ્લો લાવવા માટે યુવાનો હવે વેલનેસ સેન્ટરો અને ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર્સ પાસે પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, આખી રાત ગરબા રમતી વખતે થાક ન લાગે અને બોડી હાઇડ્રેટેડ રહે તે માટે IV થેરપી એટલે કે ઇન્જેક્શન અને ડ્રિપનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. એક તરફ લુક માટે હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ શરીરને ‘રીચાર્જ’ કરવાના નામે લેવામાં આવતી ટ્રીટમેન્ટને લઈને ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે.

navratri-treatment

યુવાનોમાં ફેસ ટ્રીટમેન્ટનો ક્રેઝ વધી ગયો

નવરાત્રિના દિવસો નજીક આવતા યુવાનોમાં ફેસ ટ્રીટમેન્ટનો ક્રેઝ વધી ગયો છે. પોતાના ચહેરાને આકર્ષક અને ગ્લોઇંગ બનાવવા માટે યુવાનો 2 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા ટ્રીટમેન્ટ તરફ વળી રહ્યા છે જેમાં ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ચહેરા પર લાલાશ, ડ્રાયનેસ કે અન્ય કોઈ નિશાની ન રહે અને પરિણામ પણ ઝડપથી જોવા મળે. ગરબાના ગ્રાઉન્ડ પર જતાં પહેલાં ચહેરો ફ્રેશ અને ગ્લોઇંગ દેખાય તે માટે અત્યારથી જ ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે.

સિનિયર ફિઝિશિયન ડૉ. યોગેશ ગુપ્તા

સિનિયર ફિઝિશિયન ડૉ. યોગેશ ગુપ્તાએ જણાવ્યું કે મેડિકલ જરૂરિયાત વગર માત્ર ટ્રેન્ડના કારણે IV ડ્રિપ લેતા યુવાનોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, “IV ડ્રિપને મેડિકલ ટ્રીટમેન્ટ ન કહી શકાય. જો શરીરમાં પાણીની અછત ન હોય તો માત્ર ગરબા રમવા માટે IV ડ્રિપ લેવી મેડિકલી સેફ નથી. કોઈ વ્યક્તિને ડિહાઇડ્રેશન કે અન્ય તકલીફ હોય અને તે મોઢેથી પ્રવાહી લઈ શકે તો પહેલાં મોઢેથી જ પ્રવાહી લેવું જોઈએ. જરૂર પડે ત્યારે જ IV ડ્રિપ લેવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે, IV ડ્રિપ અંગે હાલ સ્પષ્ટ કાયદાકીય ગાઈડલાઈન્સ ન હોવાથી આ બાબતે નિર્ણય લેતી વખતે આપનાર વ્યક્તિએ પણ જવાબદારી સમજવી જરૂરી છે.
DR-2

ડૉ. ધ્યેય શાહે વધુમાં કહ્યું કે, “આજે યુવાનો ગ્લો ટ્રીટમેન્ટ અને એનર્જી ટ્રીટમેન્ટ માટે લાઈનમાં ઊભા છે. નવરાત્રિમાં ક્રીમ અને લેઝર ટ્રીટમેન્ટ સહિતની અનેક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ જોવા મળે છે. યુવાનો દેખાવ માટે ઘણું બધું કરવા તૈયાર છે, પરંતુ મારું કામ તેમને સાચા માર્ગે લઈ જવાનું છે.” તેમણે ખાસ કરીને દેખાવ માટે કરવામાં આવતી ટ્રીટમેન્ટમાં પણ સલામતીને પ્રાથમિકતા આપવાની વાત કરી છે.

ડર્મેટોલોજિસ્ટ ડૉ. ધ્યેય શાહે

ડર્મેટોલોજિસ્ટ ડૉ. ધ્યેય શાહેએ જણાવ્યું કે નવરાત્રિ નજીક આવતાં યુવાનોમાં ફેસ ગ્લો માટેની ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો પોતાની બજેટ પ્રમાણે હજારોથી લઈને લાખ-બે લાખ રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “આજકાલ દરેકને ગ્લો જોઈએ છે. એવી ટ્રીટમેન્ટની માંગ છે જેમાં ડાઉનટાઈમ ન હોય, બહારથી ખબર ન પડે કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે અને પરિણામ પણ ઝડપથી મળે.”
Dr

ડર્મેટોલોજિસ્ટ ડૉ. ધ્યેય શાહેના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિ નજીક હોવાથી લાલાશ, સ્કિન ડ્રાયનેસ કે અન્ય કોઈ નિશાની ન રહે અને ઝડપથી પરિણામ મળે તેવી ટ્રીટમેન્ટ્સ વધુ ટ્રેન્ડમાં છે. યુવાનો ગરબાના ગ્રાઉન્ડ પર સુંદર દેખાવા માટે વિવિધ ફેસ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. જોકે, નિષ્ણાતોએ સસ્તી અને થોડા સમય માટે જ ગ્લો આપતી પ્રોડક્ટ્સ તેમજ મેડિકલ જરૂરિયાત વગરની ટ્રીટમેન્ટ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

શરીરમાં થાક અને પાણીની કમી થઈ શકે

નવરાત્રિ દરમિયાન કલાકો સુધી ગરબા રમવાથી શરીરમાં થાક અને પાણીની કમી થઈ શકે છે. આવી સ્થિતિમાં શરીરની જરૂરિયાત પ્રમાણે પાણી અને યોગ્ય હાઇડ્રેશન જાળવવું જરૂરી છે. માત્ર આખી રાત ગરબા રમવા માટે સ્ટેમિના વધારવાના હેતુથી IV ડ્રિપ અથવા ઇન્જેક્શનનો સહારો લેવો યોગ્ય નથી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આવી ટ્રીટમેન્ટ કોઈપણ વ્યક્તિએ પોતાની રીતે ન લેવી જોઈએ અને મેડિકલ જરૂરિયાત હોય ત્યારે જ યોગ્ય તબીબી સલાહ હેઠળ સારવાર કરાવવી જોઈએ.

આ પણ વાંચો : માતાને આવ્યો દીકરીનો ફોન અને ખુલ્યું રહસ્ય! નેત્રંગની આશ્રમશાળામાં વિદ્યાર્થીની સાથે અડપલાંનો આક્ષેપ

નવરાત્રિની તૈયારીમાં ફેશન અને ગ્લોનો ક્રેઝ દર વર્ષે જોવા મળે છે, પરંતુ આ વખતે તેની સાથે IV થેરપી અને ‘બોડી રીચાર્જ’નો ટ્રેન્ડ પણ ચર્ચામાં આવ્યો છે. ચહેરા પર ગ્લો લાવવા માટે 2 હજારથી 1 લાખ રૂપિયા સુધી અને કેટલીક ટ્રીટમેન્ટમાં લાખો રૂપિયા સુધી ખર્ચ થતો હોવાનો ઉલ્લેખ તબીબોએ કર્યો છે. ત્યારે નિષ્ણાતોની સલાહ એક જ છે કે ગરબાની મજા અને સુંદર દેખાવાની ઇચ્છા વચ્ચે સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Youth Health Navratri Glow IV Therapy

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ