ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આજે ‘NO UPI DAY’, QR કોડ પર કાળું કપડું પહેરાવી વેપારીઓનો વિરોધ, ગુજરાતના 600થી વધુ ટ્રેડ યુનિયન જોડાશે

ગુજરાત / અમદાવાદમાં આજે ‘NO UPI DAY’, QR કોડ પર કાળું કપડું પહેરાવી વેપારીઓનો વિરોધ, ગુજરાતના 600થી વધુ ટ્રેડ યુનિયન જોડાશે

Published By: Nidhi Panchal

Last Updated: 08:33 AM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બજારોમાં આજે કંઈક અલગ જ નજારો જોવા મળી શકે છે. દુકાનો પર દેખાતા UPIના QR કોડ કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળશે અને વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારશે નહીં. sMDR ચાર્જના વિરોધમાં ગુજરાતના વેપારીઓએ આજે ‘NO UPI DAY’નું એલાન કર્યું છે, જેમાં 600થી વધુ ટ્રેડ યુનિયન જોડાઈને વિરોધ નોંધાવશે.

ADVERTISEMENT

સામાન્ય રીતે અમદાવાદના બજારમાં ખરીદી કર્યા બાદ ગ્રાહકના હાથમાં રોકડ હોય કે ન હોય, મોબાઇલથી QR કોડ સ્કેન કરીને સેકન્ડોમાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ આજે એટલે કે 2 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતના અનેક બજારોમાં આ દૃશ્ય બદલાયેલું જોવા મળી શકે છે. વેપારીઓએ UPI પેમેન્ટનો વિરોધ નોંધાવવા માટે QR કોડને કાળા કપડાથી ઢાંકવાનો નિર્ણય લીધો છે. આ સાથે આજે વેપારીઓ ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં.

UPI-NEW-LOGO

ગુજરાતના વેપારી સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો

MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાતના વેપારી સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓએ આજના દિવસને ‘NO UPI DAY’ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં 600થી વધુ ટ્રેડ યુનિયન આ વિરોધમાં જોડાશે. અગાઉ જાહેર થયેલી માહિતી મુજબ, રાજ્યના શહેરો ઉપરાંત નાના શહેરો અને ગામડાંના વેપારી સંગઠનો પણ આ વિરોધમાં ભાગ લેવાના છે.

QR કોડને કાળા કપડાથી ઢાંકશે

વિરોધના ભાગરૂપે વેપારીઓ પોતાની દુકાનોમાં લગાવવામાં આવેલા UPI QR કોડ અને અન્ય ડિજિટલ પેમેન્ટના સાધનોને કાળા કપડાથી ઢાંકશે. આ રીતે વેપારીઓ MDR ચાર્જ સામે પોતાનો વિરોધ નોંધાવશે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અભિયાનમાં જોડાવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે. આજે જે વેપારીઓ વિરોધમાં જોડાશે તેઓ UPIથી પેમેન્ટ સ્વીકારશે નહીં. એટલે ગ્રાહકોને ખરીદી કરવા માટે રોકડ અથવા અન્ય ઉપલબ્ધ પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરવો પડી શકે છે. ખાસ કરીને એવા વેપારીઓ કે જ્યાં સામાન્ય રીતે UPIથી મોટી રકમના વ્યવહારો થતા હોય, ત્યાં આ વિરોધની સીધી અસર જોવા મળી શકે છે.

MDR ચાર્જ સામે વેપારીઓનો વિરોધ

વેપારીઓનો વિરોધ MDR એટલે કે Merchant Discount Rate ચાર્જને લઈને છે. કેન્દ્રના જાહેર કરાયેલા માળખા મુજબ, ₹2,000થી વધુના પાત્ર P2M એટલે કે ગ્રાહકથી વેપારી UPI વ્યવહારો પર 0.4 ટકા MDR લાગુ થવાનો છે. ₹75,000 કે તેથી વધુના ઊંચી કિંમતના વ્યવહારો માટે MDR પ્રતિ વ્યવહાર ₹300 સુધી મર્યાદિત રહેશે. જોકે P2P વ્યવહારો પર ચાર્જ નહીં રહે અને નાના વેપારીઓ માટે ચોક્કસ શૂન્ય-MDR જોગવાઈ પણ છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે વધારાનો ચાર્જ વેપારીઓના ખર્ચ અને નફાના માર્જિન પર અસર કરી શકે છે. ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓ માટે વધારાનો વ્યવહાર ખર્ચ મહત્વનો મુદ્દો બની શકે છે. આ જ મુદ્દાને લઈને આજે રાજ્યભરમાં પ્રતીકાત્મક રીતે UPI પેમેન્ટ બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં મહિલા ગાયનેક બન્યાં ડિજિટલ અરેસ્ટનો ભોગ, ગઠિયાઓએ રૂ. 58.50 લાખ પડાવ્યાં, પોલીસે 21.50 લાખ બચાવ્યાં

કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર અસર

ગુજરાતમાં UPIનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. દુકાનો, માર્કેટ, હોલસેલ વેપારીઓથી લઈને નાના રિટેલ વેપારીઓ સુધી ગ્રાહકો માટે QR કોડથી પેમેન્ટ કરવું સામાન્ય બની ગયું છે. આવી સ્થિતિમાં આજે વેપારીઓ દ્વારા UPI પેમેન્ટ નહીં સ્વીકારવાના નિર્ણયથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર થવાની શક્યતા છે. જોકે આ વિરોધ એક દિવસ માટેનો છે. વેપારીઓનો મુખ્ય ઉદ્દેશ MDR ચાર્જ સામે પોતાની નારાજગી અને માંગ સરકાર સુધી પહોંચાડવાનો છે. દેશના અન્ય ભાગોમાં પણ વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે ‘No UPI Day’ માટે સમર્થન જાહેર કર્યું છે. એટલે આજે અમદાવાદ સહિત ગુજરાતના બજારોમાં ગ્રાહકો માટે સૌથી મોટો ફેરફાર એ રહેશે કે જ્યાં રોજ QR કોડ સ્કેન કરીને તરત પેમેન્ટ થઈ જાય છે, ત્યાં વિરોધમાં જોડાયેલા વેપારીઓ UPI સ્વીકારશે નહીં અને QR કોડ કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad No UPI Day, Gujarat Traders Protest UPI MDR Charge

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ