ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:35 AM, 2 October 2026
1/6
વૈદિક જ્યોતિષમાં શનિને કર્મફળદાતા અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિની ચાલમાં ફેરફાર થાય ત્યારે તેની અસર 12 રાશિના જાતકોના જીવનમાં અલગ-અલગ રીતે જોવા મળતી હોવાની જ્યોતિષમાં માન્યતા છે. આ વર્ષે શનિ 26 જુલાઈએ વક્રી થયા છે અને લગભગ 138 દિવસ સુધી વક્રી સ્થિતિમાં રહેશે. 11 ડિસેમ્બરે શનિ ફરી માર્ગી થશે. તેથી ઓક્ટોબર મહિનો પણ શનિની વક્રી ચાલના સમયગાળામાં આવશે તિષીય ગણતરી મુજબ આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોએ પૈસા, નોકરી અને સંબંધોના મામલે વધારે સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. ખાસ કરીને ત્રણ રાશિઓ માટે ઓક્ટોબર મહિનો થોડો પડકારજનક રહી શકે છે.
2/6
કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોબર દરમિયાન કરિયર અને અંગત સંબંધોના મામલે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન અચાનક કોઈ આર્થિક તક મળે તો ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે તેના દરેક પાસા પર વિચાર કરવો જરૂરી રહેશે. પૈસા સાથે જોડાયેલા કોઈપણ નિર્ણયમાં વધારે સાવચેતી રાખવી ફાયદાકારક રહેશે.પરિવાર અને મિત્રોની વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે. તેથી કોઈ નજીકની વ્યક્તિ સાથે મનદુઃખ થાય તો વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવો. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ જાળવી રાખવો પણ જરૂરી રહેશે.
ADVERTISEMENT
3/6
સિંહ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો સ્વાસ્થ્ય અને નાણાકીય નિર્ણયો માટે સાવચેતીભર્યો રહી શકે છે. ખાસ કરીને મોટું રોકાણ અથવા ઉતાવળમાં કરવામાં આવેલા આર્થિક નિર્ણયોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈ મોટી રકમ ખર્ચતા પહેલાં તેની જરૂરિયાત અને લાંબા ગાળાની અસર વિશે વિચારવું યોગ્ય રહેશે.પરિવારમાં કોઈ મુદ્દાને લઈને મતભેદ થવાની સ્થિતિ બની શકે છે. આવી સ્થિતિમાં વાતને વધારવાને બદલે શાંતિથી ચર્ચા કરવી. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે ધીરજ અને સંયમ રાખીને કામ કરતા રહેવું જરૂરી રહેશે.
4/6
મકર રાશિના સ્વામી શનિ હોવાથી શનિની વક્રી ચાલનો સમય આ રાશિના જાતકો માટે ખાસ મહત્વનો માનવામાં આવે છે. ઓક્ટોબરમાં પૈસા સાથે જોડાયેલા મામલામાં વધારે સાવચેતી રાખવી પડશે. જૂની લોન, ઉધાર કે રોકાણ સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલાં તમામ બાબતોની તપાસ કરવી જરૂરી રહેશે.આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને તેની અસર માસિક બજેટ પર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનત કરવા છતાં પરિણામ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. આવા સમયે નિરાશ થવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું અને સતત પ્રયાસ કરતા રહેવું વધુ યોગ્ય રહેશે.
ADVERTISEMENT
5/6
જ્યોતિષીય માન્યતા મુજબ શનિની વક્રી ચાલ દરમિયાન હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. હનુમાનજીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે તેવી ધાર્મિક માન્યતા છે.શનિવારે કાળા વસ્ત્રો, તલનું તેલ, કાળી અડદ અને જવનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ અને અસહાય લોકોને મદદ કરવી તથા નિઃસ્વાર્થ સેવા કરવી પણ શનિદેવ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓમાં મહત્વપૂર્ણ ગણાય છે.આ ઉપરાંત શનિદેવના બીજ મંત્રનો જાપ અને શનિ સ્તોત્રનું પઠન કરવાનું પણ જ્યોતિષમાં સૂચન કરવામાં આવે છે. માન્યતા મુજબ નિયમિત ઉપાસનાથી મનને શાંતિ મળે છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત વધે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ